ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કફ સિરપ કેસ મામલે 'કોલ્ડ્રિફ' બનાવતી કંપનીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરાશે

જીવલેણ "કોલ્ડ્રિફ" કફ સિરપના પીવાથી ઓછામાં ઓછા 22 બાળકોના મૃત્યુ થયા બાદ તમિલનાડુ સ્થિત ઉત્પાદક શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે
05:24 PM Oct 09, 2025 IST | Mustak Malek
જીવલેણ "કોલ્ડ્રિફ" કફ સિરપના પીવાથી ઓછામાં ઓછા 22 બાળકોના મૃત્યુ થયા બાદ તમિલનાડુ સ્થિત ઉત્પાદક શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ સામે વહીવટીતંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે
Coldrip Cough Syrup

જીવલેણ "કોલ્ડ્રિફ" કફ સિરપ (Coldrip Cough Syrup) ના પીવાથી ઓછામાં ઓછા 22 બાળકોના મૃત્યુ થયા બાદ તમિલનાડુ સ્થિત ઉત્પાદક શ્રીસન ફાર્માસ્યુટિકલ્સ સામે આરોગ્ય વિભાગ ( Health department)  દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તમિલનાડુના આરોગ્ય પ્રધાન મા સુબ્રમણ્યમએ ગુરુવારે સ્પષ્ટપણે જાહેરાત કરી કે આ કફ સિરપ બનાવતી કંપનીનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે. હાલમાં, અધિકારીઓની વધુ તપાસ અને નિરીક્ષણ માટે કંપનીનું લાઇસન્સ અસ્થાયી રૂપે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે.

Coldrip Cough Syrup   કંપનીના માલિકની મધ્યપ્રદેશ પોલીસે કરી ધરપકડ

 આ કેસમાં મધ્યપ્રદેશ પોલીસને મોટી સફળતા મળી છે. સ્થાનિક પોલીસની મદદથી, મધ્યપ્રદેશ પોલીસે શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિક જી. રંગનાથનની ધરપકડ કરી છે. તેમની પર ડ્રગ ભેળસેળ અને ડ્રગ્સ અને કોસ્મેટિક્સ એક્ટના ઉલ્લંઘનનો આરોપ મૂકવામાં આવ્યો છે. રંગનાથનને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લઈને મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લામાં લઈ જવામાં આવશે, જ્યાં કોલ્ડ્રિફ કફ સિરપના કારણે સૌથી વધુ મૃત્યુની પુષ્ટિ થઈ છે.

દેશભરમાં Coldrip Cough Syrup  પર પ્રતિબંધ અને ચેતવણી

આ જીવલેણ ઘટના બાદ અનેક રાજ્યોએ પગલાં લીધાં છે. હાલમાં તમિલનાડુ, કેરળ, મધ્યપ્રદેશ, પંજાબ અને અરુણાચલ પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોએ કોલ્ડ્રિફ કફ સિરપના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ ઉપરાંત, તેલંગાણા, કર્ણાટક અને મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોએ પણ આ સિરપ અંગે ચેતવણી (Alert) જારી કરી છે. કાર્યવાહીના ભાગરૂપે, પોલીસ ટીમ કાંચીપુરમના સુંગુવરચત્રમમાં કંપનીના ઉત્પાદન પ્લાન્ટનું પણ નિરીક્ષણ કરશે.

 આ પણ વાંચો:  બિહારમાં જન સૂરાજ પાર્ટીએ 51 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી, પ્રશાંત કિશોરની ચૂંટણી લડવા પર સસ્પેન્સ યથાવત

Tags :
ChhindwaraChild deathsColdrip Cough SyrupCosmetics ActDrug AdulterationG. RanganathanGujarat FirstLicence Cancellationmp policeSrisan PharmaceuticalsTamil Nadu Health Minister
Next Article