Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Dhuleti 2026: ધૂળેટીના પર્વે ક્યાંક આનંદનો માહોલ તો ક્યાંક નિયમોના ધજાગરા અને પોલીસની કાર્યવાહી, જાણો અત્યાર સુધીની અપડેટ

dhuleti 2026  ધૂળેટીના પર્વે ક્યાંક આનંદનો માહોલ તો ક્યાંક નિયમોના ધજાગરા અને પોલીસની કાર્યવાહી  જાણો અત્યાર સુધીની અપડેટ
Advertisement

Dhuleti 2026 Live: આજે સમગ્ર ગુજરાતમાં હોળી બાદ બીજા દિવસે ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ સૌ કોઈ રંગોના ઉત્સવમાં તરબોળ જોવા મળી રહ્યા છે. શેરીઓ અને સોસાયટીઓમાં 'હોલી હૈ' ના નાદ સાથે લોકો એકબીજાને ગુલાલ અને પાણીથી ભીંજવી રહ્યા છે. રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં તહેવાર ઉજવાય અને કોઈ અણબનાવ ન બને તે માટે ગુજરાત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવી દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી (DyCM Harshabhai Sanghvi) એ રાજ્યનાં નાગરિકોને હોળી અને ધુળેટી પર્વની શુભેચ્છા પાઠવી છે અને સૌના સુખાકારી અને રાજ્ય-દેશના વિકાસ માટે પ્રાર્થના કરી છે.

રાજ્યભરમાં ધુળેટીની કેવી રીતે થઈ રહી છે ઉજવણી અહીં જુઓ સતત LIVE અપડેટ.....

Advertisement

Advertisement

રાજકોટના રેસકોર્ષ રિંગ રોડ પર જાહેરનામાના ધજાગરા, પોલીસની કાર્યવાહી

March 4, 2026 4:45 pm

થઈને જાહેરમાં કલર ઉડાડ્યો હતો, જેની પર પ્રતિબંધ હોવા છતાં લોકોએ નિયમોને નેવે મૂક્યા હતા. આ મામલે પોલીસ એક્શનમાં આવી છે અને જાહેરનામાનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવાના હુકમ છતાં હજુ પણ લોકો જાહેરમાં રંગે રમતા જોવા મળ્યા હતા. પોલીસે અનેક લોકોને અટકાવીને જાહેરમાં કલર ન ઉડાડવા માટે સમજાવટ અને કડક સૂચના આપી હતી

અમરેલીમાં ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના નિવાસસ્થાને ધૂળેટીની રમઝટ

March 4, 2026 4:45 pm

અમરેલી જિલ્લામાં આજે ધૂળેટીના પર્વની ઠેર-ઠેર હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રાજુલાના લોકપ્રિય ધારાસભ્ય હિરાભાઈ સોલંકીના નિવાસસ્થાને ધૂળેટીની વિશેષ ઉજવણીનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં સમર્થકો અને સ્થાનિકો ઉમટી પડ્યા હતા. ધારાસભ્યએ પોતે પણ ઉત્સાહભેર ઢોલ વગાડીને રંગોના આ પર્વની ઉજવણી કરી હતી. લોકોએ એકબીજાને ગુલાલથી રંગી, ઢોલના તાલે ઝૂમીને પર્વને યાદગાર બનાવ્યું હતું.

ગાંધીનગરના પેથાપુરના પંચામૃત ફ્લેટમાં રહીશોએ માણી રંગોની મજા

March 4, 2026 4:45 pm

ગાંધીનગરના પેથાપુર વિસ્તારમાં આવેલા પંચામૃત ફ્લેટના રહીશોએ ધૂળેટીના પર્વની રંગેચંગે ઉજવણી કરી હતી. એપાર્ટમેન્ટના પ્રાંગણમાં તમામ રહીશો એકઠા થયા હતા અને એકબીજાને વિવિધ રંગોથી રંગીને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. બાળકોથી લઈને વડીલો સુધીના તમામ લોકો હળવા મને ધૂળેટી રમતા જોવા મળ્યા હતા. ભાઈચારો અને આનંદના માહોલમાં સ્થાનિકોએ એકબીજાના મોઢા રંગીને આ પર્વને ખૂબ જ ઉત્સાહપૂર્વક માણ્યું હતું.

અમરેલીના સ્માર્ટ વિલેજમાં જળવાઈ પરંપરા, મંત્રી કૌશિકભાઈ વેકરીયાએ માણી અનોખી રમત

March 4, 2026 3:08 pm

અમરેલી (Amreli) જિલ્લાના સ્માર્ટ વિલેજ (Smart Village) તરીકે જાણીતા દેવરાજીયા ગામે હોળીના પર્વે સૌરાષ્ટ્રની વર્ષો જૂની વિસરાતી પરંપરા (Fading Tradition) આજે પણ જીવંત જોવા મળી હતી, જ્યાં રાજ્યના ઉર્જા મંત્રી (Minister of State for Energy) કૌશિકભાઈ વેકરીયાએ ગ્રામજનો અને યુવાનો સાથે મળીને અનોખી 'શ્રીફળ ફાળા' (Coconut Breaking Game) ની રમતનો આનંદ માણ્યો હતો. આ રમતની ખાસિયત એ છે કે તેમાં ખેલાડીએ આંખે પાટા (Blindfolded) બાંધીને જમીન પર રાખેલા શ્રીફળને લાકડીના ફટકાથી ફોડવાનું હોય છે, જે સૌરાષ્ટ્રની સંસ્કૃતિની (Culture of Saurashtra) એક આગવી ઓળખ છે. મંત્રી કૌશિક વેકરીયાએ પોતે આ રમતમાં જોડાઈને ગ્રામીણ વારસાને પ્રોત્સાહન આપ્યું હતું, જેના વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ (Viral) થયા છે. દેવરાજીયાના ગ્રામજનોએ આધુનિક યુગમાં પણ પોતાની આ પરંપરાગત રમતની રમઝટ (Festivity) જાળવી રાખીને સમગ્ર પંથકમાં આકર્ષણ જમાવ્યું હતું.

અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે ધુળેટી ઉજવણી

March 4, 2026 3:07 pm

અમદાવાદના ઐતિહાસિક કાલુપુર સ્વામિનારાયણ મંદિર (Kalupur Swaminarayan Temple) ખાતે ૨૦૦ વર્ષ જૂની પરંપરા (Tradition) મુજબ ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આશરે ૧૦૦૦થી વધુ શ્રદ્ધાળુઓ (Devotees) ભક્તિમય માહોલમાં રંગાયા હતા. આ મહોત્સવની ખાસિયત એ હતી કે તેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક રંગોને બદલે ૨૦૦૦ કિલોથી વધુ તાજા ફૂલો (Flowers) માંથી તૈયાર કરવામાં આવેલા કુદરતી રંગોનો (Natural Colors) ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભગવાન સ્વામિનારાયણના સમયથી ચાલી આવતી આ પ્રાચીન પરંપરાને જાળવી રાખીને દર વર્ષે અહીં પ્રાકૃતિક અને સ્વાસ્થ્યપ્રદ રીતે રંગોત્સવ (Festival of Colors) મનાવવામાં આવે છે, જેમાં સંતો દ્વારા ભક્તો પર પુષ્પોના રંગોનો છંટકાવ કરીને વાતાવરણને દિવ્ય (Divine) બનાવવામાં આવ્યું હતું.

પોરબંદરના કડછ ઘેડ ગામે 750 વર્ષ જૂની હોળી ધૂળેટીની પરંપરા

March 4, 2026 3:07 pm

પોરબંદરના કડછ ઘેડ ગામે 750 વર્ષ જૂની હોળી ધૂળેટીની પરંપરા આ વર્ષે પણ જળવાઈ. કડછ ઘેડ ગામે ગોટા ઉત્સવની ધૂળેટી મનાવવાની પરંપરા.લોકો કપડા પલાળી વળ આંટી ચડાવીને વાર કરી આનંદ માણે છે. ગામના બે ગ્રૂપ સામસામે ગોટો બનાવી વાર કરી આનંદ માણે છે. મહેર સમાજમાં રહેલ શૌર્ય અને ઝનૂન ધુળેટીના પર્વ પર બતાવી. દર વર્ષેની જેમ આ વર્ષે પણ કડછ મહેર સમાજ ઉજવણી કરી હતી.

અમરેલીમાં ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયાની ધૂળેટીની ઉજવણી

March 4, 2026 3:07 pm

અમરેલીમાં ઉર્જા પ્રધાન કૌશિક વેકરિયાની ધૂળેટીની ઉજવણી કરી હતી. શહેરના ગણેશ પાર્ટી પ્લોટમાં ધૂળેટીની શાનદાર ઉજવણી કરી હતી. સાંસદ ભરત સુતરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજર રહ્યા હતા. શહેરીજનોએ મંત્રીનું ભવ્ય સ્વાગત કરી રંગેચંગે ઉજવણી કરી હતી. મતભેદ અને મનભેદ ભૂલી સાથે ઉજવણી કરવા અપીલ કરી.

હિતુ કનોડિયા અને મોના થીબાએ ધામધૂમથી મનાવી ધૂળેટી

March 4, 2026 12:49 pm

ગાંધીનગરમાં ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં સિતારાઓએ પણ ધુળેટીની મજા માણી રહ્યા છે. ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સિતારાઓની વચ્ચે, જ્યાં ટીમે જાણીતા કલાકાર હિતુ કનોડીયા અને મોના થીબા સાથે ખાસ સંવાદ કર્યો હતો. તેમણે રગોત્સવનું મહત્ત્વ સમજાવ્યું અને લોકોને હોળી-ધુળેટીની શુભેચ્છા પાઠવી છે.

સુરતમાં આજે ધુળેટી પર્વ રંગેચંગે ઉજવણી

March 4, 2026 12:28 pm

સુરતી લાલાઓ ધુળેટીમાં મોજ મસ્તી કરી રહ્યા છે. ડીજેનાં તાલે સુરતીઓ ધુળેટીનો આનંદ માણી રહ્યા છે. યુવાઓથી લઈને વૃદ્ધ સુધી બધા ધુળેટીના રંગોમાં રંગાઈ ગયા છે. સુરતની ધુળેટીમાં લોચો, ઠંડાઈ રંગોનો સંગમ જોવા મળી રહ્યો છે. કેનેડાથી મિત્ર પરિવાર સુરત આવી ધુળેટી મનાવી રહ્યો છે.

ગાંધીનગરમાં ધારાસભ્ય રીટા પટેલે લોકો સાથે કરી ધુળેટીની ઉજવણી

March 4, 2026 12:04 pm

ગાંધીનગર ખાતે હોળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. હોળી પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ છે. ધારાસભ્ય રીટા પટેલે કાર્યકરો સાથે હોળી પર્વની ઉજવણી કરી. રંગોત્સવની ઉજવણીમાં સ્થાનિકો પણ જોડાયા છે.

કેન્દ્રીય મંત્રી Nimuben Bambhaniya એ કરી ધૂળેટી પર્વની ઉજવણી

March 4, 2026 11:56 am

ભાવનગરમાં કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાએ ધૂળેટી પર્વની ઉજવણી કરી છે. પરિવાર અને મિત્રો સાથે નિમુબેને રંગોત્સવનો આનંદ માણ્યો. પોતાના નિવાસસ્થાને પડોશીઓ સંગાથે ધૂળેટીની ઉજવણી કરી. કેન્દ્રીય મંત્રીએ ભાવનગરના લોકોને પર્વની શુભેચ્છાઓ પાઠવી.સ્નેહીજનો સાથે હોળી-ધૂળેટી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી.

Dhuleti 2026 Live: વડોદરા પોલીસ દ્વારા હોળી ધુળેટીના ઉજવણી

March 4, 2026 11:11 am

આજે દેશમાં ધૂળેટી પર્વે ભારે હર્ષોઉલ્લાસ જોવા મળી રહ્યો છે. દેશના અનેક ક્ષેત્રોમાં ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરામાં પોલીસ કમિશનરના નિવાસસ્થાને ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરાઈ. પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારજનો પણ ઉજવણીમાં જોડાયા.

Dhuleti 2026 Live: DyCM હર્ષભાઈ સંઘવીએ વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે ઉજવી ધૂળેટી

March 4, 2026 11:07 am

સુરતમાં DyCM હર્ષભાઈ સંઘવીએ વડીલોના જીવનમાં રંગો પૂરવા વૃદ્ધાશ્રમ ધૂળેટીની ઉજવણી કરી છે. DyCM હર્ષભાઈએ સંઘવીએ વૃદ્ધાશ્રમના વડીલોને હૂંફ આપતાં વડીલોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.

Dhuleti 2026 Live: ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ધૂળેટીની ઉજવણી

March 4, 2026 11:03 am

ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડન ખાતે મહાનગરપાલિકા દ્વારા ધૂળેટીની ઉજવણી કરાઈ. ગાંધીનગરના નગરજનો સાથે મેયર પણ રંગોત્સવના રંગે રગાયા.

Dhuleti 2026 Live: શક્તિપીઠ અંબાજી મંદિરમાં ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી

March 4, 2026 10:44 am

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.આજે ધુળેટી પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા હતા અને સવારની મંગળા આરતી પૂર્ણ થયા બાદ ભક્તો મંદિર પરિસરમાં ધૂળેટી પર્વ રમ્યા હતા અને કલર લગાવીને રંગોના તહેવારની ઉજવણી કરી હતી.ભક્તો ધૂળેટીના દિવસે ગરબા રમી પર્વની ઉજવણી કરી હતી.મંદિર ખાતે ધુળેટી પર્વને વિશેષ રીતે ફૂલો વરસાવી ઉજવણી કરાઈ હતી.

Dhuleti 2026 Live: DyCM હર્ષભાઈ સંઘવીએ પાઠવી ધૂળેટીની શુભકામનાઓ

March 4, 2026 10:40 am

નાયમ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ તમામને ધૂળેટીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે X પર સાહિત્યિક ભાષમાં લખ્યું સજે પ્રકૃતિ સોળ શણગાર, ધૂળેટીના રંગો આપના જીવનને અપાર ખુશીઓ અને આનંદથી રંગી દે.ધૂળેટીની આપને અને આપના પરિવારને હૃદયપૂર્વક શુભેચ્છાઓ.

Dhuleti 2026 Live: હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણને નવી ઉર્જાથી ભરી દે : PM Modi

March 4, 2026 10:35 am

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હોળીનો તહેવાર સમગ્ર વાતાવરણને નવી ઉર્જાથી ભરી દે છે. આ તહેવારની સૌથી મોટી વિશેષતા છે. જે રીતે ખુશીના રંગો સર્વત્ર પથરાયેલા જોવા મળે છે, તે દરેકને આનંદ અને ઉમંગથી ભીંજવે છે. તેમણે એક શ્લોક પણ લખ્યો છે.

Dhuleti 2026 Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાઠવી શુભેચ્છાઓ, પર્યાવરણના જતનની કરી અપીલ

March 4, 2026 10:31 am

ધૂળેટી પર્વની ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે X પર લખ્યું આનંદ, ઉલ્લાસ અને સૌહાર્દના પર્વ ધુળેટી નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સૌ સાથે મળીને આ રંગોત્સવને એવી રીતે ઉજવીએ કે પર્યાવરણનું પણ જતન થાય.રંગોનો આ તહેવાર સૌના જીવનમાં નવી આશા અને ઉત્સાહના રંગો પૂરે તથા આપણું સામાજિક જીવન પરસ્પર સ્નેહ અને મીઠાશથી મહેકતું રહે તેવી અભ્યર્થના.

Dhuleti 2026 Live: પાણીની બચત સાથે 700 બાળાઓએ કરી ધૂળેટીની ઉજવણી

March 4, 2026 10:27 am

રાજકોટની કડવીબાઈ વિરાણી કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા ધૂળેટીની ઉજવણી. 700 જેટલી બાળા અનોખી ઉજવણી કરી.પાણી બચવા માટે તિલક હોળી રમી સાથે ફૂલોથી ધૂળેટીની ઉજવણી કરી. છેલ્લા બે વર્ષ થી ફૂલોથી ધૂળેટી ઉજવણી કરવામાં આવે છે. છાત્રાલયની બાળા ગરબે પણ ઘૂમી.

Dhuleti 2026 Live: અમદાવાદમાં રંગ, સંગીત અને મસ્તીના સંગમ સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી

March 4, 2026 10:23 am

અમદાવાદ શહેરમાં આજે ધૂળેટીના પર્વની ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. "બુરા ના માનો હોળી હૈ" ના નાદ સાથે સમગ્ર શહેર રંગોત્સવના માહોલમાં રંગાયેલું જોવા મળ્યું હતું. ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા પાર્ટી પ્લોટમાં યુવાધનમાં ભારે ક્રેઝ જોવા મળ્યો છે. યુવાનો ડીજેના તાલે અને મ્યુઝિકના બીટ પર ઝૂમતા નજરે પડ્યા. રંગ, ગુલાલ અને સંગીતના અનોખા સંગમ વચ્ચે મિત્રો અને પરિવારજનોએ એકબીજાને રંગીને તહેવારનો આનંદ માળી રહ્યા છે. આજના ડિજિટલ યુગમાં યુવાનોમાં સેલ્ફી અને ડાન્સનો પણ ભારે ક્રેઝ જોવા મળ્યો. લોકોએ રંગીન ચહેરાઓ સાથે યાદગાર પળોને કેમેરામાં કેદ કરી.

Dhuleti 2026 Live: અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા હોળી ધૂળેટીની ઉજવણી

March 4, 2026 10:16 am

મકરબા હેડ ક્વાર્ટર રાઉન્ડ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.અમદાવાદ જિલ્લા SP અને PI સહિતનાં સ્ટાફે કરી ઉજવણી. પોલીસ કર્મચારીઓ અને તેના પરિવારજનો પણ ઉજવણીમાં જોડાયા.

Dhuleti 2026 Live: ગાંધીનગર ખાતે હોળી પર્વની ઉજવણી

March 4, 2026 10:14 am

ધારાસભ્ય રીટા પટેલે કાર્યકરો સાથે હોળી પર્વની ઉજવણી કરી. રંગોત્સવની ઉજવણીમાં સ્થાનિકો પણ જોડાયા છે.

Dhuleti 2026 Live: વિસનગરમાં ખાસડા યુદ્ધ કેમ ખેલાઈ છે? જાણો

March 4, 2026 10:11 am

ધૂળેટીના પર્વ પર ગુજરાતમાં રંગોની ઉજવણી થાય છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં આ પર્વ અનોખી રીતે ઉજવાય છે. અહીં છેલ્લા 100વર્ષથી 'ખાસડા યુદ્ધ'ની પ્રાચીન પરંપરા ચાલી આવે છે. રંગોના બદલે લોકો એકબીજા પર જૂના ખાસડા ફેંકતા હતા. જેના કારણે આ નામ પડ્યું. સમય જતાં આ પરંપરામાં બદલાવ આવ્યો છે. હવે ખાસડાને બદલે ટામેટાં, બટાકા, રીંગણ, ડુંગળી જેવા શાકભાજીનો ઉપયોગ થાય છે. વહેલી સવારે મંડી બજાર વિસ્તારમાં ઉત્તર વિભાગના મોદી, ઠાકોર, પટેલ સમાજ અને દક્ષિણ વિભાગના બ્રાહ્મણ, કંસારા, વાણિયા તથા પટેલ સમાજના લોકો બે જૂથમાં વહેંચાઈ જાય છે. બંને જૂથો આમને-સામને ઊભા રહીને શાકભાજી તથા ખાસડા ફેંકે છે, જેમાં યુદ્ધ જેવો માહોલ રચાય છે. એવી માન્યતા છે કે જેને ખાસડું કે શાકભાજી વાગે તેનું આખું વર્ષ સારું જાય છે. યુદ્ધ પૂરું થતાં ચોકમાં ખજૂર ભરેલો ઘડો મેળવવા માટે ઘર્ષણ થાય છે. વિજેતા જૂથ ઘરે-ઘરે ફરીને ખજૂર વહેંચે છે. આ પરંપરા મહારાષ્ટ્રથી આવી હોવાનું કહેવાય છે.

Dhuleti 2026 Live: વડોદરાના કમાટીબાગ ખાતે મોર્નિંગ વોકર્સ દ્વારા ધૂળેટીની ઉજવણી

March 4, 2026 10:04 am

ધૂળેટીના પાવન પર્વે કમાટીબાગમાં રંગોત્સવનો માહોલ જોવા મળ્યો. સવારે ફરવા આવતા લોકોએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ આપી. વોકર્સ હાસ્ય અને આનંદ વચ્ચે ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યા છે. ડી.જે.ના તાલ સાથે ડાન્સ અને ગરબે પણ ઘૂમી રહ્યા છે.

Dhuleti 2026 Live: સુરતી લાલાઓમાં ધૂળેટીનો અનેરો ઉત્સાહ, લોચાની મજા સાથે રંગોત્સવની જમાવટ

March 4, 2026 10:00 am

આજે દેશભરમાં પ્રેમ અને સુવાસના પર્વ એવી ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે 'સુરતી લાલાઓ' પણ આ મસ્તીમાં પાછળ રહ્યા નથી. સુરતના ગલી-મહોલ્લાઓથી લઈને સોસાયટીઓ સુધી દરેક જગ્યાએ ડી.જે.ના તાલે યુવાઓથી લઈને વૃદ્ધો હોળીના રંગોમાં રંગાયેલા જોવા મળ્યા. સુરતીઓ માટે ખાણી-પીણી વગર કોઈ પણ તહેવાર અધૂરો છે, ત્યારે એક તરફ કેસરી ઠંડાઈ અને બીજી તરફ ગરમાગરમ 'સુરતી લોચા'ની મેજબાની સાથે રંગોનો અનેરો સંગમ જોવા મળ્યો છે.

Dhuleti 2026 Live: રાજકોટ MLA રમેશભાઈ ટીલાળાએ દ્વારા ધૂળેટીની ઉજવણી કરાઈ

March 4, 2026 9:56 am

રાજકોટ ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પોતાના નિવાસ્થાને મિત્રો, પડોશીઓ અને પરિવાર સાથે મળી ધૂળેટીની ધૂમધામથી ઉજવણી કરી.

Dhuleti 2026 Live: દાહોદ ગરબાડા ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો

March 4, 2026 7:52 am

આજે દાહોદ ગરબાડા ગાંગરડી ગામે પરંપરાગત ચુલનો મેળો યોજાયો છે. ધુળેટીના દિવસે દૂર દૂરના ગામોથી હજારો લોકો ઉમટ્યા છે. મેળામાં શ્રદ્ધાળુઓએ ઠંડી- ગરમ ચુલ પર ચાલી માનતા પૂરી કરી રહ્યા છે.ધગધગતા અંગારા પર ઉઘાડા પગે ચાલવા છતાં દાઝતાં નથી. બાળકો અને પ્રાણીઓની સુરક્ષા માટે અગ્નિદેવતાની બાધા રાખવામાં આવે છે. જે આજના દિવસે પૂર્ણ કરવામાં આવે છે. ગરબાડા પોલીસે મેળામાં પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

This Live Blog has Ended
Advertisement

.

×