Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: સ્થાનિકોને ઘર ખાલી કરવા નોટિસ આપતા હોબાળો, લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માગ

રાજકોટ મહાનગર પાલિકા કચેરીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. લીલુડી વોકળા ખાતેના સ્થાનિકોને ઘર ખાલી કરવા નોટિસ મામલે હોબાળો થયો હતો.
rajkot  સ્થાનિકોને ઘર ખાલી કરવા નોટિસ આપતા હોબાળો  લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માગ
Advertisement
  • રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં સ્થાનિકોએ મચાવ્યો હોબાળો
  • લીલુડી વોકળા ખાતેના સ્થાનિકોને ઘર ખાલી કરવા નોટિસ આપતા હોબાળો
  • સ્થાનિકો સાથે કોંગ્રેસ નેતાઓ અને આગેવાનો મનપા કચેરી ખાતે પહોંચ્યા હતા

રાજકોટ મહાનગર પાલિકા કચેરીમાં હોબાળો મચ્યો હતો. લીલુડી વોકળા ખાતે રહેતા લોકોને 24 કલાકમાં ઘર ખાલી કરવા નોટિસ મળતા હોબાળો મચ્યો હતો. સ્થાનિક રહેવાસીઓ સાથે કોંગ્રેસ નેતાઓ અને આગેવાનો મનપા કચેરી પહોંચ્યા હતા. ચોમાસામાં ડિમોલેશન બંધ કરવા અને બેઘર લોકોને વૈકલ્પિક જગ્યા આપવા માંગ કરવામાં આવી છે. મનપા કચેરીમાં મનપા વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

મ્યુનિસિપલ કમિશ્નરને આ બાબતે રજૂઆત કરાશે

પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યું હતું કે, પહેલા મ્યુનિસિપલ કમિશ્નરને આવેદનપત્ર કોંગ્રેસ પક્ષ દ્વારા આપવામાં આવ્યું હતું. આજે પણ ફરીથી રજૂઆત કરવામાં આવી છે. જે ડિમોલેશન કરો છો. તેની અમે ના નથી પાડતા પણ સામે વૈકલ્પિક વ્યવસ્થા આપો. અને ચોમાસાની સીઝન છે. લોકો નાના માણસો રહે છે. એટલે તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપો અને ડિમોલિશન મુલત્વી રાખો. તેવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે. અને આજે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ દ્વારા મ્યુનિસિપલ કમિશ્નરને આ બાબતે રજૂઆત કરવામાં આવશે.

Advertisement

આ પણ વાંચોઃ Rath Yatra 2025 : ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની તડામાર તૈયારીઓ, દેશભરમાંથી 2500 જેટલા સાધુ સંતો ભાગ લેશે

Advertisement

સ્થાનિક દ્વારા આક્રોશ ઠાલવ્યો

આ બાબતે સ્થાનિક સોનુભાઈએ જણાવ્યું હતું કે, અમે 50 વર્ષથી રહીએ છીએ. હવે તમે કાલ સવાર એમ કહો કે ખાલી કરી નાંખો તો ક્યાં જાઉ એના કરતા તેમ કહી આક્રોશ ઠાલવ્યો હતો.

આ પણ વાંચોઃ Status of Reservoirs-2025 : ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૩૮.૨૬ ટકા જ્યારે હાલમાં ૪૬ ટકાથી વધુ જળ સંગ્રહ

Tags :
Advertisement

.

×