ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Loksabha ELection : લોકસભા સીટોના ક્લસ્ટર પ્રભારીઓને દિલ્હી બોલાવાયા, જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં યોજાશે બેઠક

લોકસભા ચૂંટણી (Loksabha ELection)ને લઈને આજે દિલ્હીમાં ભાજપની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ બેઠકમાં મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત રાજ્યના વરિષ્ઠ નેતાઓ...
12:48 PM Jan 16, 2024 IST | Dhruv Parmar
લોકસભા ચૂંટણી (Loksabha ELection)ને લઈને આજે દિલ્હીમાં ભાજપની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ બેઠકમાં મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત રાજ્યના વરિષ્ઠ નેતાઓ...

લોકસભા ચૂંટણી (Loksabha ELection)ને લઈને આજે દિલ્હીમાં ભાજપની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. આ બેઠકમાં મધ્યપ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા સહિત રાજ્યના વરિષ્ઠ નેતાઓ હાજરી આપશે. આ સાથે દિલ્હીમાં ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોના ક્લસ્ટર પ્રભારીઓને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાં 3-3 બેઠકના ક્લસ્ટર બનાવાયા છે. જેમના પ્રભારીઓ દિલ્હીમાં મળનારી બેઠકમાં હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં લોકસભા ચૂંટણી (Loksabha ELection)માં ક્લસ્ટરના ઇન્ચાર્જની બેઠક મળશે, જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની અધ્યક્ષતામાં આ બેઠક યોજાશે. બેઠકમાં લોકસભા ચૂંટણી (Loksabha ELection) અંતર્ગત ચર્ચા થશે. 3 લોકસભા સીટના 1 ક્લસ્ટર બનાવાયા છે. ગુજરાતમાં 8 નેતાઓને આ જવાબદારી સોંપાઈ છે. 26 બેઠકને 8 ક્લસ્ટરમાં વહેચવામા આવી છે. ક્લસ્ટરની રચના બાદ પહેલી વખત આ બેઠક મળી રહી છે.

ગુજરાતમાં કોને કોને ક્લસ્ટરની જવાબદારી મળી ?

પ્રદીપ સિંહ જાડેજા, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, આર સી ફળદુ, નરહરિ અમીન, અમિત ઠાકર, બાબુ ભાઈ જેબલિયા, કે સી પટેલ, જ્યોતિબેન પંડ્યા આ દિગ્ગજ નેતાઓ બેઠકમાં ભાગ લશે.

જાણો કોને કઇ બેઠકની જવાબદારી સોંપવામાં આવી ?

આ પણ વાંચો : India : ઈરાનમાં જયશંકર, પુતિનને PM મોદીનો ફોન, જાણો ભારતની કૂટનીતિ શું કહે છે?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
bhopal newsBJP MEETINGBJP Meeting in DelhiCluster in-charges will be appointedGujaratIndiaMadhya Pradesh BJPmadhya pradesh newsNationalVD Sharma
Next Article