મહારાષ્ટ્ર ચૂંટણીમાં 'મેચ ફિક્સિંગ' નો આરોપ મુકતા રાહુલ ગાંધી, ભાજપે કર્યો પલટવાર
- રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં ફિક્સીંગના સનસનીખેજ આરોપો લગાવ્યા
- આ સ્ટ્રેટર્જી બિહારમાં લાગુ કરવા અંગેનો અંદેશો વ્યક્ત કર્યો
- રાહુલ ગાંધીના આરોપો સામે ભાજપે વિગતવાર પલટવાર કર્યો
Match-Fixing Maharashtra : લોકસભા (LOKSABHA) માં વિપક્ષના નેતા રાહુલ ગાંધી (OPPOSITION LEADER RAHUL GANDHI) એ શનિવારે ચૂંટણીમાં "હેરાફેરી" ના ગંભીર આરોપો લગાવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (MAHARASTRA VIDHANSABHA ELECTION) ના પરિણામોમાં કેવી રીતે હેરાફેરી કરવામાં આવી અને ભાજપને ફાયદો થયો તે સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું છે. આ ખુલાસાને તેમણે 'ચૂંટણી કેવી રીતે ચોરી કરવી?' નામથી શિર્ષક આપ્યું છે. તો બીજી તરફ આ મામલે રાહુલના આરોપો સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે.
ચૂંટણીઓમાં ગોટાળા થયા
રાહુલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર X પર એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત 'મેચ-ફિક્સિંગ મહારાષ્ટ્ર' શીર્ષકનો લેખ શેર કર્યો છે. જેમાં તેમણે પૂછ્યું કે 'ચૂંટણીઓ કેવી રીતે ચોરાય છે?', તેમણે સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યું કે, તેમના મતે આ ચૂંટણીઓમાં કેવી રીતે ગોટાળા થયા હતા.
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પર નજર
રાહુલે ટ્વીટર X પર લખ્યું કે, 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકશાહીને નુકસાન પહોંચાડવાની એક સુનિયોજિત યોજના હતી. તેમણે ટ્વીટમાં વધુમાં દાવો કર્યો હતો કે, ભાજપ હવે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ પર નજર રાખી રહી છે, જે આ વર્ષના અંતમાં યોજાવાની છે. રાહુલ ગાંધીએ લખ્યું, મહારાષ્ટ્રમાં જે મેચ ફિક્સિંગ થયું તે હવે બિહારમાં થશે અને બાદમાં તે દરેક જગ્યાએ પહોંચશે જ્યાં ભાજપ હારી રહી છે.
નિમણૂક સંબંધિત કાયદામાં ફેરફાર
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, ભાજપે પાંચ તબક્કામાં રણનીતિ લાગુ કરી હતી. અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામોને પ્રભાવિત કર્યા હતા. રાહુલે લખ્યું કે, મોદી સરકારે 2023માં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત કાયદામાં ફેરફાર કર્યો અને તેને કેન્દ્ર સરકારની તરફેણમાં લાગુ કર્યો હતો.
કમિશનરોના નામોની ભલામણ કરે
રાહુલે તેને "અમ્પાયરોની નિમણૂક માટે પેનલની હેરાફેરી" ગણાવી અને લખ્યું કે, નવા કાયદા હેઠળ રચાયેલી પસંદગી સમિતિમાં વડા પ્રધાન, એક કેન્દ્રીય કેબિનેટ મંત્રી અને લોકસભામાં વિરોધ પક્ષના નેતાનો સમાવેશ થાય છે. આ પસંદગી સમિતિ પછી રાષ્ટ્રપતિને મુખ્ય ચૂંટણી કમિશનર અથવા ચૂંટણી કમિશનરોના નામોની ભલામણ કરે છે.
પોતાના માણસને તેમાં કેમ મૂકે ?
રાહુલે પ્રશ્ન ઉઠાવ્યો કે, દેશના મુખ્ય ન્યાયાધીશને પસંદગી સમિતિમાંથી કેમ દૂર કરવામાં આવ્યા ? અને તેમાં એક કેબિનેટ મંત્રીનો સમાવેશ કેમ કરવામાં આવ્યો? પૂછો, તેમણે લખ્યું કે, આવી નિષ્પક્ષ સંસ્થામાંથી કોઈ તટસ્થ ન્યાયાધીશને હટાવીને પોતાના માણસને તેમાં કેમ મૂકે?
એક સુનિયોજિત યોજના
રાહુલ ગાંધીએ પોતાના લેખના કેપ્શનમાં લખ્યું છે કે, ચૂંટણીઓ કેવી રીતે ચોરાય છે? 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકશાહીને નુકસાન પહોંચાડવા માટે એક સુનિયોજિત યોજના હતી. મારો લેખ સમજાવે છે કે આ બધું કેવી રીતે બન્યું. સ્ટેપ બાય સ્ટેપ સમજો
પગલું ૧: ચૂંટણી પંચની નિમણૂક પેનલમાં ચાલાકી કરો.
પગલું ૨: મતદાર યાદીમાં ખોટા નામો ઉમેરવા.
પગલું 3: મતદાનની ટકાવારી વધારીને દર્શાવો.
પગલું ૪: ભાજપને જીતવા માટે જરૂરી સ્થળોએ નકલી મતદાનનું આયોજન કરો.
પગલું ૫: પુરાવા છુપાવવા.
જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવી રહી છે
રાહુલે વધુમાં કહ્યું કે, મહારાષ્ટ્રમાં ભાજપ આટલો ભયાવહ કેમ હતો તે સમજવું મુશ્કેલ નથી, પરંતુ ગોટાળા મેચ ફિક્સિંગ જેવા છે. છેતરપિંડી કરનારી ટીમ રમત જીતી શકે છે, સાથે જ તે સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે, અને જનતા પરિણામોમાંથી વિશ્વાસ ગુમાવી રહી છે.
બિહારમાં પણ પુનરાવર્તન થશે
તેમણે કહ્યું કે, દરેક જાગૃત ભારતીયે આ પુરાવાઓ જોવા જોઈએ. તમારે કાળજીપૂર્વક વિચારીને નિર્ણય લેવો જોઈએ અને જવાબો માંગવા જોઈએ. કારણ કે મહારાષ્ટ્રનું આ મેચ ફિક્સિંગનું હવે બિહારમાં પણ પુનરાવર્તન થશે અને જ્યાં પણ ભાજપ હારશે. મેચ-ફિક્સ્ડ ચૂંટણીઓ કોઈપણ લોકશાહી માટે ઝેર સમાન છે.
ભાજપે વળતો પ્રહાર કર્યો
રાહુલની પોસ્ટને બીજેપી નેતા અમિત માલવિયા (AMIT MALVIYA - BJP) એ ફરીથી પોસ્ટ કરી અને લખ્યું, એવું નથી કે રાહુલ ગાંધીને ખબર નથી કે ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરે છે. તે ખૂબ સારી રીતે જાણે છે. પરંતુ તેમનો ઉદ્દેશ્ય સ્પષ્ટતા લાવવાનો નથી પણ અરાજકતા ફેલાવવાનો છે. તેઓ વારંવાર અને જાણી જોઈને મતદારોના મનમાં આપણા સંસ્થાકીય માળખા વિશે શંકા અને મૂંઝવણના બીજ વાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જ્યારે કોંગ્રેસ ચૂંટણી જીતે છે, પછી તે તેલંગાણા હોય કે કર્ણાટક, ત્યારે આ વ્યવસ્થા ન્યાયી કહેવાય છે. પણ જ્યારે હારી જાય છે, હરિયાણાથી મહારાષ્ટ્ર સુધી, ત્યારે ફરિયાદો અને કાવતરાની શંકાઓ દર વખતે શરૂ થાય છે.
રાજકીય લાભ મેળવી શકાય
માલવિયાએ આગળ લખ્યું કે, આ બધું જ્યોર્જ સોરોસની વ્યૂહરચનામાંથી લેવામાં આવ્યું છે. તે લોકોનો પોતાની સંસ્થાઓ પરનો વિશ્વાસ વ્યવસ્થિત રીતે નાશ કરે છે, જેથી તેઓ અંદરથી નબળા પડી શકે અને તેનો રાજકીય લાભ મેળવી શકાય. ભારતની લોકશાહી મજબૂત છે. તેની સંસ્થાઓ સક્ષમ છે અને ભારતીય મતદાતા બુદ્ધિશાળી છે. ગમે તેટલી ચાલાકી કરવામાં આવે, આ સત્ય બદલાશે નહીં.
આ પણ વાંચો --- તેજસ્વી યાદવના કાફલાને નડ્યો અકસ્માત! 3 સુરક્ષા કર્મચારીઓ ઘાયલ