London પોલીસે કારમાંથી ઉતારીને લીધી પાકિસ્તાની ગૃહમંત્રીની તલાશી, વીડિયો વાયરલ
- London પોલીસે “ટ્રોફી ચોર” નકવીની કારની લીધી તપાસ, પાકિસ્તાનની વિશ્વભરમાં થઈ છૂ!
- એશિયા કપ ટ્રોફી હજુ નકવીના ઘરે, લંડનમાં તલાશીએ ખોલી પોલ!
- બ્રિટિશ પોલીસે ગૃહમંત્રીને કારમાંથી ઉતાર્યા – પાકિસ્તાનની સાખનો આઈનો!
- ભારતને એશિયા કપ ટ્રોફી ન આપનાર મોહસીન નકવીની મહાબેઇજ્જતી
- પાકિસ્તાની ગૃહમંત્રીની બોમ્બ-ડ્રગ્સની શંકામાં તલાશી – વીડિયો વાયરલ
લંડન : London પોલીસે નકવીની કરી આંતરાષ્ટ્રીય બેઇજ્જતી : પાકિસ્તાનની ફિતરત એવી છે કે ત્યાંની સરકાર, આર્મી અધિકારીઓ, શહબાઝ સરકારના મંત્રીઓ અને સામાન્ય લોકો પર પણ દુનિયા બિલકુલ ભરોસો કરતી નથી. એટલે જ પાકિસ્તાની નેતાઓને વિદેશમાં વારંવાર બેઇજ્જતીનો સામનો કરવો પડે છે. પોતે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હોય કે બીજા કેબિનેટ મંત્રીઓ સહિતની ક્યાંકને ક્યાંક બેઇજ્જત થઈ ચૂકી છે.
તાજેતરનો કિસ્સો ગૃહમંત્રી મોહસીન નકવીનો છે. નકવી લંડનની મુલાકાતે હતા, ત્યાં બ્રિટિશ પોલીસે તેમને કારમાંથી ઉતારી દીધા અને ગાડીની સઘન તલાશી લીધી હતી.
આ ઘટના ત્યારે બની જ્યારે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસીન નકવી અધિકારીઓને મળવા બ્રિટનના વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ન્યૂઝ એજન્સી ANIએ આ વીડિયો ક્લિપ પોસ્ટ કરી છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બ્રિટિશ પોલીસે પાકિસ્તાની ગૃહમંત્રી મોહસીન નકવીની કાર રોકીને તલાશી લીધી હતી.
London માં શા માટે થઈ તલાશી?
વીડિયોમાં દેખાય છે કે આ કોઈ સામાન્ય રૂટિન ચેકિંગ નહોતું. પોલીસે દરેક ખૂણેથી નકવીની કાર તપાસી હતી. નકવીની કારની તલાશી કેમ લેવામાં આવી એનું કારણ તો સ્પષ્ટ નથી, પણ એવું માનવામાં આવે છે કે બૉમ્બ કે ડ્રગ્સના શકમાં પોલીસે આ સર્ચ ઑપરેશન કર્યું હતું. આ ઘટનાએ સાબિત કરી દીધું કે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સાખ કેવી છે અને દુનિયા ત્યાંના લોકોને કેવી નજરે જુએ છે.
જ્યારે નકવીએ ભારતને એશિયા કપની ટ્રોફી આપી નહીં
જણાવી દઈએ કે મોહસીન નકવી ફેબ્રુઆરી 2024થી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન પણ છે. તે જાન્યુઆરી 2023થી ફેબ્રુઆરી 2024 સુધી પંજાબના કાર્યકારી મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. તે સિટી મીડિયા ગ્રૂપના સ્થાપક પણ છે.
થોડા દિવસ પહેલાં એશિયા કપના ફાઈનલમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન નકવી પાસેથી વિજેતા ટ્રોફી અને મેડલ લેવાનો ઇનકાર કરી દીધો હતો. આ વાતથી નકવી એટલા ચિડાયા કે તે ટ્રોફી પોતાની સાથે જ લઈ ગયા. હજુ સુધી ભારતને ટ્રોફી સોંપી નથી. ICC આ મામલાની તપાસ કરી રહી છે.
પાકિસ્તાની સંસદે મુનીરને “સેલ્સમેન” કહ્યા
આ પહેલાં પાકિસ્તાની સેના પ્રમુખ આસિમ મુનીરની પણ બેઇજ્જતી થઈ ચૂકી છે. આસિમ મુનીરને એક પાકિસ્તાની સાંસદે સેલ્સમેન કહી દીધા હતા. આ જ વર્ષે માર્ચમાં તુર્કમેનિસ્તાનમાં નિયુક્ત પાકિસ્તાની રાજદૂત અહસાન વગાનની અમેરિકામાં બેઇજ્જતી થઈ હતી. વગાનને અમેરિકામાં એન્ટ્રી નહોતી આપવામાં આવી અને એરપોર્ટથી જ પાછા મોકલી દેવામાં આવ્યા હતા.
આ પણ વાંચો- PM મોદી-નડેલા મુલાકાત; Microsoft એ ભારતમાં 1.57 લાખ કરોડ રૂપિયાના રોકાણની કરી જાહેરાત