ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Madhayapardesh:સિહોરના કુબેરેશ્વર ધામ મંદિરમાં ભાગદોડ, બે શ્રદ્ધાળુઓના મોત,ત્રણની હાલત ગંભીર

કુબેરેશ્વર ધામ મંદિર (Kubereshwar Dham temple)માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાવા માટે એકઠા થયા હતા,ભારે ભીડના લીધે ઘટના ઘટના બે શ્રદ્ધાળુઓના મોત થયા
04:45 PM Aug 05, 2025 IST | Mustak Malek
કુબેરેશ્વર ધામ મંદિર (Kubereshwar Dham temple)માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાવા માટે એકઠા થયા હતા,ભારે ભીડના લીધે ઘટના ઘટના બે શ્રદ્ધાળુઓના મોત થયા
Kubereshwar Dham temple

મધ્યપ્રદેશના સિહોરમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. સિહોરના કુબેરેશ્વર ધામ મંદિરમાં ( Kubereshwar Dham temple ) ભાગદોડમાં બે શ્રદ્ધાળુઓ (Two devotees died)ના મોત થયા છે અને ત્રણ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નોંધનીય છે કે મધ્યપ્રદેશના સિહોરમાં કુબેરેશ્વર ધામ મંદિર ( Kubereshwar Dham temple )માં ભાગદોડમાં બે શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા અને ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસના જણાવ્યા અનુસાર, મંદિરમાં વધુ પડતી ભીડને કારણે આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સિહોરના કુબેરેશ્વર ધામ મંદિરમાં ભાગદોડ ઘટનાની જાણ કરતા અધિક પોલીસ અધિક્ષક (ASP) સુનિતા રાવતે જણાવ્યું હતું કે આ ઘટના કુબેરેશ્વર ધામ મંદિરમાં બપોરે 12 વાગ્યાની આસપાસ ઘટના બની હતી, બે લોકોના મોત થયા છે,હાલ તેમની ઓળખની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે જે લોકો ઘાયલ થયા છે તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

 

ભારે ભીડના કારણે બની ઘટના

ઉલ્લેખનીય છે કે કુબેરેશ્વર ધામ મંદિર ( Kubereshwar Dham temple )માં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાવડ યાત્રામાં જોડાવા માટે એકઠા થયા હતા. કુબેરેશ્વર ધામ પ્રખ્યાત ધાર્મિક ઉપદેશક પંડિત પ્રદીપ મિશ્રા સાથે સંકળાયેલું છે.આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, કાવડ યાત્રા બુધવારે યોજાવાની છે, જેના માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વધુ પડતી ભીડને કારણે અથડામણ થઈ હતી, જેમાં બે લોકોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા.

ભીડના લીધે ઇન્દોર-ભોપાલ હાઇવે જામ

કુબેરેશ્વર ધામ મંદિર ( Kubereshwar Dham temple  )માં પહોંચવા માટે શ્રદ્વાળુઓ ભારે ભીડ જોવા મળી રહી છે  ભક્તોની સતત અવરજવરને કારણે ઇન્દોર-ભોપાલ હાઇવે પર જામની સ્થિતિ સર્જાઈ છે. ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ મોટી ભીડને કારણે ઘણી જગ્યાએ વાહનો ફસાયેલા જોવા મળે છે.

આ પણ વાંચો:   Uttarkashi : ઉત્તરાખંડના ભયાવહ દ્રશ્યો,ધસમસતા પાણીમાં કાગળની પત્તાંની જેમ લોકોના ઘર તણાયા

Tags :
Gujarat FirstKubereshwar Dham templeMadhayapardesh newsStampede at Kubereshwar Dham templeTwo devotees died
Next Article