Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Madhya Pradesh : ભાજપે જૂના કોંગ્રેસીને મંત્રી બનાવ્યા, રામનિવાસ રાવતનો મોહન યાદવ સરકારમાં સમાવેશ...

મધ્યપ્રદેશ (Madhya Pradesh)માંથી વહેલી સવારે એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. CM મોહન યાદવની કેબિનેટનું વિસ્તરણ થયું છે. કોંગ્રેસ છોડીને BJP માં સામેલ થયેલા રામનિવાસ રાવતે મંત્રી પદના શપથ લીધા છે. રામનિવાસ રાવત શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભાના ધારાસભ્ય છે...
madhya pradesh   ભાજપે જૂના કોંગ્રેસીને મંત્રી બનાવ્યા  રામનિવાસ રાવતનો મોહન યાદવ સરકારમાં સમાવેશ

મધ્યપ્રદેશ (Madhya Pradesh)માંથી વહેલી સવારે એક મોટા રાજકીય સમાચાર સામે આવ્યા છે. CM મોહન યાદવની કેબિનેટનું વિસ્તરણ થયું છે. કોંગ્રેસ છોડીને BJP માં સામેલ થયેલા રામનિવાસ રાવતે મંત્રી પદના શપથ લીધા છે. રામનિવાસ રાવત શ્યોપુર જિલ્લાની વિજયપુર વિધાનસભાના ધારાસભ્ય છે અને તેમને OBC સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે.

Advertisement

કોણ છે રામનિવાસ રાવત?

રામનિવાસ રાવત વિજયપુર બેઠકથી 6 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અગાઉ દિગ્વિજય સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સામે કોંગ્રેસ તરફથી લોકસભા ચૂંટણી લડી ચૂક્યા છે.

Advertisement

કોંગ્રેસથી નારાજગીનું કારણ શું?

રામનિવાસ રાવતની ગણતરી વરિષ્ઠ નેતાઓમાં થાય છે. હાઈકમાન્ડ દ્વારા તેમની સતત અવગણના કરવામાં આવી રહી હોવાથી તેઓ કોંગ્રેસથી નારાજ હતા. તેમને વિધાનસભા વિપક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા નહતા, આ પણ તેમની નારાજગીનું મહત્વનું કારણ હતું. આ સિવાય રાજ્ય જ્યારે કમલનાથની સરકાર હતી ત્યારે પણ તેમને કોઈ પદ આપવામાં આવ્યું નહતું.

કોંગ્રેસ છોડીને ભાજપમાં ક્યારે જોડાયા?

30 એપ્રિલ એક જાહેર સભામાં રામનિવાસ રાવતે CM ડો. મોહન યાદવ, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને ડો. નરોત્તમ મિશ્રાની હાજરીમાં ભાજપનું સભ્યપદ લીધું. કોંગ્રેસ માટે આ ચોંકાવનારા સમાચાર હતા. રવિવારે રામનિવાસ રાવતે ભાગવત કથા માટે કળશ યાત્રાનું આયોજન કર્યું હતું જે 7 દિવસ સુધી ચાલી હતી. આ પછી તેઓ CM હાઉસના કોલ પર ભોપાલ જવા રવાના થયા હતા.

Advertisement

આ પણ વાંચો : Assam Floods : આસામમાં મોત બનીને આવ્યો વરસાદ! 78 લોકોએ જીવ ગુમાવ્યા…

આ પણ વાંચો : Mumbai Rain : ભારે વરસાદને કારણે મુંબઈ અસ્ત-વ્યસ્ત, રેલ્વેની હાલત ખરાબ, સ્કૂલો પણ બંધ…

આ પણ વાંચો : Bihar : દરભંગામાં CTET પરીક્ષામાં છેતરપિંડી, બીજાની પરીક્ષા આપતા પકડાયા આટલા ‘મુન્નાભાઈ’

Tags :
Advertisement

.