ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગીર સોમનાથમાં મછુન્દ્રી ડેમ ઓવરફ્લો, ઉના-ગીર ગઢડાના ખેડૂતોમાં ખુશીની લહેર

ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા તાલુકાઓની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ઓગાન ડેમ આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે, જેના લીધે
06:41 PM Aug 16, 2025 IST | Mujahid Tunvar
ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા તાલુકાઓની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ઓગાન ડેમ આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે, જેના લીધે

ગીર સોમનાથના ઉના અને ગીર ગઢડા તાલુકાઓની જીવાદોરી ગણાતો મછુન્દ્રી ડેમ આ ચોમાસાની સીઝનમાં પહેલીવાર ઓવરફ્લો થયો છે, જેના લીધે આ વિસ્તારના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીની લહેર ફરી વળી છે. ચોમાસાના બીજા રાઉન્ડમાં પડેલા ભારે વરસાદને પગલે ડેમનું જળસ્તર 108.80 મીટરે પહોંચતા જ 90% સુધી ભરાઈ ગયું હતું. આ ઘટનાએ ઉના અને ગીર ગઢડાના ખેડૂતોની ચિંતાઓ દૂર કરી જેઓ આ સીઝનમાં ઓછા વરસાદને લીધે પાણીની અછતથી પરેશાન હતા.

ગીર જંગલના હૃદયમાં આવેલો મછુન્દ્રી ઓગાન ડેમ ઉના અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતો માટે જીવનરેખા સમાન છે. આ ડેમ ખેતી માટે પિયત પાણી પૂરું પાડવા ઉપરાંત આસપાસના ગામોની પાણીની જરૂરિયાતો પણ પૂરી કરે છે. આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો એવો વરસાદ થયો હતો પરંતુ ડેમમાં પૂરતા પ્રમાણમાં પાણીની આવક ન થઈ હોવાના કારણે ખેડૂતો ચિંતામાં હતા, પરંતુ હવે ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવક વધી અને ડેમ ઓવરફ્લો થયો છે. તેથી ખેડૂતોના પિયતના પાણીની સમસ્યાની સમસ્યા ઉકેલાઈ ગઈ છે.

આ પણ વાંચો-બે નાના બાળકો સાથે માતા-પિતાએ ટૂંકાવ્યું જીવન, સામૂહિક આત્મહત્યાના કેસ ચિંતાજનક

નીચાણવાળા ગામોને એલર્ટ

મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થતાં વહીવટી તંત્રે સાવચેતીના ભાગરૂપે ઉના અને ગીર ગઢડા તાલુકાના નીચાણવાળા 10થી 12 ગામોને એલર્ટ રહેવાની તાકિદ કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. નદીના કિનારે આવેલા ગામોમાં અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને લોકોને સલામત સ્થળે રહેવાની સૂચના આપવામાં આવી છે. ગીર ગઢડાના કોદીયા ગામ નજીક આવેલા આ ડેમના ઓવરફ્લોને કારણે મછુન્દ્રી નદીમાં પણ પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે, જેના લીધે વહીવટી તંત્રે તાત્કાલિક પગલાં લીધાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

આ ઓવરફ્લો ખેડૂતો માટે આનંદનું કારણ બન્યું છે. ઉના અને ગીર ગઢડાના ખેડૂતો, જેઓ આ સીઝનમાં ઓછા વરસાદને કારણે પાકની ચિંતામાં હતા, હવે રાહત અનુભવી રહ્યા છે. પાછલા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા પાકમાં જીવાત પડવાનું ચાલું થઈ ગયું હતું. તેવામાં ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો હતો. જોકે, સમયસર વરસાદની એન્ટ્રીના કારણે ખેડૂતોના પાકને નવજીવન મળી ગયું છે. તો બીજી તરફ ખેડૂતોને વરસાદ ખેંચાતા પાક સુકાઈ જવાનો પણ ડર હતો. સ્થાનિક ખેડૂતો અનુસાર, “અમે ચિંતામાં હતા કે આ વખતે પાકને પાણી નહીં મળે, પણ મછુન્દ્રી ડેમ ઓવરફ્લો થયો એટલે હવે અમારા ખેતરોને પૂરતું પાણી મળશે.” આ ડેમના ઓવરફ્લોને કારણે ખેતી માટે પાણીની ઉપલબ્ધતા વધી અને આસપાસના ગામોની પાણીની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.

આ પણ વાંચો-ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયાનો વિવાદાસ્પદ પત્ર, કોંગ્રેસનો આકરો કટાક્ષ

Tags :
#MachundriOganDamDamOverflowGirGadhadaGirSomnathGujaratMonsoonUnaમછુન્દ્રી ઓગાન ડેમ
Next Article