Burning Train : અચાનક ચાલતી ટ્રેનમાં લાગી આગ, લોકોએ આ રીતે બચાવ્યો પોતાનો જીવ
- Madhya Pradesh માં મોટી દુર્ઘટના
- ચાલતી ટ્રેનમાં અચાનક લાગી આગ
- મુસાફરોએ જીવ બચાવવા લગાવી છલાંગ
મધ્યપ્રદેશ (Madhya Pradesh)માં રવિવારે સાંજે એક ચાલતી ટ્રેનમાં આગ (Burning Train) લાગી હતી. આગ લાગ્યા બાદ અનેક મુસાફરોએ પોતાનો જીવ બચાવવા ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. હાલમાં અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટનાસ્થળે બચાવ કાર્ય ચાલી રહ્યું છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, રવિવારે સાંજે આશરે 5:20 કલાકે ટ્રેન નંબર 09347 ડો. આંબેડકર નગર-રતલામ ડેમુ ટ્રેનમાં આગ (Burning Train) લાગી હતી. જયારે આ ટ્રેનમાં આગ (Burning Train) લાગી ત્યારે ટે ઇન્દોરથી રતલામ જઈ રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, રૂનીજા અને નૌગાંવ વચ્ચે ટ્રેનમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો અને આગ લાગી ગઈ.
મુસાફરોમાં નાસભાગ મચી ગઈ હતી...
દિવાળીનો સમય હોવાના કારણે ટ્રેન મુસાફરોથી ખચોખચ ભરેલી હતી. જયારે લોકોને ટ્રેનમાં આગ (Burning Train)ની જાણ થઇ ત્યારે તેઓમાં નાસભાગ મચી ગઈ હતી. કેટલાક લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા અને તેમને સામાન્ય ઈજાઓ થઇ હતી. ધુમાડો નીકળ્યા બાદ ટ્રેનના ડ્રાઈવરે ટ્રેન રિકી દીધી હતી.
આ પણ વાંચો : Lucknow : પોલીસ કસ્ટડીમાં મોત, CCTV ફૂટેજ વાયરલ, અખિલેશે ભાજપ પર કર્યા પ્રહાર... Video
અકસ્માતની તપાસ કરવા સૂચના આપવામાં આવી હતી...
આ અંગે નજીકના સ્ટેશન અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બાદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટનામાં હાલમાં કોઈ જાનમાલનું નુકસાન થયું નથી. અકસ્માત શા માટે થયો તે બાબતોની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Punjab માં પોલીસને મળી મોટી સફળતા, પાકિસ્તાનથી લાવવામાં આવતો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો...
ખેડૂતોએ આગ ઓલવવામાં મદદ કરી હતી...
જણાવવામ આવી રહ્યું છે કે, આગ લાગ્યા બાદ સ્થાનિક ખેડૂતોએ પોતાના મોટર પંપ અને પાઈપનો ઉપયોગ કરીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. રેલ્વે અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, મુસાફરોને સુરક્ષિત રીતે સ્ટેશન પર પહોંચાડવામાં આવ્યા છે. સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે.
આ પણ વાંચો : Airlines બાદ હવે Hotel નો વારો, બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, પોલીસ તપાસમાં લાગી