Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Religious Conversion : ચૈતર વસાવા, શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓએ આપી પ્રતિક્રિયા

તાપીનાં વ્યારામાં ધર્માંતરણ મુદ્દે ધારાસભ્ય મોંહન કોંકણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, હાલમાં કોઇ લોભ લાલચ આપીને ધર્માતરણ થતું નથી.
religious conversion   ચૈતર વસાવા  શંકરસિંહ વાઘેલા સહિત નેતાઓએ આપી પ્રતિક્રિયા
Advertisement
  • તાપીના વ્યારામાં ધર્માંતરણ મુદ્દે ધારાસભ્યનું મોટું નિવેદન
  • 1995 પહેલાની પરિસ્થિતિના કારણે ધર્માંતરણ થતું હતું: મોહન કોંકણી
  • આરોગ્ય અને શિક્ષણ આપતા હતા તેથી પ્રેરાતા હતા: મોહન કોંકણી

તાપીનાં વ્યારામાં ધર્માંતરણ મુદ્દે ધારાસભ્ય મોંહન કોંકણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, 1995 પહેલાની પરિસ્થિતિના કારણે ધર્માંતરણ થતું હતું. આરોગ્ય અને શિક્ષણ આપતા હતા તેથી પ્રેરાતા હતા. હાલમાં કોઇ લોભ લાલચ આપીને ધર્માતરણ થતું નથી. લોકો વેચાઇને ધર્માંતરણ કરતા હોય તો ખ્યાલ નથી. કયા પ્રકારનું દબાણ આપીને ધર્માતરણ કરાવે છે તે ખ્યાલ નથી.

Advertisement

ધર્માંતરણ એ વ્યક્તિગત વિષય છે: શંકરસિંહ વાઘેલા

તાપીના સોનગઢ નગરનો ધર્મપરિવર્તનનો વીડિયો વાયરલ એક મહિલા-પુરુષ ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરી રહ્યા હોવાનો વીડિયો હિન્દુ વસ્તીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રસાર કરતા હોવાનો વીડિયો સનાતન ધર્મ સાથે ષડયંત્ર રચાતું હોવાનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ધર્માંતરણ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું નિવેદન સામે આવ્યું છે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ધર્માંતરણએ વ્યક્તિગત વિષય છે.અત્યારે તો લોકો પ્રજાથી ત્રાસી ગયા છે. કેશુભાઈની સરકાર હતી ત્યારે જ મે કહ્યું હતું કે, ગરીબ બાળકોને શાળામાં સૂર શિક્ષણ આપો. ધર્માંતરણનાં કારણો હોય તે દૂર કરો. જેથી ગરીબ ટ્રાઈબલ આમથી તેમ ન થાય.

Advertisement

આ પણ વાંચોઃ Jamnagar:જૂની કલેક્ટર કચેરીનો ભાગ ધરાશાયી, સદનસીબે કોઈ જાનહાની નહી

સોનગઢ ખાતેથી મોરારી બાપુ નું નિવેદન

સોનગઢ ખાતેથી મોરારીબાપુએ નિવેદન આપ્યું હતું કે, હું ભિક્ષા ના બહાને ગામડે ગામડે ફરુ છું. કદાચ હર્ષભાઈ આપણે મોડા નહિ પડીએ એવું મને લાગે છે. કોઈક ભાઈ દ્વારા મોરારી બાપુને પત્ર લખવામાં આવ્યો છે. જે પત્રમાં ગ્રામીણ વિસ્તારમાં સરકારી શાળાની ભયાનક સ્થિતિ હોવાનો ઉલ્લેખ છે.જેમાં વતાળ પ્રવૃતિ વધુ થઈ રહી હોવાનો ઉલ્લેખ છે. ગ્રામીણ વિસ્તારમાં શાળાના બાળકોને સેલવાસ અને દમણની શાળામાં ફ્રી શિક્ષણ આપવાનાં બહાને ધર્મ પરિવર્તન કરાવવામાં આવે છે એવો ઉલ્લેખ કરાયો હતો. ઉદ્યોગપતિઓને શાળા સ્થાપવા માટે આહવાન કરાયું છે.

આ પણ વાંચોઃ Vadodara : VMC ની સામાન્ય સભામાં મ્યુનિ. કમિશનર અને કોર્પોરેટર વચ્ચે ઊગ્ર બોલાચાલી

ધર્માંતરણ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવની પ્રતિક્રિયા.

આ બાબતે આપનાં ચૈતર વસાવાએ કહ્યું હતું કે, તાપી જિલ્લામાં મોરારી બાપુનું કથા દરમિયાન આદિવાસી શિક્ષકો ધર્માંતરણ કરાવે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે. ધરર્માંતરણ મુદ્દે આપ ધારાસભ્ય ચૈતર વસાવની પ્રતિક્રિયા આપી હતી. આદિવાસી શિક્ષકો ધર્માતરણ કરવાની પ્રવૃત્તિ કરે છે એવા આક્ષેપ ને હું વખોડું છું. લોકોને ખ્રિસ્તી ધર્મ પાડવા માટે દબાણ કરવામાં આવે છે તે વાત ખોટી છે. આ મામલે અમારી પાસે એવી કોઈ ફરિયાદ આવી નથી. મોરારી બાપુ પાસે એના પુરાવા હોય તો તે જાહેર કરે. જો ભારતીય જનતા પાર્ટી એવું માનતી હોય કે ક્રિસ્તી ધર્મમાં ગયેલા લોકોના લાભો દૂર કરવામાં આવે તો તેના બે ધારાસભ્ય છે તેનાથી તે શરૂઆત કરે. ખ્રિસ્તી ધર્મમાં ગયેલા લોકોના લાભો દૂર કરવાની ભારતીય જનતા પાર્ટી વાત કરે છે. ભાજપના મોહન ભાઈ કોકણી, રિતેશ વસાવા ને મળતા લાભો પણ દૂર કરી આ બે ધારાસભ્ય થી શરૂઆત કરવી જોઈએ. આદિવાસી વિસ્તારમાં ક્રિસ્તી ધર્મ પાડવા માટે કોઈ પણ પ્રકારનો દબાણ કરવામાં નથી આવતું તેવું હું માનું છું. મોરારી બાપુના આ નિવેદન થી આવનારા સમયમાં હિન્દૂ મુસ્લિમ, ક્રિસ્તી વચ્ચે વર્ગ વિગ્રહ ઉભો થાય તેવી ભીતિ અમને દેખાઈ રહી છે.

Tags :
Advertisement

.

×