Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Life style: સ્વસ્થ જીવન માટે અપનાવો આયુર્વેદનો માર્ગ, જાણો મહર્ષિ વાગ્ભટ્ટે બતાવેલા મહત્વના સૂત્ર

નિરોગી જીવન કયા વ્યકિતીની ઈચ્છા નથી. સતત ભાગદોડવાળી જિંદગીમાં માણસ પેટ ભરવા માટે કઈ પણ ઝાપટી જાય છે. તે જોતો પણ નથી કે, જે ખાઈ રહ્યો છે. તે કેટલું ગુણકારી અને પોષકતત્વોવાળો ખોરાક છે. અથવા તેનાથી આરોગ્યને કેટલું નુકસાન પહોંચી શકે તેમ છે. ત્યારે આજે આપણે આ જ વિષય પર ચર્ચા કરીશું. કે નિરોગી જીવન માટે શું જરૂરી છે.
life style  સ્વસ્થ જીવન માટે અપનાવો આયુર્વેદનો માર્ગ  જાણો મહર્ષિ વાગ્ભટ્ટે બતાવેલા મહત્વના સૂત્ર
Advertisement
  • Life style: નિરોગી જિંદગી માટે અપનાવો કેટલાક નિયમો
  • અપનાવો મહર્ષિ વાગ્ભટ્ટના જાદુઈ (Magically) સૂત્રો
  • દિવસની શરૂઆત સારી, તો દિવસભર રહેશો ફ્રેશ (Fresh)
  • સારી જીવનશૈલી માટે આયુર્વેદમાં ભરેલો છે ખજાનો

Life style: કળિયુગમાં માણસની ઉંમર માંડ 100 વર્ષની અંદર રહી ગઈ છે. પહેલા સત્યયુગ, ત્રેતાયુગ અને દ્વાપરયુગમાં લોકો હજારો વર્ષ સુધી નિરોગી જીવન જીવતા હતા. તે સમયે લોકો પ્રકૃતિના નિયમોના પાલન સાથે ખાન-પાનમાં વિશેષ ધ્યાન આપતા હતા. એક કારણ એ પણ છે કે, આગળના યુગોમાં મનુષ્યો બીમાર પણ ઓછા થતા હતા. પરંતુ અત્યારે કળિયુગમાં માણસનું જીવન હજારો વર્ષથી ઘટીને માત્ર 100 વર્ષની સીમારેખા અંદર રહી ગયું છે. તેમાય અત્યારનો માનવી અનેક બીમારીઓ સાથે લઈને ફરી રહ્યો છે. આધુનિક યુગનો માણસ હજારો વર્ષની જીંદગી કલ્પી નથી શકતો. પણ જો નિરોગી જીવન મળી જાય તો, જિંદગી જીવવાની મજા જ કંઈક અલગ છે. અત્યારનો માનવી હજારો વર્ષ જીવી નથી શકતો. પરંતુ તે બીમારી રહિત જીવન ચોક્કસ મેળવી શકે છે. તેના માટે જરૂર છે માત્ર કેટલાક નિયમોને અનુસરવાની. આજનો લેખ તમને નિરોગી (Healthy) જીવન જીવનાની શૈલી બતાવશે.

Life style AYURVEDA 02_GUJARAT_FIRST

Advertisement

કોઈને કોઈ બીમારીથી પીડાતા ભારતીયો (Indians)

ભારતમાં 140 કરોડ નાગરિકોની આબાદી ધરાવતો દેશ છે. એક સરકારી આંકડા મુજબ દેશની 30 કરોડ જનતા સંપૂર્ણ તંદૂરસ્ત છે. જ્યારે અન્ય બાકીની 110 કરોડની જનતા કોઈને કોઈ બીમારીથી ગ્રસ્ત છે. જેમકે, ડાયાબિટીસ (Diabetes), બીપી (BP), હાર્ટ (Heart), પેટ, સ્પાઈન (Spine), વા-પિત્ત જેવા વિવિધ રોગો સાથે દુઃખ ભરેલું જીવન વિતાવી રહી છે. પરંતુ શું તમે જાણો છો, કે આપણું આયુર્વેદ ખૂબ જ ભવ્ય અને વિશાળ છે. તેમાં દરેક બીમારીઓની દવા અને ઉપચાર આપવામાં આવેલો છે.

Advertisement

આ પણ વાંચો- ત્વચા માટે મુશ્કેલી ઉભી કરી શકે છે રૂમ હીટર, બચવા આટલું ખાસ કરો

નિરોગી જીવન માટે એક્સપર્ટ્સ (Experts) ની સલાહ

તજજ્ઞો લોકોને સલાહ આપી રહ્યા છે કે, સ્વસ્થ જીવન માટે આપણે ફરીથી આયુર્વેદ (Ayurveda) નો સહારો લેવો પડશે. આયુર્વેદની પરંપરાઓના રસ્તે પુનઃ ફરવું પડશે. ભોજન-પાણી માટે જો સામાન્ય નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો બીમારી રહીત જીવન મેળવી શકાય છે. અને જો બીમારીથી જેટલું અંતર રહે છે, એટલો જ ખરા અર્થમાં જીવનનો આનંદ માણી શકાય છે. અને તેનો પ્રભાવ એવો પડે છે કે, સામાજિક અને પારિવારીક સંબંધોમાં પણ સુધાર આવે છે.

Life style AYURVEDA 03_GUJARAT_FIRST

આયુર્વેદાચાર્ય વાગ્ભટ્ટ (Maharishi Vagbhatte) ને ઓખળો

મહર્ષિ વાગ્ભટ્ટ આયુર્વેદના મહાન ઋષિ છે. તેમને મહાન આયુર્વેદાચાર્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. મહર્ષિએ માનવીઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને હજારો વર્ષ પહેલા જ કેટલાક સૂત્રો આપ્યા હતા. જે અત્યારે આપણા માટે અમૃત સમાન છે. આપને જણાવી દઈએ કે, મહર્ષિ ચરકના મહાન શિષ્યોમાંથી એક હતા મહર્ષિ વાગ્ભટ્ટ. એવું કહેવામાં આવે છે કે, તેમની ઉંમર લગભગ 135 વર્ષ રહી હતી. જેમાંથી 100 વર્ષ માત્ર તેમણે સંશોધન, અવલોકન અને જ્ઞાનની પ્રાપ્તિ માટે લગાવ્યા હતા. વાગ્ભટ્ટે એકવાત સ્પષ્ટ કહી હતી કે, 85% બીમારીઓની માત્રને માત્ર યોગ્ય સારવાર અને સારા ખાનપાનથી સારવાર કરી શકાય છે. 100માંથી માત્ર 15% બીમારીમાં જ તબીબી ઉપચારની જરૂર પડે છે.

Life style AYURVEDA 04_GUJARAT_FIRST

મહર્ષિ વાગ્ભટ્ટે નિરોગી જીવન માટે આપેલા અમૃત સમાન સૂત્રો

નિયમ 1: પાણી પીતી વખતે શું ધ્યાનમાં રાખવું?

  • સવારે ઉઠીને તરત જ પાણી પીવુ
  • ભોજન પછી તરત પાણી પીવાનું ટાળવું
  • હંમેશા એક એક ઘૂંટ ભરીને પાણી પીવું
  • ઠંડુ પાણી ક્યારે પીવું નહી
  • હુંફાળુ અથવા સામાન્ય નવશેકું પાણી પીવું

નિયમ 2: ભોજન કરવાનો યોગ્ય સમય

  • બ્રેકફાસ્ટ (Breakfast) માટે સૂર્યોદય પછી અઢી કલાકનો સમય સૌથી સારો
  • બપોરના ભોજનમાં બ્રેકફાસ્ટ કરતા થોડો ઓછો ખોરાક લેવો
  • રાત્રે સૌથી હળવો ખોરાક લેવાની આદત પાડવી
  • સવારે રાજા, બપોરે બાળક અને રાત્રે ભીક્ષુકની જેમ ખોરાક લેવાનું મુખ્ય સૂત્ર

નિયમ 3: ભાવતું ભોજન ક્યારે લેવું જોઈએ?

  • હેવી (Heavy) ખોરાક સવારે આરોગવો જોઈએ
  • મીઠાઈ અને તળેલો ખોરાક રાત્રે ખાવાનો ટાળવો
  • ખાંડ (Sugar) વાળી મીઠાઈ માત્ર સ્વાદ પૂરતી ખાવી

ભોજનથી પેટ ભરવાની સાથે મનની તૃપ્તિ થવી જોઈએ

મહર્ષિ વાગ્ભટ્ટના સૂત્રો મુજબ ભોજનથી માત્ર પેટ જ નહીં, પણ સાથે સાથે મનની તૃપ્તિ પણ થવી જોઈએ. ભોજન આરોગ્યા પછી જ્યારે મન સંતુષ્ટ હોય તો શરીરને જોઈતા પ્રમાણમાં પોષકતત્વો મળી જતા હોય છે. અને શરીરના અવયવો એન્જિન (Engine) ની જેમ કામ કરવા લાગે છે. ડિપ્રેશન (Depression) માં ઘટાડો થાય છે. માનસિક રોગો નથી થતા અને શરીર નિરોગી રહે છે. પરંતુ આપને જણાવી દઈએ કે, મનની તૃપ્તિનો અર્થ એવો નથી થતો કે, બિનઆરોગ્યપ્રદ ખોરાક લઈને તૃપ્તિ મેળવવી.

નોંધ- આ જાણકારી માત્ર સામાન્ય જાણકારી માટે છે. આ આર્ટિકલ (Article) કોઈ પણ સંજોગોમાં કોઈ પણ પ્રકારનો દાવો નથી કરતો. વધુ જાણકારી માટે વિષેજ્ઞો અને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

આ પણ વાંચો- નારંગીની છાલ કચરો નહીં પણ કામની વસ્તુ છે, આ રીતે કરો સદુપયોગ

Tags :
Advertisement

.

×