Madhya Pradesh Couple : 10000 સંતાનોના માતા-પિતા! આ દંપતીએ 105 એકર જમીન પર ઊભું કર્યું હરિયાળું 'પ્રેમ વન'
Madhya Pradesh Couple : સંતાન ન હોવાને કારણે સમાજના મેણાં સહન કરનાર મધ્યપ્રદેશના રીવા જિલ્લાના દીનાનાથ કોલ અને તેમના પત્ની નાનકી દેવીએ પોતાની પીડાને એક ઐતિહાસિક સંકલ્પમાં બદલી નાખી. આ દંપતીએ ૩૫ વર્ષની અથાક મહેનતથી 105 એકર ઉજ્જડ જમીન પર 10,000થી વધુ વૃક્ષો વાવીને હરિયાળું "પ્રેમ વન" ઊભું કર્યું. વૃક્ષોને જ પોતાના સંતાન માનીને તેમણે પ્રકૃતિ અને સમાજને એક અમૂલ્ય વારસો ભેટમાં આપ્યો છે.
Advertisement
Madhya Pradesh Couple : સંતાન ન હોવાનું દુઃખ સામાન્ય રીતે લોકોને નિરાશામાં ગરકાવ કરી દે છે, પરંતુ મધ્યપ્રદેશના (Madhya Pradesh) રીવા જિલ્લાના ધુર્કુચ ગામના દીનાનાથ કોલ અને તેમનાં પત્ની નાનકી દેવીએ આ અંગત પીડાને પ્રકૃતિ (Nature) અને સમાજ માટે એક મહાન આશીર્વાદમાં બદલી નાખી છે. તેમણે જે કામ કર્યું છે તે જાણીને તમે પણ તેમને સલામ કર્યા વિના નહીં રહી શકો.

