ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Good News : મોંઘવારીની માર વચ્ચે થોડી રાહત, કોમર્શિયલ LPG સિલિન્ડર થયો સસ્તો

મહિનાના પહેલા દિવસે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. 1 મેના રોજ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો સરકારી તેલ કંપનીઓ (OMCs) દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જેટ ફ્લુટની કિંમતમાં...
08:26 AM May 01, 2023 IST | Viral Joshi
મહિનાના પહેલા દિવસે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. 1 મેના રોજ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો સરકારી તેલ કંપનીઓ (OMCs) દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જેટ ફ્લુટની કિંમતમાં...

મહિનાના પહેલા દિવસે ઓઈલ કંપનીઓએ ગ્રાહકોને સારા સમાચાર આપ્યા છે. 1 મેના રોજ LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો સરકારી તેલ કંપનીઓ (OMCs) દ્વારા કરવામાં આવ્યો છે. આ સાથે જેટ ફ્લુટની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં 172 રૂપિયાનો ઘટાડો કર્યો છે.

જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં પહેલા 2028 રૂપિયામાં મળતું હતું, હવે તે 1856.50 રૂપિયામાં મળશે. તેવી જ રીતે, કોલકાતામાં 2132 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1960.50 રૂપિયામાં મળશે. મુંબઈમાં આ સિલિન્ડર 1980 રૂપિયાનો હતો જે હવે ઘટીને 1808.50 રૂપિયા થઈ ગયો છે. તે જ સમયે ચેન્નાઈમાં 2192.50 રૂપિયાના સિલિન્ડર માટે હવે 2021.50 રૂપિયા ચૂકવવા પડશે.

તેલ કંપનીઓએ જેટ ફ્યુઅલ (એર ફ્યુઅલ)ની કિંમતમાં પણ 2415 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. નવા દરો 1 મેથી લાગુ કરવામાં આવ્યા છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ તરફથી ATFની કિંમતમાં 2415.25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. પીક ટ્રાવેલ સીઝન દરમિયાન કિંમતોમાં ઘટાડાથી એરલાઇન કંપનીઓને મોટી રાહત મળશે. જેના કારણે આગામી સમયમાં હવાઈ ભાડામાં ઘટાડો થવાની ધારણા છે.

આ પણ વાંચો : પંજાબમાં આજથી ઉદ્યોગો માટે વીજળી મોંઘી, યુનિટ દીઠ ભાવમાં 50 પૈસાનો વધારો, નારાજ ઉદ્યોગકારો CMને મળશે

Tags :
ATF PriceCommercial Cylinder PriceLpg Gas Cylinder PriceLPG PriceOil Companies
Next Article