Local Body Election માં ક્યાંક ગરમીનો પ્રકોપ, તો ક્યાંક સુવિધાઓના અભાવે જનતાનો રોષ
- Local Body Election: મતદાનમાં મિશ્ર પ્રતિસાદ
- ગુજરાતમાં લોકશાહીના પર્વ પર ગરમીનું ગ્રહણ
- બનાસકાંઠા અને ગાંધીનગરમાં બપોરે મતદાન મથકો સૂમસામ
- બનાસકાંઠામાં ગરમી નડી, મહેસાણા-દાહોદમાં ચૂંટણી બહિષ્કાર
Local Body Election ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના (Local Body Election) મતદાન દરમિયાન વિવિધ જિલ્લાઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. ક્યાંક આકરી ગરમીનો પ્રકોપ મતદાન પર ભારે પડ્યો છે, તો વળી અનેક ગામોમાં પાયાની સુવિધાઓ અને સરહદી વિવાદોને કારણે જનતાએ મતાધિકારનો ત્યાગ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો છે.
બનાસકાંઠા, ગાંધીનગરમાં આકરી ગરમીની અસર (Impact of Heat)
બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં અને ખાસ કરીને ડીસાના આખોલ (Akhol) વિસ્તારમાં બપોરના સમયે મતદાન મથકો સૂમસામ નજરે પડ્યા હતા. આકરી ગરમી અને પરાકાષ્ઠાએ પહોંચેલી લગ્નની સીઝનને (Wedding Season) કારણે મતદારોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. આવી જ સ્થિતિ ગાંધીનગરના બાલવા (Balwa) ગામમાં પણ જોવા મળી છે. અહીં સવારના સમયે લાઈનો લાગ્યા બાદ બપોરે ગરમીના કારણે માત્ર એકલ-દોકલ મતદારો જ કેન્દ્ર પર પહોંચી રહ્યા છે. ચૂંટણી તંત્રને (Election Authorities) આશા છે કે સાંજ પડતા ગરમીમાં ઘટાડો થતા જ મતદાનનો આંકડો ફરી ઉપર જશે.
આ પણ વાંચો------ Gujarat Election 2026 : લગ્નગાળાની સીઝનમાં રાજ્યભરમાં નવદંપતીએ કર્યું મતદાન
મહેસાણા અને ફાગવેલમાં ચૂંટણી બહિષ્કાર (Election Boycott in Mehsana and Phagvel)
મહેસાણા (Mehsana) મહાનગરપાલિકાની ચૂંટણીમાં દેલા (Dela) ગામના લોકોએ મનપામાં સમાવેશ કરવાના અને જમીન બચાવવાના મુદ્દે સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ચૂંટણી અધિકારીની સમજાવટ છતાં બે કલાક સુધી એક પણ મત પડ્યો નથી. તાવડીયા (Tavadiya) ગામમાં પણ યુવાનની હત્યાના વિરોધમાં મતદાન પ્રત્યે ભારે નિરસતા જોવા મળી છે, જ્યાં 1250 માંથી માત્ર ૫૨ (52) મતદારોએ જ વોટ આપ્યો છે. તેવી જ રીતે ફાગવેલના ચિખલોડ (Chikhlod) ગામે પણ કપડવંજમાં ફરી સમાવવાની માંગ સાથે 2,335 મતદારોએ બૂથ પર જવાનું ટાળ્યું હતું.
મહેસાણાના દેલા ગ્રામજનોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર
બે મતદાન મથકમાં એક પણ મત પડ્યો નહીં
મનપામાં સમાવવા અને જમીન બચાવવાની માગ
ચૂંટણી અધિકારીએ દેલામાં ગ્રામજનોને સમજાવ્યા
સમજાવટ બાદ પણ મતદારો મતદાનથી અળગા#Mehsana #DelaVillage #ElectionBoycott #ZeroVoting #GujaratElection2026… pic.twitter.com/Pri4re4tek— Gujarat First (@GujaratFirst) April 26, 2026
દાહોદ અને વલસાડની અભાવે જનતાનો રોષ (Public Outrage Over Lack of Amenities)
દાહોદ (Dahod) જિલ્લાના ગરબાડાના ગુગરડી (Gugardi) ગામે આઝાદીના 78 વર્ષ બાદ પણ રસ્તાની સુવિધા ન મળતા ગ્રામજનોએ "રસ્તો નહીં તો મત નહીં" (No Road No Vote) ના નારા સાથે બહિષ્કાર કર્યો છે. આ તરફ વલસાડ (Valsad) જિલ્લાના ઉમરગામના ડેહલી (Dehli) ગામે પણ પાણી, રોડ અને વીજળી જેવી પાયાની જરૂરિયાતો પૂરી ન થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સ્થાનિકોએ સુવિધાઓના (Basic Facilities) અભાવે હોબાળો મચાવી મતદાનનો બહિષ્કાર કરતા ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.
દાહોદના ગરબાડાના ગુગરડી ગામે ગ્રામજનોએ કર્યો ચૂંટણી બહિષ્કાર
રસ્તાની સુવિધાના અભાવે લોકોએ મતદાનથી રાખ્યું અંતર
78 વર્ષ બાદ પણ પાયાની સુવિધા ન મળતા રોષ
રસ્તો નહીં તો મત નહીં નારા સાથે વિરોધ
સમસ્યાનો ઉકેલ ન આવતા ગ્રામજનોએ લીધો આકરો નિર્ણય #Dahod #Gugardi #ElectionBoycott… pic.twitter.com/Z9kYMTBAUG— Gujarat First (@GujaratFirst) April 26, 2026
શાળાની માગ સાથે છોટાઉદેપુરમાં બહિષ્કાર
છોટાઉદેપુરના વરધી ગામે પાયાની શિક્ષણ સુવિધાના અભાવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો. સમગ્ર ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. શાળાના નવા મકાન માટે ચાર વર્ષ પહેલાં ખાડા ખોદવામાં આવ્યા હતા, પરંતુ આજદિન સુધી તેનું બાંધકામ શરૂ ન થતા ગ્રામજનોએ આક્રમક વલણ અપનાવ્યું છે. તંત્રમાં અનેકવાર લેખિત રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ન આવતા, આજે બપોરે 12 વાગ્યા સુધી મતદાન મથક પર એક પણ મત પડ્યો નહોતો. નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટ છતાં ગ્રામજનો પોતાની માંગ પર અડીખમ રહ્યા છે અને જ્યાં સુધી અધિકારીઓ શાળાના બાંધકામ અંગે લેખિતમાં બાહેધરી ન આપે ત્યાં સુધી મતાધિકારનો ઉપયોગ ન કરવાનો મક્કમ નિર્ધાર કર્યો છે.
દ્વારકાના મેઘપરમાં ન પડ્યો એક પણ વોટ
કલ્યાણપુર તાલુકાના મેઘપર ટીટોડી ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોએ એકસૂત્રે ચૂંટણીનો બહિષ્કાર કરતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ખાસ કરીને ગામને જોડતા તમામ માર્ગો લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિકાસના કામોમાં થઈ રહેલી અવગણનાના વિરોધમાં સવારથી જ ગામના તમામ બૂથ પર એક પણ મત પડ્યો નથી અને મતદાન મથકો સૂમસામ નજરે પડ્યા છે.
ઉચ્ચ અધિકારીઓનો કાફલો ગામમાં દોડી ગયો ગ્રામજનોના આ આકરા વલણને પગલે સ્થિતિ ગંભીર બનતા કલેક્ટર, એસપી (SP) અને જિલ્લા વિકાસ અધિકારી (DDO) સહિતનો કાફલો તાત્કાલિક મેઘપર ટીટોડી ગામે પહોંચ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને સમજાવવાના અને મતદાન પ્રક્રિયા શરૂ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ગ્રામજનો પોતાની પાયાની જરૂરિયાતો પૂરી ન થાય ત્યાં સુધી મતાધિકારનો ઉપયોગ ન કરવા પર અડીખમ રહ્યા છે.
આ પણ વાંચો------ Rajkot: જરીનાબેનનો વોટ કોણ આપી ગયું? કોંગ્રેસ ઉમેદવારે ઉઠાવ્યો સવાલ


