Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

ડ્રગ્સ સામે Gujarat Police નું મહાઅભિયાન, ગણતરીના દિવસમાં 55 આરોપીઓ જેલ ભેગા

ડ્રગ્સ સામે gujarat police નું મહાઅભિયાન  ગણતરીના દિવસમાં 55 આરોપીઓ જેલ ભેગા
Advertisement

Gujarat Police ની ડ્રગ્સ સામે કડક કાર્યવાહી : નવા વર્ષની તૈયારીઓ વચ્ચે રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે તાબડતોડ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કાર્યવાહી થકી માત્ર અમદાવાદ પોલીસે જ ગણતરીના દિવસો એટલે કે માત્ર દસ દિવસમાં જ 21 કેસ નોંધીને 25 આરોપીઓને જેલના સળીયા ગણતા કરી દીધા છે. તો સુરત પોલીસ પણ ડ્રગ્સના દૂષણ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. સુરત પોલીસે ડિસેમ્બર મહિનામાં 25 કેસ નોંધ્યા છે. આ કેસ દમિયાન 30 આરોપીઓને પકડવામાં આવી ચૂક્યા છે. આમ ડિસેમ્બર મહિનામાં જ ડ્રગ્સ સાથે જોડાયેલા 55 આરોપીઓને જેલના સળીયા ગણતા કરી દેવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સૂચના પછી ગુજરાત પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે અભિયાન હાથ ધર્યું છે. જે હેઠળ અમદાવાદ અને સુરતમાં મોટા પ્રમાણમાં આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement

Advertisement

December 24, 2025 7:31 pm

અમદાવાદ-સુરત પોલીસ પહોંચશે ડ્રગ્સ માફિયાના મૂળિયા સુધી

December 24, 2025 7:29 pm

અમદાવાદ અને સુરત પોલીસ પકડાયેલા આરોપીઓને કડી બનાવીને ડ્રગ્સ માફિયાના મૂળિયા સુધી પહોંચવાની કોશિશમાં લાગ્યું છે. હાલમાં અમદાવાદ પોલીસ આરોપીઓના મોબાઈલ ડેટાને ખંગાળવામાં લાગી છે, તો સુરત પોલીસ પણ પોતાની આગવી સ્ટાઈલમાં આંતરાષ્ટ્રીય રીતે ડ્રગ્સ રેકેટને તોડી પાડવા માટે મજબૂત કાર્યવાહી હાથ ધરી છે. તો આગામી સમયમાં ડ્રગ્સ સામેનો અભિયાન તેજ કરવામાં આવશે. 31 ડિસેમ્બર સુધીમાં મોટા શહેરોમાં તપાસ ચાલું રહેશે.

ડ્રગ્સ ક્યાંથી આવે છે અને ક્યાં સપ્લાઈ થાય છે?

December 24, 2025 7:26 pm

રાજ્યમાં ડ્રગ્સના વધી રહેલા દૂષણને ડામવા માટે સરકાર તરફથી મળેલા નિર્દેશ પછી કરવામાં આવેલી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં બે શહેરોમાં 55 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ દરમિયાન સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગહેલોતે જણાવ્યું કે, અમે ડ્રગ્સ ક્યાંથી આવે છે અને ક્યાં સપ્લાઈ કરવામાં આવી રહ્યું છે, તેના ઉપર તપાસ કરી રહ્યાં છીએ. આમ આગામી દિવસોમાં મોટા ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

સુરત શહેરના કમિશ્નર અનુપમ સિંહ ગહેલોતે ડ્રગ્સ સામેના અભિયાન વિશે આપી વિસ્તારપૂર્વક માહિતી

December 24, 2025 7:18 pm

સુરત શહેરના કમિશ્નર અનુપમ સિંહ ગહેલોત દ્વારા ડ્રગ્સ સામેના અભિયાન વિશે જણાવતા કહ્યું કે, 31 ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને સુરત શહેરની પોલીસ અને પોલીસની વિવિધ એજન્સીઓએ શહેરભરમાં ડ્રાઈવ ચલાવી છે. આ દરમિયાન નશાસંબંધિત વસ્તુઓ વેચનારાઓ અને તેનો ઉપયોગ કરનારાઓ સામે કાર્યવાહી ચાલું છે. ચાલુ મહિનામાં લગભગ 25 કેસ કરવામાં આવ્યા છે. આ દરમિયાન તેમણે સુરત એરપોર્ટ પરથી બે વિવિધ કેસોમાં હાઇબ્રિડી ગાંજાને પકડી પાડવામાં આવ્યો હોવાના કેસનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ બંને કેસોમાં 9 કરોડ રૂપિયાનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે જ તમિલનાડૂના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

પકડેલા આરોપીઓના મોબાઈલના ડેટાની થશે તપાસ

December 24, 2025 7:10 pm

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલે જણાવ્યું કે, પકડાયેલા આરોપીઓના મોબાઈલના ડેટાને સમજીને ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવે છે? ક્યાં વિતરણ કરવામાં આવે છે? કોણ મંગાવે છે? ડ્રગ્સ મંગાવવા માટે કોણ ફંડ પુરૂ પાડે છે? તમામ રીતની તપાસ કરવામાં આવશે. આ તમામ કાર્યવાહીનું સુપરવિઝન ક્રાઈમ ડિસીપી અજીત રાજ્યન, એસઓજી ડીસીપી રાહુલ ત્રિપાઠી અધિકારીઓ પોતે કરી રહ્યાં છે.

અમદાવાદ-સુરત પોલીસનો નો ડ્રગ્સ ઈન સીટી અભિયાન હેઠળ કડક કાર્યવાહી

December 24, 2025 7:05 pm

અમદાવાદ અને સુરત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન તેજ કર્યું છે. આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં બંને શહેરોમાં 50 જેટલી ફરિયાદ નોંધીને 55 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તો હજું પણ નવા વર્ષ સુધીમાં જડબેસલાક બંધોબસ્ત વચ્ચે ચેકિંગ ચાલું રહેશે. પોલીસ વિભાગની વિવિધ એજન્સીઓને સીએમ અને ડેપ્યુટી સીએમ દ્વારા કડક આદેશ આપાવમાં આવ્યા છે કે, નવા વર્ષે દારૂ-ડ્રગ્સના દૂષણમાં વધારો થતો હોય છે. આ સૂચના પછી પોલીસ વિભાગે કડક હાથે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ પોલીસે માત્ર દસ દિવસમાં 21 કેસ નોંધીને 25 આરોપીઓની ધરપકડ કરી છે, તો સુરત પોલીસે પણ ગણતરીના દિવસોમાં 25 કેસ નોંધીને 30 આરોપીઓને પકડી પાડ્યા છે.

સુરત પોલીસે એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો 9 કરોડ રૂપિયાનો ગાંજો

December 24, 2025 6:39 pm

જાણો શું છે NDPS કાયદો...

December 24, 2025 6:35 pm

નો ડ્ર્ગ્સ ઈન અમદાવાદ અંતર્ગત પોલીસ તંત્રની કાર્યવાહી

December 24, 2025 6:25 pm

રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સજ્જ

December 24, 2025 6:20 pm

સુરત પોલીસની NDPS ડ્રાઈવમાં મોટી સફળતા : ચાલુ મહિનામાં 10 કરોડના ડ્રગ્સ જપ્ત, 30 આરોપી ઝડપાયા

December 24, 2025 6:07 pm

સુરત : સુરત પોલીસે ડ્રગ્સ વિરોધી વિશેષ અભિયાન (NDPS ડ્રાઈવ) હેઠળ ચાલુ મહિનામાં જોરદાર કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાનમાં અત્યાર સુધીમાં 25 NDPS કેસમાં કુલ 30 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં દહેશત ફેલાઈ છે અને શહેરને નશામુક્ત બનાવવાના પ્રયાસોને વેગ મળ્યો છે.તાજેતરમાં સુરત એરપોર્ટ પરથી બેંગકોકથી ફ્લાઈટ દ્વારા સપ્લાય કરવામાં આવતો હાઈબ્રિડ ગાંજો પકડાયો છે, જે આ અભિયાનની સૌથી મોટી સફળતા માનવામાં આવે છે. એક કેસમાં 17 કિલો અને બીજા કેસમાં 9 કિલો હાઈબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કુલ કિંમત અંદાજે 9 કરોડ રૂપિયા છે.

અમદાવાદ પોલીસની ડ્રગ્સના દૂષણ સામે કડક કાર્યવાહી- 10 દિવસમાં 25 આરોપીઓની ધરપકડ

December 24, 2025 6:04 pm

ગુજરાતમાં ડ્રગ્સના વધતા જતા દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સંપૂર્ણપણે સજ્જ થઈ ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના કડક આદેશો બાદ પોલીસ તંત્રે 'નો ડ્રગ્સ ઈન અમદાવાદ' અભિયાન અંતર્ગત તીવ્ર કાર્યવાહી હાથ ધરી છે. આ અભિયાનમાં પોલીસે એક જ દિવસમાં 21 NDPS કેસમાં 25 આરોપીઓને પકડી પાડ્યા છે, જેમાંથી 1 કરોડ રૂપિયાથી વધુ કિંમતનો ડ્રગ્સ અને અન્ય મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. 21 કેસમાં 25 આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (JCP) શરદ સિંઘલે આ અંગે મીડિયાને જાણકારી આપતા કહ્યું કે, "અમારી ટીમોએ ડ્રગ્સના મુદ્દે અત્યંત સતર્કતા સાથે કામ કર્યું છે. 21 કેસમાં 25 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને તેમના મોબાઈલ ફોનની તપાસ કરીને વધુ માહિતી મેળવવામાં આવી રહી છે. ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવે છે અને ક્યાં મોકલવામાં આવે છે તેની તપાસ ચાલુ છે." તેમણે વધુમાં જણાવ્યું કે, આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે અને તેઓ હવે વધુ સાવચેતીથી કામ કરી રહ્યા છે.

This Live Blog has Ended
Advertisement

.

×