Mahakumbh: પ્રયાગરાજમાં મૌની અમાવસ્યા પર સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા
- મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે
- સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા છે
- અખાડાઓના સ્નાનને લઈને સઘન વ્યવસ્થા કરવામાં આવી
મૌની અમાવસ્યા પર અમૃત સ્નાનનો પ્રારંભ થઈ ગયો છે. સંગમ સ્થળે 13 અખાડાઓ સ્નાન કરવા પહોંચ્યા છે. અખાડાઓના સ્નાનને લઈને સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનિર્વાણી, શ્રી શંભૂ પંચાયતી અટલ અખાડા, નિરંજન અખાડા, આનંદ અખાડાના સાધુઓ સ્નાન કરવા પહોંચ્યા છે. જૂના અખાડા, આવાહન અખાડા, પંચ અગ્નિ અખાડા, વૈરાગી અખાડા, દિગંબન અની અખાડા, નિર્મોહી અખાડાના સંતો પણ અમૃત સ્નાન માટે પહોંચ્યા છે.
અખાડાના સ્નાનને લઈને સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે
મૌની અમાવસ્યાના સ્નાનને લઈને ચારેય તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ હાલમાં પ્રયાગરાજ સંગમઘાટ પરથી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરાવી રહ્યા છે. વિવેક ભટ્ટે જણાવ્યું કે, સંગમ ઘાટ પર લોકો સ્નાન કરી રહ્યા છે, જે બોટ બંધ કરી દેવામાં આવી છે તે ફરી ચાલુ કરવામાં આવી છે. અને અત્યારે લોકો ભારે સંખ્યામાં મૌની અમાવસ્યાના સ્નાનનો લાભ લઈ રહ્યા છે. પ્રશાસન દ્વારા જાણકારી યોગ્ય રીતે આપવામાં આવી ન હતી, જેના કારણે લોકો એક જ જગ્યા પર એકઠા થયા હતા. અને હવે લોકો અલગ-અલગ ઘાટ પર સ્નાન કરવા માટે પહોંચ્યા છે. સંગમ સ્થળ પર લાખોની સંખ્યામાં લોકો મૌની અમાવસ્યાના સ્નાનનો લાભ લઈ રહ્યા છે.
આ પણ વાંચો: Mahakumbh: પ્રયાગરાજમાં ભાગદોડ બાદ કેવી છે પરિસ્થિતિ? 10 કરોડથી વધારે ભક્તો સ્નાન માટે ઉમટ્યા