Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાર્ટીના કાર્યકર્તાઓને મારા સલામ, વારાણસીથી ટિકિટ મળવા પર PM Modi થયાં ભાવુક

PM Modi Reaction: ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શનિવારે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના છે. આ...
પાર્ટીના કાર્યકર્તાઓને મારા સલામ  વારાણસીથી ટિકિટ મળવા પર pm modi થયાં ભાવુક
Advertisement

PM Modi Reaction: ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે શનિવારે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ભાજપે પહેલી યાદીમાં 195 ઉમેદવારોનું નામ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાના છે. આ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અમારી પાર્ટીએ કેટલીક બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે અને બાકીની બેઠકોની જાહેરાત આગામી દિવસોમાં કરવામાં આવશે.

વિકાસના લાભો ગરીબમાં ગરીબ સુધી પહોંચેઃ પીએમ મોદી

વડાપ્રધાન મોદીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, હું તે તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું, જેમને અમારી પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અમે સુશાસનના અમારા ટ્રેક રેકોર્ડના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ અને એ સુનિશ્ચિત કરીએ છીએ કે વિકાસના લાભો ગરીબમાં ગરીબ સુધી પહોંચે.’

Advertisement

વડાપ્રધાન મોદીએ પાર્ટીના કાર્યકર્તાઓનો આભાર માન્યો

વધુમાં વડાપ્રધાને કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે, ભારતના 140 કરોડ લોકો અમને ફરી પોતાનો આશીર્વાદ આપશે અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે અને ભારતને વધુ વિકસિત બનાવવા માટે અમને વધુ મજબૂત બનાવશે. હું ભાજપના નેતૃત્વને અને પક્ષના કરોડો નિઃસ્વાર્થ કાર્યકરોને મારામાં સતત વિશ્વાસ રાખવા બદલ સલામ કરું છું. હું ત્રીજી વખત કાશીના મારા ભાઈ-બહેનોની સેવા કરવા આતુર છું.’

Advertisement

કાશીને હજી વધારે સારૂ બનાવીશું

દેશા યશસ્વી વડાપ્રધાને વધુમાં કહ્યું કે, ‘હું 2014માં લોકોના સપનાઓને પૂર્ણ કરવા અને સૌથી ગરીબ લોકોને સશ્ક્ત બનાવવા માટે કાશી ગયો હતો. છેલ્લા દશ વર્ષોમાં અમે અલગ અલગ વિસ્તારોમાં અનેક મહત્વના વિકાસના કાર્યો કર્યા છે અને કાશીને વધુ સારૂ બનાવવાનું કામ કર્યું છે. આ કાર્યો હજું પણ વધારે જોશ યથાવત રહેશે. હું કાશાની લોકોનો મને આશીર્વાદ આપવા માટે આભાર વ્યક્ત કરવા માંગુ છે, જેને હું ખુબ જ વધારે મહત્વ આપું છું.’

આ પણ વાંચો: Lok Sabha Election 2024: આ રહ્યું 195 બેઠકોના ઉમેદવારોનું લિસ્ટ, જાણો પહેલી યાદીમાં શું છે ખાસ?

Tags :
Advertisement

.

×