Banaskantha: ડીસા ફટાકડાની ફેક્ટરીમાં મામલો, ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ, નેતાઓએ સરકાર પર કર્યા પ્રહાર
- ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટના
- 19 નિર્દોષ જીંદગીઓએ ગુમાવ્યો જીવ
- ફેક્ટરી માલિકની પોલીસે કરી ધરપકડ
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દીપક ટ્રેડર્સમાં આગની ઘટનાને લઈ સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. તંત્રની બેદરકારીનાં કારણે ઘટના બની હતી. તંત્રએ 12 માર્ચે તપાસ કરી હતી. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ફટાકડા વેચવાનું લાયસન્સ ન હતુ. ફટાકડા બનતા હોવા છતાં તંત્ર ઊંઘમાં હતું. જાણ હોવા છતાં સરકારે કાર્યવાહી કરી નથી. માલિક અને અધિકારી મિલી ભગતને કારણે ઘટના બની છે.
અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત
ડીસામાં અગ્રિકાંડ મામલે આરોપીના ભાઈની ધરપકડ કરવામાં આવી છે. ગોડાઉન માલિકના ભાઈની અટકાયત કરી છે. બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ ટીમ બનાવી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અગ્રિકાંડમાં અત્યાર સુધીમાં 20 લોકોના મોત થયા છે.
પ્રજાની ચિંતા કરવી સરકારની જવાબદારી: શક્તિસિંહ
બનાસકાંઠાનાં ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે નિવેદન આપ્યું હતું કે, ગોડાઉનમાં આગનાં કારણે 19 લોકોના મોત થયા છે. વારંવાર ગુજરાતમાં આવી ઘટના બને છે. સુરતનાં તક્ષશિલા કાંડથી શીખ ન લીધી હોવાનું શક્તિસિંહે જણાવ્યું હતું. પ્રજાની ચિંતા કરવી સરકારની જવાબદારી છે. બનાસકાંઠાના ડીસામાં નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે. કોંગ્રેસ પક્ષ તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. શ્રમિકોના મોત થયા, વળતર જીવનની કિંમત ન ચૂકવી શકે. ભવિષ્યમાં આવુ ન બને તે માટે સરકાર સતર્ક બને તેવી આશા છે.
સરકાર પાસેથી તપાસ અને વળતરની માંગ: ગેનીબેન ઠાકોર
ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં આગની ઘટનાને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે પ્રતિક્રિયા આપી હતી. સાંસદ ગેનીબેન ઠાકોરે આગની દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ તેઓએ જણાવ્યું હતું કે હું કાલે લોકસભામાં આ મુદ્દો ઉઠાવીશ અને સ્પીકરને મળીશ. ગુજરાતમાં એક પછી એક ઘટનાઓ ભ્રષ્ટ્રાચારને કારણે બની છે. સરકાર પાસેથી તપાસ અને વળતરની માંગ કરી છે. બે દિવસમાં સંસદ પૂરી થયા બાદ હું પીડીત પરિવારોને મળીસ. તેમજ વરિષ્ઠ અધિકારીઓની મિલીભગત અને બેદરકારીથી ઘટના બની છે.
આ પણ વાંચોઃ Gandhinagar: ચૈત્રી નવરાત્રિ દરમિયાન ઈંડા-નોનવેજની દુકાનો બંધ, AAP કોર્પોરેટરે નોંધાવ્યો વિરોધ
પીએમ માટેની કામગીરી શરૂ
ડીસાની દુઃખદ ઘટનામાં મૃતકોના પીએમ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય બે ડોક્ટરો સાથે મૃતકોના પીએમ માટે અન્ય 10 કર્મચારીઓ જોડાયા છે. ડીસા સિવિલ હોસ્પિટલનાં પીએમ રૂમમાં પીએમની કામગીરી શરૂ કરવામાં આવી છે. 19 લોકોના મોત દુઃખદ ઘટનામાં થઈ ચૂક્યા છે.
સ્ટોરેજના બદલે ગેરકાયદે ફટાકડા બનાવાતા હતા:કલેક્ટર
બનાસકાંઠાનાં કલેક્ટર મિહિર પટેલે નિવેદન આપ્યું હતું કે, દીપર ટ્રેડર્સ ફટાકડાનું કારખાનું ગેરકાયદેસર હતું. તેમજ 2024 માં સ્ટોરેજનું લાયસન્સ એક્સપાયર હતું. સ્ટોરેજનાં બદલે ગેરકાયદેસર ફટાકડા બનાવાતા હતા. સ્લેબ ધરાશાયી થતા મજૂરો દટાઈ જતા મોત થયા હતા. મૃતદો મધ્યપ્રદેશનાં હાર્દા જીલ્લાનાં હાંડિયાનાં હતા. તેમનાં પરિવારનો સંપર્ક કરવાનું ચાલું છે.
આ પણ વાંચોઃ Deesa SDM : પ્રાંત અધિકારીની ગંભીર બેદરકારી ફટાકડા ફેક્ટરીમાં થયેલા નિર્દોષોના મોત માટે જવાબદાર
અનેક નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર છે તંત્ર
ડીસામાં લાયસન્સ વિના ધમધમતી ફટાકડાની ફેક્ટરીમાં મોટો ખુલાસો થયો છે. અનેક નિર્દોષ લોકોના મોત માટે જવાબદાર તંત્ર છે. વર્ષ 2021 થી નિયમભંગ કરીને ફટાકડાની ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. દીપક ટ્રેડર્સનાં દીપકકુમાર ખુબચંદ મોહનાણી ફેક્ટરી માલિક છે. તેમજ મંજૂરી વિના કેમ ધમધમતી હતી ફેક્ટરી. ફાયર એનઓસી અને વિદ્યુત બોર્ડનું પ્રમાણપત્ર સંચાલક પાસે નથી. પોલીસે ફટાકડા પરવાનો રિન્યુ કરવા આપ્યો હતો. ત્યારે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. જે બાદ પણ SDM નેહા પંચાલે પોલીસને દીપક મોહનાણીની અરજી મોકલી હતી. પોલીસનાં નકારાત્મક અભિપ્રાય બાદ પ્રાંત અધિકારીએ પગલા લીધા ન હતા.
આ પણ વાંચોઃ Jamnagar : 15 વર્ષીય સગીરા પર હવસખોર કુટુંબી શખ્સે દુષ્કર્મ આચર્યું, પછી કર્યો આપઘાતનો પ્રયાસ