Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Goa Club Fire case: થાઇલેન્ડ કોર્ટમાં લૂથરા બંધુઓનો કેસ ચાલશે, પ્રત્યાર્પણ માટે લાગશે સમય

ગોવાના 'બિર્ચ બાય રોમિયો લેન' નાઇટક્લબમાં 6 ડિસેમ્બરે લાગેલી આગમાં 25 લોકોના મોત બાદ સહ-માલિક લૂથરા બંધુઓની થાઇલેન્ડમાં અટકાયત થઈ છે. ભારતે તેમના પાસપોર્ટ રદ કરીને પ્રત્યાર્પણની માંગ કરી છે. જોકે, માનવાધિકાર અને કાનૂની જટિલતાઓને કારણે કેસ હવે બેંગકોક કોર્ટમાં ચાલશે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, કાનૂની પ્રક્રિયાઓને કારણે તેમને તાત્કાલિક ભારત પરત લાવવા શક્ય નથી.
goa club fire case  થાઇલેન્ડ કોર્ટમાં લૂથરા બંધુઓનો કેસ ચાલશે  પ્રત્યાર્પણ માટે લાગશે સમય
Advertisement
  • Goa Club Fire case ના આરોપીઓ સામે થાઇલેન્ડમાં થશે કાર્યવાહી
  • આ કેસના મુખ્ય આરોપી લૂથરાબંધુ સામે થાઇલેન્ડમાં થશે કાર્યવાહી
  • ભારત સરકારે લૂથરાબંધુઓના પાસપોર્ટ કરી દીધા છે રદ
  • ગોવા નાઇટ કલબમાં લાગેલી આગમાં 25 લોકોના થયા હતા મોત

ઉત્તર ગોવાના આર્પોરામાં આવેલ "બિર્ચ બાય રોમિયો લેન" નાઇટક્લબમાં 6 ડિસેમ્બરના રોજ લાગેલી ભીષણ આગની ઘટનાએ  25 લોકોના કરુણ મોત થયા હતા.આગની ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. આગની ઘટના બાદ કલબના માલિકો થાઇલેન્ડ ફરાર થઇ ગયા હતા. આ મામલાના સહ-માલિકો, ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરા સામે હવે થાઇલેન્ડમાં મોટી કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે.નાઇટક્લબના માલિક લૂથરા બંધુઓનો કેસ હવે બેંગકોક કોર્ટમાં સુનાવણી માટે આવવાની અપેક્ષા છે, જ્યાં આગળની કાનૂની કાર્યવાહીનો નિર્ણય લેવામાં આવશે.

Goa Club Fire case : ભારત સરકારે બ્લુ કોર્નર નોટિસ જારી કરી

લૂથરા ભાઈઓ આગ લાગ્યા પછી તરત જ ભારત છોડીને થાઇલેન્ડના ફુકેટ ભાગી ગયા હતા. આ ઘટના બાદ તેમની સામે ઇન્ટરપોલ દ્વારા બ્લુ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ભારતીય દૂતાવાસના સતત હસ્તક્ષેપના પરિણામે, થાઇ અધિકારીઓએ 11 ડિસેમ્બરના રોજ બંને ભાઈઓની અટકાયત કરી હતી.

Advertisement

Advertisement

Goa Club Fire case: ભારત સરકારે બંને ભાઇઓના પાસપોર્ટ રદ કર્યા

લૂથરા ભાઈઓ શરૂઆતમાં માન્ય દસ્તાવેજો સાથે થાઇલેન્ડ પહોંચ્યા હતા, પરંતુ પાછળથી ભારત સરકારે તેમના પાસપોર્ટ રદ કર્યા હતા. પાસપોર્ટ રદ થવાના કારણે તેઓ થાઇલેન્ડમાં અનધિકૃત રીતે (માન્ય દસ્તાવેજો વિના) રહેતા હતા. પરિણામે, થાઇ અધિકારીઓ આ બાબતને માત્ર કાનૂની દ્રષ્ટિકોણથી જ નહીં, પરંતુ માનવ અધિકારના પરિપ્રેક્ષ્યમાં પણ વિચારી રહ્યા છે.ભારતીય દૂતાવાસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કાનૂની પ્રક્રિયાના ભાગરૂપે લૂથરા ભાઈઓ સંબંધિત તમામ જરૂરી દસ્તાવેજો થાઇલેન્ડમાં સબમિટ કરવામાં આવ્યા છે. કેસ હવે બેંગકોક કોર્ટમાં આગળ વધશે, જોકે સુનાવણીની તારીખ હજી સુધી જાહેર કરવામાં આવી નથી.

ભારતે પ્રત્યાર્પણની માંગ કરી

ભારત સરકારે તાજેતરમાં બંને ભાઈઓના પાસપોર્ટ રદ કરવાની સાથે સાથે થાઇલેન્ડ સરકારને એક ડોઝિયર સુપરત કર્યું છે. આ ડોઝિયરમાં 25 લોકોના મૃત્યુમાં તેમની સંડોવણી હોવાનો આરોપ છે, જે સૂત્રોના મતે, સામાન્ય બેદરકારીથી ઘણો આગળનો છે. ભારતે થાઇ સરકારને ઔપચારિક રીતે લૂથરા ભાઈઓને ભારત મોકલવા (પ્રત્યાર્પણ) માટે વિનંતી પણ કરી છે.જોકે, ભારતીય દૂતાવાસના સૂત્રોએ સંકેત આપ્યો છે કે કાનૂની અને રાજદ્વારી પ્રક્રિયાઓની જટિલતાને કારણે, લૂથરા ભાઈઓનું તાત્કાલિક ભારત પાછા ફરવું શક્ય નથી. બેંગકોક કોર્ટ તમામ પક્ષોની દલીલોને ધ્યાનથી સાંભળશે, જેમાં કાનૂની અને માનવાધિકારના પાસાઓનો સમાવેશ થાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ કોર્ટ અંતિમ નિર્ણય લેશે.

આ પણ વાંચો:  Vidisha School Bus Accident : શાળાના વિદ્યાર્થીઓ ભરેલી બસ નદીમાં ખાબકી, 15 ઘાયલ

Tags :
Advertisement

.

×