Bhavnagar : રાજ્યમાં 16 મી વસ્તી ગણતરી દરમ્યાન સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યો
- ભાવનગર જિલ્લાના તમામ તાલુકામાં સિંહોનો વસવાટ
- પાલિતાણાની આસપાસ 20 સિંહનો પરિવાર દેખાયો
- અત્યાર સુધીનું સૌથી મોટો સિંહ પરિવાર દેખાયો
- ભાવનગર જિલ્લો સિંહ માટે અનુકૂળ રહેણાંક સ્થળ
ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં હવે સિહોનો વસવાટ જોવા મળી રહ્યો છે.ગીરના સિંહોની સંખ્યામાં થયેલા વધારાને પગલે સિંહો હવે ઘણા લાંબા સમય અગાઉથી જંગલની બહાર નીકળી આસપાસના જીલ્લામાં પોતાનું રહેઠાણ બનાવી વસવાટ કરી રહ્યા છે.સિંહની જાળવણી અને વસ્તી વધારા માટે વનવિભાગ દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
પાલિતાણાની આસપાસ 20 સિંહનો પરિવાર દેખાયો
રાજ્યમાં હાથ ધરવામાં આવેલી 16 મી સિંહની વસ્તી ગણતરી દરમિયાન ભાવનગરના પાલીતાણા નજીક અત્યાર સુધીનું સૌથી મોટું સિંહ કુટુંબ જોવા મળ્યું છે.20 સભ્યો સાથેના આ શાહી સિંહ પરિવારની સિંહ વસ્તી ગણતરી દરમ્યાન ભાવનગરની ટીમે ખાસ નોંધ લીધી છે.સૌરાષ્ટ્રમાં 20 સિંહોનો આ બીજો સમૂહ ભાવનગર જિલ્લાના પાલીતાણાની સાંજણાસર વિડી એટલે કે રાજસ્થળી-વીરડી વિસ્તારમાં જોવા મળ્યો હતો.આ પરિવારમાં બે પુખ્તસિંહ, છ સિંહણ અને ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના આશરે 13 બચ્ચાઓ સામેલ છે.જ્યારે વસ્તી ગણતરી દરમ્યાન આ જ વિસ્તારમાં નવ સિંહ સાથેનો અન્ય એક સમૂહ પણ જોવા મળ્યો હતો.
2022માં 18 સિંહ સભ્યોનો પરિવાર કેમેરામાં થયો હતો કેદ
જે ભાવનગર જિલ્લાને સિંહ માટે મહત્ત્વપૂર્ણ અને અનુકૂળ રહેણાંક સ્થળ બની ગયું હોવાનું દર્શાવે છે.અત્યાર સુધીના સૌથી મોટા પરિવારમાં 18 સિંહનો સમૂહ જોવા મળ્યો હતો. જે 2022માં ગડકબારી ખાતે એક ફોટોગ્રાફરે કેમેરામાં કેદ કર્યા હતો.જ્યારે વનવિભાગ દ્વારા સિંહોને ઉનાળામાં ખાસ પાણી સહિતની કોઈ મુશ્કેલી ના પડે તે અંગેની પુરી તકેદારી રાખી રહ્યા છે.જ્યારે હાલ વસ્તી ગણતરી પૂર્ણ થઈ ચૂકી છે જેનો સત્તાવાર આંક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ ભાવનગર વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
સાદિક મુંજાવર (ડીસીએફ,ભાવનગર)
આ પણ વાંચોઃ Vadodra : સસ્તા અનાજના દુકાનદાર સામે કાર્યવાહી, આટલા દિવસ માટે પરવાનો રદ્દ
ભાવનગરમાં 73 જેટલા સિંહોની ગણતરી થઈ : સાદિક મુંજાવર (DCF,ભાવનગર)
ભાવનગરના DCF સાદિક મુંજાવરે જણાવ્યું હતું કે, 2020 ની જે ગણતરી થઈ હતી. તે મુજબ ભાવનગરમાં 73 જેટલા સિંહોની ગણતરી થઈ હતી. જે ગણતરી 2025 માં પૂર્ણ થવા પામી છે. 12 થી 14 મહિના દરમ્યાન સિંહોની વસ્તી ગણતરી પૂર્ણ થવા પામી છે. આ ગણતરીમાં 500 થી વધુ વન વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ તેમજ વોલીન્ટીયરોએ ભાગ લીધો હતો. ગઈકાલે તે ગણતરી પૂર્ણ કરી છે. આ ગણતરી દરમ્યાન અત્યાર સુધીનું સિંહોનું સૌથી મોટું જે ગ્રૂપ છે. એ પાલિતાણા ખાતે આવેલ જંગલમાં જોવા મળેલ છે. આ જે સિંહોનું ગ્રુપ છે તેમાં બે પુખ્ત નર, છ માંદા, અને તેમના ત્રણ મહિનાથી એક વર્ષ સુધીના 12 બચ્ચા આવા કુલ 20 સિંહોનો સમુહ જોવા મળેલ છે.
આ પણ વાંચોઃ Jamnagar : દરીયાઈ માર્ગથી નજીક આવેલ ફલ્લા ગામ ટેકનોલોજીનો ઉપયોગ કરી સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર