ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાડ થીજવતી ઠંડીમાં નિરાધાર લોકો પર પાણીનો માર મારીને....

Lucknow Railway station Viral Video : Railway સુરક્ષા અધિકારીઓની નિંદા કરવામાં આવી
06:49 PM Dec 29, 2024 IST | Aviraj Bagda
Lucknow Railway station Viral Video : Railway સુરક્ષા અધિકારીઓની નિંદા કરવામાં આવી

Lucknow Railway station Viral Video : ભારત દેશમાં આવેલું Lucknow શહેર પોતાની સાંસ્કૃતિ સભ્યાતા માટે જાણીતું છે. કારણ કે... મુઘલોના શાસનકાળથી અહીંયાથી વિવિધ કાલાકારો, શાયર, કવિ અને અદાકાર વિશ્વસ્તરે ઉભરીને આવ્યા છે. પરંતુ તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં Lucknow શહેરની સભ્યતા પર કલંક લાગતી એક ઘટના સામે આવી છે.

DRM દ્વારા પણ એક નિવેદન પાઠવવામાં આવ્યું

આ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. તે ઉપરાંત અનેક લોકો Lucknow શહેરની આ ઘટનાની નિંદા કરી રહ્યા છે. અને શહેરના સુરક્ષા અધિકારીઓ પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ ઘટના Lucknow શહેરના એક Railway station પર બની હતી. ત્યારે આ અંગે Lucknow સ્ટેશનના DRM દ્વારા પણ એક નિવેદન પાઠવવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જ્યારે ડ્રાઈવર સુઈ ગયો, તો પોતે જ કેબ ચલાવવા લાગ્યો કસ્ટમર, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

Railway સુરક્ષા અધિકારીઓની નિંદા કરવામાં આવી

Viral videoમાં જોવા મળી રહ્યું છે કે Lucknow Railway station પર મોડી રાત્રે ઘણા લોકો સૂઈ રહ્યા છે. આ દરમિયાન પ્લેટફોર્મની સફાઈ કરી રહેલા કામદારો આવી પહોંચ્યા હતા. કર્મચારીઓએ લોકોની નજીક જઈને તેમને ઉઠાડવાને બદલે તેમના પર પાણી ફેંકીને તેમને Railway station પરથી ભગાડ્યા હતા. તો આ વીડિયો Railway station પર એક વ્યક્તિએ રેકોર્ડ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જે બાદ Railway ના કર્મચારી પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને Railway સુરક્ષા અધિકારીઓની નિંદા કરવામાં આવી છે.

સફાઈ કર્મચારીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે

વીડિયો વાયરલ થયા બાદ DRMનું નિવેદન પણ સામે આવ્યું છે. ડિવિઝનલ Railway મેનેજરનું કહેવું છે કે લોકોએ પ્લેટફોર્મ પર સૂવું જોઈએ નહીં, તે સૂવાની જગ્યા નથી. ટ્રેનની રાહ જોવા માટે વેઇટિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. પ્લેટફોર્મ પરના સફાઈ કર્મચારીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું છે. ત્યારે તેમના આ નિવેદન પર લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિવિધ પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: આખરે કેમ મંત્રીઓ આ બંગલાને શાપિત અને મનહૂસ ગણાવે છે?

Tags :
CharbaghCharbagh Stationcleaning staffGujarat FirstLucknowLucknow DRMlucknow Latest newsLucknow newsLucknow Railway StationLucknow Railway station Viral VideoNorthern Railwaysleeping passengersviral video
Next Article