Mahakal Lok : જમીનમાંથી 1 હજાર વર્ષ જૂનું શિવલીંગ મળ્યું, વહીવટકર્તા દોડ્યા
- Mahakal Lok ઉજ્જૈનમાં ખોદકામ દરમિયાન શિવલીંગ મળ્યું
- ટનલની કામગીરી કરતા સમયે પોકલેન મશીનનો પંજો નક્કર પથ્થર જોડે અથડાયો
- એન્જિનિયરે કામકાજ રોકીને તુરંત પુજારીને જાણ કરતા તેઓ દોડી આવ્યા
- આ શિવલીંગ 1 હજાર વર્ષ જૂનું હોવાની શક્યતા સેવાઇ રહી છે
Mahakal Lok : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં (Ujjain - Mahakaleshwar) આવેલા વિશ્વ વિખ્યાત મહાકાલેશ્વર મંદિર સંકુલમાં શુક્રવારે વહેલી સવારે એક ચોંકાવનારી ઘટના બની છે. લગભગ 4 વાગ્યે, પોકલેન મશીનનો ઉપયોગ કરીને ટનલ ખોદકામ દરમિયાન, જમીનમાંથી એક પ્રાચીન શિવલિંગ મળી આવ્યું છે, જેનાથી હાજર લોકોને આશ્ચર્ય થયું છે, ઘટના બાદ ખોદકામ બંધ કરવું પડ્યું છે.
Mahakal Lok, શિવલીંગ સાથે બે પથ્થરો મળી આવ્યા
મહાકાલ મંદિરના ગેટ નંબર 4 પાસે અંડરપાસ બનાવવા માટે એક મહિનાથી ખોદકામ ચાલી રહ્યું છે. પોકલેન મશીન ખોદકામ શરૂ કરતા જ, શુક્રવારે સવારે 4 વાગ્યે શિવ પરિવારને દર્શાવતું એક શિવલિંગ અને બે પથ્થરો બહાર આવ્યા છે. આનાથી ઉત્સુકતા વ્યાપી ગઇ છે.
આ પણ વાંચો - Ayodhya Ram Mandir : શિવજી મંદિરના ઇશાન ખૂણે ધ્વજા ફરકાવાઇ, જાણો મહત્વ
Mahakal Lok, ઇતિહાસ અને પ્રાચીનતાની તપાસ થશે
બાદમાં હાજર એન્જિનિયર, સતીશ રાજપૂતે મંદિર વહીવટીતંત્રને જાણ કરી હતી. માહિતી મળતાં, અધિકારીઓ અને પૂજારીઓ સ્થળ પર પહોંચ્યા હતા, અને પૂજા કરીને કામ અટકાવી દીધું હતું. પુરાતત્વ વિભાગ હવે શિવલિંગના ઇતિહાસ અને પ્રાચીનતાની તપાસ કરશે, તેવું જાણવા મળી રહ્યું છે. રિપોર્ટ મળ્યા પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે.
દટાયેલું મંદિર મળ્યાની શક્યતા
એન્જિનિયર સતીશ રાજપૂતે સમજાવ્યું કે, ખોદકામ શરૂ થતાં જ, મશીનનો પંજો એક નક્કર વસ્તુ પર અથડાયો હતો. નજીકથી નિરીક્ષણ કરતાં, એક શિવલિંગ મળી આવ્યું હતું. સાથે જ બે અન્ય પથ્થરો પણ મળી આવ્યા, જે કદાચ શિવ પરિવારના હોઈ શકે છે. શિવલિંગ આશરે 1,000 વર્ષ જૂનું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વધુમાં, જમીન નીચે મંદિર હોવાની શક્યતા ઉભી થઈ છે. માહિતી મળતાં, મંદિરના અધિકારીઓ અને તહસીલદાર પહોંચ્યા હતા, અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી, તાત્કાલિક બાંધકામ કાર્ય બંધ કરી દીધું હતું.
પરિસરની સુરક્ષા વધારી દેવાઇ
શિવલિંગની શોધ બાદ ભક્તોમાં ઉત્સાહ અને જિજ્ઞાસા બંને જોવા મળી રહી છે. ઘણા લોકો તેને શ્રદ્ધા સાથે જોડી રહ્યા છે. પુરાતત્વીય દ્રષ્ટિકોણથી પણ તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આને ધ્યાનમાં રાખીને, મંદિર પરિસરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે, જેથી સ્થળને સુરક્ષિત રાખી શકાય. મંદિરની નજીક રહેતા જ્યોતિષી અક્ષત વ્યાસે જણાવ્યું હતું કે, આ વિસ્તાર પ્રાચીન સમયમાં પણ ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યો છે.
આ પણ વાંચો - Garuda Purana : આ જગ્યાઓ પર જમવાથી કંગાળ થવાના યોગ, જાણો કામની વાત !


