લોકસભાના સાંસદ મુકેશ દલાલે સ્વીકાર્યું કે યુરિયા ખાતરની થઈ રહી છે કાળા બજારી
- યુરિયા ખાતરની અછતને લઈને લોકસભા સાંસદ મુકેશ દલાલનું મોટું નિવેદન
- લોકસભાના સાંસદ મુકેશ દલાલે સ્વીકાર્યું કે યુરિયા ખાતરની થઈ રહી છે કાળા બજારી
યુરિયા ખાતરની અછત મુદ્દે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે મોટું નિવેદન આપ્યું છે. મુકેશ દલાલે આક્ષેપ કરતા જણાવ્યું છે કે કાળા બાજરીયાઓ ના કારણે યુરિયા ખાતર ની અછત ઉભી થાય છે.પેટ્રોલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ માં પણ કેટલાક ટ્રક માલિકો દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ માં પણ યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોય છે. જે અલગ પ્રકારનો હોય છે. પરંતુ ખેડૂતોને મળતું યુરિયા ખાતરનો તેમાં ઉપયોગ થતો હોય છે. યુરિયા ખાતરની ચોરી કરનારા તત્વો ને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહી આવે. જ્યાં આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
સુરત જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અને નિવાસી કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં સુરત જિલ્લા કલેકટર કચેરીએ મહત્વની સંકલન બેઠક મળી હતી. આ બેઠકમાં ધારાસભ્યો, સાંસદ સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંકલન બેઠકમાં જન પ્રતિનિધિ તરીકે સાંસદો અને ધારાસભ્યો દ્વારા અલગ અલગ રજૂઆતો કરવામાં આવી હતી. પ્રજાજન તરફથી મળેલી રજૂઆતોનો ઝડપી નિકાલ થાય તે દિશામાં પ્રયત્ન કરવા માટેની માંગ જન પ્રતિનિધિ તરીકે કરી હતી. જેમાં સાંસદ મુકેશ દલાલ દ્વારા ખેડૂતોને સસ્તામાં મળતા યુરિયા ખાતર ની અછત મુદ્દે ધારદાર રજુવાત કરી હતી.ખેડૂતોને મળતું યુરિયા ખાતર ની કાળા બજારી થતી હોવાની રાવ તેઓએ કરી હતી.આ સાથે યુરિયા ખાતર ની કાળા બજારી કરતા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ તેઓએ કરી હતી.
આ પણ વાંચો- PM મોદીના ગુજરાત પ્રવાસ પહેલાં કમલમ ખાતે ભાજપની મહત્વપૂર્ણ બેઠક
આ અંગે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, ઓલપાડ જિલ્લાની કેટલીક સહકારી મંડળીઓ દ્વારા યુરીયા ખાતરની તીવ્ર અછત મુદ્દે મને રજૂઆત મળી હતી.. જે બાદ કેન્દ્રીય ફર્ટિલાઇઝર મંત્રી જે.પી.નડ્ડા ને રજૂઆત કરી ધારદાર પડઘો પાડવામાં આવ્યો હતો. મેં મારી રજુવાતમાં જણાવ્યું કે,યુરિયા ની તીવ્ર અછત ઉભી થાય તો ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકશાન થઈ શકે છે. જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ જશે. જે રજૂઆત બાદ જેપી નડ્ડા ન આદેશના પગલે ઓલપાડમાં સાત હજાર યુરિયાની બેગ ઉપલબ્ધ કરાવવા સૂચના આપવામાં આવી હતી..
વધુમાં સાસંદ મુકેશ દલાલે જણાવ્યું કે, હકીકતમાં યુરિયા ની અછત નથી. પરંતુ કેટલાક તત્વો દ્વારા યુરિયાનો ઉપયોગ અન્ય હેતુ માટે ચોરીછૂપીથી કરવામાં આવે છે. કાળા બજારીયાઓનાં કારણે જ યુરિયા ખાતરની અછત ઉભી થાય છે. પેટ્રોલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કેટલાક ટ્રક માલિકો દ્વારા ભેળસેળ કરવામાં આવતી હોય છે. પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝમાં પણ યુરિયા ખાતરનો ઉપયોગ થતો હોય છે. જે અલગ પ્રકારનો હોય છે. પરંતુ ખેડૂતોને મળતું યુરિયા ખાતરનો તેમાં ઉપયોગ થતો હોય છે. યુરિયા ખાતરની ચોરી કરનારા તત્વો ને કોઈ પણ સંજોગોમાં છોડવામાં નહી આવે. જ્યાં આવા તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
મહત્વનું છે કે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલે જાતે સ્વીકાર્યું છે કે યુરિયા ખાતરની કાળા બજારી થઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલ અને કેમિકલ્સ ઇન્ડસ્ટ્રીઝ માં પણ યુરિયા નો ઉપયોગ થઈ રહ્યો છે.યુરિયા ની અછત પાછળ કાળા બજારિયાઓની ભૂમિકા હોવાની સ્પષ્ટ વાત સાંસદે કરી છે.જો કે ખેતીવાડી વિભાગના અધિકારીઓ આવા તત્વો પર લગામ કસવામાં સાવ નિષ્ફળ નીવડી રહ્યું છે.પરિણામે યુરિયા ની અછત નો સામનો ખેડૂતોએ કરવો પડી રહ્યો છે.