ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rahul Gandhi: ગુજરાતમાં રાહત અને બચાવ માટે કોંગ્રેસના કાર્યકરો કામે લાગે...

ગુજરાતની સ્થિતિને લઈને રાહુલ ગાંધી ચિંતિત રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીનું ટ્વીટ જેમણે નુકસાન ભોગવ્યું તેમની સાથે સંવેદનાઃ રાહુલ ગાંધી ઈજાગ્રસ્તોને ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થનાઃ રાહુલ ગાંધી રાહત અને બચાવકાર્યમાં લાગવાની કોંગ્રેસ કાર્યકરોને અપીલ સરકાર ત્વરિત જરૂરી કદમ...
02:29 PM Aug 28, 2024 IST | Vipul Pandya
ગુજરાતની સ્થિતિને લઈને રાહુલ ગાંધી ચિંતિત રાજ્યમાં અતિવૃષ્ટિની સ્થિતિ વચ્ચે રાહુલ ગાંધીનું ટ્વીટ જેમણે નુકસાન ભોગવ્યું તેમની સાથે સંવેદનાઃ રાહુલ ગાંધી ઈજાગ્રસ્તોને ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થનાઃ રાહુલ ગાંધી રાહત અને બચાવકાર્યમાં લાગવાની કોંગ્રેસ કાર્યકરોને અપીલ સરકાર ત્વરિત જરૂરી કદમ...
RAHUL GANDHI

Rahul Gandhi: ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી અતિભારે વરસાદ ચાલુ છે. વરસાદ સંબંધિત ઘટનાઓમાં વધુ નવ લોકોના મોત થયા હતા, જેના કારણે બે દિવસમાં મૃત્યુઆંક વધીને 16 થયો હતો, જ્યારે અન્ય 8,500 લોકોને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બચાવી લેવામાં આવ્યા હતા. રાજ્યમાં મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બન્યા છે. આ દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) એ તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહત અને બચાવ કાર્યમાં અસરગ્રસ્ત લોકો અને વહીવટીતંત્રને શક્ય તમામ મદદ કરવાની અપીલ કરી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ ટ્વીટ કરીને કોંગ્રેસના કાર્યકરોને જનતાની મદદે ઉતરવા સૂચન કર્યું હતું.

રાજ્યમાં જળબંબાકારની સ્થિતી

રાજ્યમાં ડીપ ડિપ્રેશન અને મોન્સુન ટ્રફ સહિત ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા 4 દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે આખુ રાજ્ય જળબંબાકાર બન્યો છે. મોટાભાગના શહેરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. શહેરોમાં તો એક માળ ડૂબી જાય તેટલા પાણી ફરી વળ્યા છે. ગ્રામ્ય વિસ્તાર પણ આખો જળબંબાકાર બન્યો છે જેથી લોકોની સ્થિતી કફોડી બની છે. ઠેર ઠેર વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા બચાવ અને રાહત કાર્ય શરુ કરાયું છે. રાજકોટ, વડોદરા અને જામનગર જેવા શહેરોમાં તો સેનાની પણ મદદ લેવાઇ છે.

આ પણ વાંચો---Deep Depression હાલ જામનગર અને દ્વારકા ઉપર, જૂઓ મૂવમેન્ટની તસવીરો...

રાહત અને બચાવકાર્યમાં કામે લાગવાની કોંગ્રેસ કાર્યકરોને અપીલ

બીજી તરફ રાજ્યમાં પેદા થયેલી સ્થિતીની જાણકારી મેળવ્યા બાદ વિપક્ષના નેતા અને કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધીએ ગુજરાતની સ્થિતી અંગે ટ્વિટ કરતાં કહ્યું હતું કે ગુજરાતમાં પૂરની સ્થિતી દિન પ્રતિદિન ગંભીર અને ભયંકર બની રહી છે. આ આપત્તિમાં જે પરિવારોએ તેમના સ્વજનો ખોયા છે અને તેમની સંપત્તિને નુકશાન થયું છે તેમના પ્રત્યે હું સંવેદના પ્રગટ કરુ છું અને ઇજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરુ છું . તેમણે આગળ લખ્યું કે તમામ કોંગ્રેસ કાર્યકરોને અપીલ છે તે અસરગ્રસ્તલોકો માટે રાહત અને બચાવ કાર્ય માટે પ્રશાસનને હરસંભવ સહાય અને મદદ કરે. તેમણે લખ્યું છે કે સરકાર પાસે અપેક્ષા છે કે આ આપત્તિના પ્રકોપને ઓછો કરવા જરુરી તમામ પગલાં લે જેથી અસરગ્રસ્ત લોકોને જલ્દી પુર્નનિર્માણ અને પુનર્વસન કરી શકાય

મલ્લિકાર્જૂન ખડગેએ પણ ટ્વીટ કર્યું

આ મામલે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ પણ ટ્વીટ કરીને કહ્યું છે કે ગુજરાતમાં વરસાદની સ્થિતિ અત્યંત ચિંતાજનક છે અને
પિડિતો-અસરગ્રસ્તોની સાથે અમારી સંવેદના છે. તેમણે અસરગ્રસ્તોને તાત્કાલિક વધુ મદદ પહોંચાડવા અપીલ કરી હતી અને કોંગ્રેસના કાર્યકરોને જનતાની મદદે ઉતરવા સૂચન કર્યું હતું.

આ પણ વાંચો----પાકિસ્તાન જેટલા Deep Depression એ 84 કલાક રાજ્યને ઘમરોળ્યું

Tags :
flood relief and rescue workGujaratGujarat FloodHeavy Rain in Gujaratrahul-gandhi
Next Article