ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Liquor Theft : વડોદરા ગ્રામ્યમાં પોલીસે પહેલાં દારૂ ચોરી કર્યો અને પછી કેમ સળગાવી દીધો ?

વડોદરા ગ્રામ્ય પોલીસે ટ્રકમાંથી ચોરી કરાયેલા લાખોના વિદેશી દારૂ (Liquor Theft) મામલે ડીવાયએસપી મિલન મોદીને તપાસ સોંપી છે.
06:18 PM Aug 07, 2025 IST | Bankim Patel
વડોદરા ગ્રામ્ય પોલીસે ટ્રકમાંથી ચોરી કરાયેલા લાખોના વિદેશી દારૂ (Liquor Theft) મામલે ડીવાયએસપી મિલન મોદીને તપાસ સોંપી છે.

Liquor Theft : ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારથી દારૂબંધી છે તેમ છતાં પીનારા અને પકડનારા તેમાંથી બાકાત રહી શકતા નથી. દારૂ વેચનારા અને પ્યાસીઓને પકડવાની સત્તા જેની પાસે છે તે ખાખીધારી અનેક વખત શરાબને લઈને અનેક વખત વિવાદોમાં આવ્યા છે. કેટલાંક તો પોલીસ ચોપડે પણ ચઢ્યાં છે. આજે વાત છે, શરાબ માફિયા પાસેથી લાખો રૂપિયાનો તોડ કરનારા હે.કૉ. સાજણ આહિરને પકડનારી વડોદરા ગ્રામ્ય પોલીસ (Vadodara Rural Police) ટ્રકમાંથી ચોરી કરાયેલા લાખોના વિદેશી દારૂ (Liquor Theft) મામલે ડીવાયએસપી મિલન મોદીને તપાસ સોંપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કૉન્સ્ટેબલ સાજણ આહિરની કરતૂતો સમયે કૂદકા મારતાં સિનિયર આઈપીએસ દારૂ ચોરી અને મુદ્દામાલ નાશ કરાયો હોવાના મુદ્દે મૌન બની ગયા છે.

 

દારૂ ચોરીનો શું છે સમગ્ર મામલો ?

વડોદરા ગ્રામ્યના જરોદ પોલીસ સ્ટેશન (Jarod Police Station) ના ચોપડે હેડ કૉન્સ્ટેબલ ભગીરથસિંહ હઠીસિંહે ટ્રક ડ્રાઈવર, કલીનર અને દારૂ મંગાવનાર-મોકલનાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ગત 4 ઑગસ્ટના રોજ પીઆઈ એમ. આર. ચૌધરી (Mayur R Chaudhari PI) ને મળેલી બાતમી આધારે આસોજ આઉટ પૉસ્ટ વિસ્તારમાંથી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક કન્ટેનર દારૂ ભરીને પસાર થવાની છે. જે માહિતીના આધારે ઝોર્ડની કંપનીની સામેના કટ પાસે સાંજે પોણા પાંચ કલાકે ટ્રકને ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી 180 એમએલની 36 હજાર 48 નંગ બૉટલો (કિંમત 39.65 લાખ) મળી આવી હતી. આ મામલે કન્ટેનર ડ્રાઈવર અને કલીનરની ધરપકડ કરી ટ્ર્ક સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.

આ પણ  વાંચો -RTI for CCTV Footage : પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ આપવાનો આદેશ કેટલાં પોલીસવાળા માનશે ?

પોલીસે દારૂ ચોર્યો અને નાશ પણ કર્યો

જરોદ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ નિમણૂક પામેલા ડાયરેક્ટ પીઆઈ મયુરભાઈ રામજીભાઈ ચૌધરીની બાતમી આધારે પકડાયેલા લાખો રૂપિયાના દારૂમાંથી અનેક પેટીઓ ચોરાઈ  છે. દારૂ ભરેલી ટ્રકને રસ્તાની બાજુ પર લઈ જઈને કેટલાંક શખ્સો કારમાં દારૂની પેટીઓ ભરતા હોવાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલો મીડિયામાં ગાજતા વડોદરા એસપી રોહન આનંદે (Rohan Anand SP) એસસીએસટી સેલના ડીવાયએસપી મિલન મોદી (Milan Modi DySP) ને તપાસ કરવા હુકમ કર્યો છે. વાસ્તવમાં ચોરી લેવાયેલો વિદેશી દારૂ (Liquor Theft) કેટલાંક પોલીસવાળાઓએ તેમના સાહેબના આદેશથી સળગાવી દીધો છે.

ચોરી કરાયેલો દારૂ કેમ સળગાવી દીધો ?

દારૂ ભરેલી ટ્રક પોલીસ સ્ટેશન ખાતે લઈ જતાં પહેલાં તેમાંથી કેટલીક પેટીઓ કાઢી લઈને ખાનગી કારમાં મુકતા કેટલાંક શખ્સો વીડિયોમાં કેદ થયાં છે. આ શખ્સોમાં જરોદ પોલીસ સ્ટેશનના કેટલાંક કર્મચારી અને કહેવાતા વહીવટદાર પર સામેલ છે. Liquor Theft નો મામલો જે-તે દિવસે જ સ્થાનિક પોલીસ અધિકારીઓના ધ્યાને આવી ગયો હતો અને આ વાત લીક થઈ ગઈ કે કરાઈ હતી. જો , ચોરી કરાયેલો ભારતીય બનાવટનો વિદેશી દારૂ સ્થાનિક બુટલેગર કે અન્ય કોઈ છુપા સ્થળેથી તપાસ દરમિયાન મળી આવે તો પોલીસ સામે ઠોસ કાર્યવાહી કરવા પુરાવા મળે. આથી પોલીસ અધિકારીની સલાહ પર ખાખીધારી ચોર ટોળકીએ પુરાવાનો નાશ કરવા જરોદ ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ચોરી કરાયેલા દારૂનો તમામ જથ્થો સળગાવી દીધો છે.

આ પણ  વાંચો -Police Chintan Shibir : ત્રણ દિવસ માટે રાજ્યની પોલીસ કચેરીઓમાં સિનિયર અધિકારી નહીં મળે, કામ હોય તો જવાનું ટાળજો

વિવાદીત પીઆઈને અધિકારીઓ છાવરે છે

વર્ષ 2021ની બેચના ડાયરેક્ટ પીઆઈ મયુરભાઈ રામજીભાઈ ચૌધરી વડોદરા ગ્રામ્યમાં ત્રણેક વર્ષથી ફરજ બજાવે છે. PI M R Chaudhari અગાઉ મંજુસર પોલીસ સ્ટેશન ખાતે કાર્યરત હતા ત્યારે દારૂના ધંધાની બેફામ પ્રવૃત્તિ તેમને નડી હતી. Gujarat DGP Vikas Sahay એ ગ્રામ્ય એસપી રોહન આનંદને આદેશ કર્યો હતો કે, પીઆઈ મયુર ચૌધરીને બિનસંવેદનશીલ સ્થાને ફરજ આપવી. જો કે, આ આદેશ બાદ એસપીએ કંટ્રોલ રૂમમાં ખસેડાયેલા પીઆઈ એમ. આર. ચૌધરીને વડુ પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક આપી હતી. વડુ પોલીસ સ્ટેશનના કાર્યકાળ દરમિયાન ઉચ્ચ અધિકારીના નામે આર્થિક લાભાલાભ મેળવવા જતાં ચૌધરીને ફરીથી કંટ્રોલ રૂમમાં જવું પડ્યું હતું. તાજેતરમાં ફરી એક વખત રાજકીય દબાણ હેઠળ જરોદ પીઆઈ તરીકે સંવેદનશીલ સ્થાને ચૌધરીને એસપી રોહન આનંદે નિમણૂક આપી છે.

Tags :
Bankim PatelGujarat DGP Vikas SahayGujarat FirstJarod Police StationLiquor TheftMayur R Chaudhari PIMilan Modi DySPPI M R ChaudhariRohan Anand SP
Next Article