ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Lok Sabha Election 2024 : ત્રીજા તબક્કાનું મતદાન ચાલુ, સવારે 9 વાગ્યા સુધી 10.81 ટકા મતદાન...

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 સંસદીય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતક્ષેત્રો એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી (Lok Sabha Election...
10:33 AM May 07, 2024 IST | Dhruv Parmar
લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 સંસદીય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતક્ષેત્રો એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી (Lok Sabha Election...

લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)ના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 સંસદીય બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. સાંજ સુધીમાં, પ્રથમ ત્રણ તબક્કામાં 280 થી વધુ મતક્ષેત્રો એટલે કે કુલ લોકસભા બેઠકોમાંથી (Lok Sabha Election 2024) અડધાથી વધુ પર મતદાન પૂર્ણ થઈ જશે. બાકીના ચાર તબક્કામાં 263 સંસદીય મતવિસ્તારો માટે મતદાન થશે. ત્યારે 9 વાગ્યા સુધીમાં 10.81 ટકા મતદાન થયું છે.

સવારે 9 વાગ્યા સુધી 10.81 ટકા મતદાન

PM મોદીએ મતદાન બાદ મીડિયા સાથે વાત કરી...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના (Ahmedabad) રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કૂલમાં મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ બજાવી હતી. PM મોદી મતદાન (PM Narendra Modi) કરવા માટે આવવાના હોવાથી રાણીપમાં સ્કૂલ નજીક વહેલી સવારથી લોકોની ભારે ભીડ ઉમટી હતી. PM મોદી જ્યારે મતદાન કરીને બહાર આવ્યા ત્યારે લોકોએ ‘મોદી મોદી’ના નારા લગાવ્યા હતા. PM મોદીએ મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાત કરી હતી અને કહ્યું હતું કે, ગરમીનો સમય છે એટલે સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન રાખજો. પીએમ મોદીએ કહ્યું કે, ભારતની ચૂંટણી પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જે દનિયાના લોકતંત્ર માટે શીખવા જેવી છે. દુનિયાની મોટી મોટી યુનિવર્સિટીઓએ ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે અભ્યાસ કરવો જોઈએ.

આ પણ વાંચો : Ahmedabad : PM મોદીને જોવા જનમેદની ઉમટી, મતદાન કર્યા બાદ કહી આ વાત

આ પણ વાંચો : Voting: રાજ્યમાં સવારથી જ મતદારોમાં ઉત્સાહ, આટલા ટકા થયું વોટિંગ

આ પણ વાંચો : EC : આજે રજા નથી…લોકશાહીનું જતન કરવાનો તહેવાર છે

Tags :
BJPCongresselection phase 3 pollingGujarati NewsIndiaLok Sabha Chunav 2024Lok Sabha Election 2024lok sabha election phase 3 votingLok Sabha Election PollingLok Sabha ElectionsmodiNationalphase 3 voting constituenciesrahul-gandhitoday voting
Next Article