Kosamba પાસે મોટો અકસ્માત, બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ
- સુરત નેશનલ હાઇવે 48 પર સર્જાયો મોટો અકસ્માત
- કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ
- બસમાં સવાર 15થી 20 મુસાફરોને પહોંચી ઇજા
- ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા
- અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી
- ક્રેનની મદદથી બસમાંથી મુસાફરોનું કરાયું રેસ્ક્યુ
- ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત થયો હોવાની શક્યતા
Kosamba : સુરત નેશનલ હાઇવે 48 પર મોટો અકસ્માત સર્જાયો છે . કોસંબા (Kosamba) નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી જતાં બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે.
કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ
સુરત નેશનલ હાઇવે 48 પર અકસ્માત સર્જાયો છે જેમાં લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કોસંબા નજીક લક્ઝરી બસ હાઇવે પરથી નીચે ઉતરી ગઇ હતી જેથી બસમાં સવાર 15થી 20 મુસાફરોને ઇજા પહોંચી છે. અકસ્માતની જાણ થતા પોલીસ અને ફાયરની ટીમ દોડી આવી છે અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં ખસેડાયા છે.
આ પણ વાંચો----PI પાદરીયાને પકડવા માટે પોલીસના ધમપછાડા
ક્રેનની મદદથી બસમાંથી મુસાફરોનું કરાયું રેસ્ક્યુ
લકઝરી બસ હાઇવેની બાજુમાં પાણીના નિકાલની કોતરમાં ધસી ગઇ હતી અને આ અકસ્માતમાં બસના કેબિનના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત સર્જાતા બસમાં સવાર તમામ મુસાફરો બસમાં દબાઇ ગયા હતા જેને પગલે ક્રેનની મદદથી મુસાફરોનું રેસ્ક્યુ કરાયુ હતું.
કઝરી બસ રાજસ્થાનથી નાસિક જઇ રહી હતી
આ લકઝરી બસ રાજસ્થાનથી નાસિક જઇ રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે અને ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાની શક્યતા છે. જેમાં 15થી 20 મુસાફરોને નાની મોટી ઇજા પહોંચી છે.
આ પણ વાંચો---Valsad : યુવતી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં વીડિયો રેકોર્ડિંગ સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું