Sambhal હિંસા મુદ્દે રાહુલ ગાંધીનો આક્રોષ, કહ્યું રાજ્ય સરકારનું પક્ષપાતી વલણ
- ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસાના મુદ્દે રાહુલ ગાંધીનો આક્રોષ
- ટ્વિટ કરીને કહ્યું કે રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ
- વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું
Violence In Sambhal : ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં સ્થિત જામા મસ્જિદમાં રવિવારે (24 નવેમ્બર) સર્વેના કામ દરમિયાન થયેલી હિંસા (Violence In Sambhal)ને લઈને હોબાળો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર સંભલની જામા મસ્જિદમાં રવિવારે કોર્ટના આદેશ પર કરવામાં આવેલા સર્વેનો વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે જણાવ્યું કે આ હિંસા દરમિયાન ગોળીબાર અને પથ્થરમારામાં ચાર લોકોના મોત થયા હતા અને કુલ 20 લોકો ઘાયલ થયા હતા. આ મામલે કોંગ્રેસ નેતા અને વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ તાજેતરના વિવાદને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે.
રાહુલ ગાંધીના પ્રહાર
સંભલ હિંસા મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તાજેતરના વિવાદને લઈને રાજ્ય અને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે ઉત્તર પ્રદેશ સંભલના તાજેતરના વિવાદ પર રાજ્ય સરકારનું પક્ષપાતી અને ઉતાવળભર્યું વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હિંસા અને ગોળીબારમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના.
આ પણ વાંચો----Maharashtra : બટેંગે તો કટેંગેનો સ્ટ્રાઇક રેટ 95 ટકા....રાજકારણ ગરમાયુ
संभल, उत्तर प्रदेश में हालिया विवाद पर राज्य सरकार का पक्षपात और जल्दबाज़ी भरा रवैया बेहद दुर्भाग्यपूर्ण है। हिंसा और फायरिंग में जिन्होंने अपनों को खोया है उनके प्रति मेरी गहरी संवेदनाएं हैं।
प्रशासन द्वारा बिना सभी पक्षों को सुने और असंवेदनशीलता से की गई कार्रवाई ने माहौल और…
— Rahul Gandhi (@RahulGandhi) November 25, 2024
વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું
રાહુલ ગાંધીએ ટ્વીટમાં વધુમાં લખ્યું છે કે તમામ પક્ષોને સાંભળ્યા વિના વહીવટીતંત્ર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી અને અસંવેદનશીલતાથી વાતાવરણ ખરાબ થયું અને ઘણા લોકોના મોત થયા - જેના માટે ભાજપ સરકાર સીધી રીતે જવાબદાર છે. ભાજપનો સત્તાનો ઉપયોગ હિંદુ-મુસ્લિમ સમાજ વચ્ચે તિરાડ અને ભેદભાવ ઉભો કરવાનો છે. તેઓ રાજ્ય કે દેશના હિતમાં કામ કરતા નથી. હું સુપ્રિમ કોર્ટને વિનંતી કરું છું કે આ મામલે વહેલી તકે હસ્તક્ષેપ કરે અને ન્યાય કરે. મારી અપીલ છે કે શાંતિ અને પરસ્પર સૌહાર્દ જાળવી રાખો. આપણે સૌએ સાથે મળીને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભારત સાંપ્રદાયિકતા અને નફરતના નહીં પણ એકતા અને બંધારણના માર્ગે આગળ વધે.
સંભલ જિલ્લામાં 30 નવેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં હિંસા બાદ પ્રવર્તી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને સંભલમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને સોમવારે ધોરણ 12 સુધીની તમામ શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લામાં ભારતીય ન્યાયિક સંહિતા (BNS) 163 હેઠળ 30 નવેમ્બર સુધી પ્રતિબંધિત આદેશ લાદવામાં આવ્યો છે. આ અંતર્ગત 30મી નવેમ્બર સુધી જિલ્લામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ પણ વાંચો---Sambhal Violence : પોલીસનું એક્શન તેજ, 24 કલાક માટે ઇન્ટરનેટ સેવા બંધ


