Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh 2025 : સાઇકલ પર 1 લાખ કિમીનું પરિભ્રમણ, પર્યાવરણ પ્રેમી સાથે Gujarat First નો સંવાદ

મુંબઇનાં પ્રોફેસર રૂપેશ ઝા ગ્રૂપ સાથે પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર ભારતનું ભ્રમણ કરી રહ્યા છે.
mahakumbh 2025   સાઇકલ પર 1 લાખ કિમીનું પરિભ્રમણ  પર્યાવરણ પ્રેમી સાથે gujarat first નો સંવાદ
Advertisement
  1. પ્રયાગરાજ મહાકુંભથી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ (Mahakumbh 2025)
  2. પર્યાવરણ પ્રેમી અને સાઇક્લિસ્ટ પ્રોફેસર રૂપેશ ઝા સાથે સીધો સંવાદ
  3. 1 વર્ષથી નળાબેટથી સાઉથ ઇન્ડિયાની સાઇકલ પર પરિક્રમા કરી : પ્રોફેસર રૂપેશ ઝા
  4. વિવિધ ઉચ્ચ ડિગ્રી ધરાવતા 25 થી વધુ લોકોનું સાઇક્લિસ્ટ ગ્રૂપ

Mahakumbh 2025 : પ્રયાગરાજમાં 'મહાકુંભથી મહાકવરેજ' હેઠળ ગુજરાત ફર્સ્ટની ટીમ દ્વારા સાધુ-સંતો, મહંતો અને જાણીતી હસ્તીઓ સાથે સીધો સંવાદ કરવામાં આવી રહ્યો છે. દરમિયાન, પર્યાવરણ પ્રેમી અને સાઇક્લિસ્ટ રૂપેશ ઝા સાથે ગુજરાત ફર્સ્ટે (Gujarat First) સીધો સંવાદ કર્યો છે. મુંબઇનાં પ્રોફેસર રૂપેશ ઝા (Cyclist and Professor Rupesh Jha) પર્યાવરણ બચાવવા અને પર્યાવરણ અંગે જાગૃતિ ફેલાવવા માટે સમગ્ર ભારતનું ભ્રમણ કરી રહ્યા છે. તેમનાં સાઇક્લિસ્ટ ગ્રૂપમાં અલગ-અલગ ઉચ્ચ પદવી ધરાવતા લોકો સામેલ છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Mahakumbh 2025 : વિદેશી મ્યુઝિશિયન સાથે Gujarat First નો રોચક સંવાદ!

Advertisement

1 વર્ષથી નળાબેટથી સાઉથ ઇન્ડિયાનું સાઇકલ પર પરિભ્રમણ કર્યું : પ્રોફેસર રૂપેશ ઝા

પર્યાવરણને બચાવવા અને પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ લાવવાનાં ઉદ્દેશ્ય સાથે સાઇકલ પર સમગ્ર ભારતનું પરિભ્રમણ કરતા મુંબઇનાં પ્રોફેસર રૂપેશ ઝા (Professor Rupesh Jha) તેમના સાઇક્લિસ્ટ ગ્રૂપ સાથે મહાકુંભ (Mahakumbh 2025) પહોંચ્યા છે. દરમિયાન, રૂપેશ ઝાએ ગુજરાત ફર્સ્ટનાં ચેનલ હેડ ડો. વિવેકકુમાર ભટ્ટ (Dr. Vivek Bhatt) સાથે વિશેષ સંવાદ કર્યો હતો. સાઇક્લિસ્ટ રૂપેશ ઝાએ જણાવ્યું કે, તેમનાં સાઇક્લિસ્ટ ગ્રૂપમાં અલગ-અલગ ઉચ્ચ પદવી ધરાવતા લોકો સામેલ છે. છેલ્લા 1 વર્ષથી નળાબેટથી સાઉથ ઇન્ડિયા રૂટ પર સાઇકલ પર પરિભ્રમણ કરી રહ્યા છે.

આ પણ વાંચો - Mahakumbh 2025 : પરમાર્થ નિકેતન આશ્રમનાં પ્રમુખ પ.પૂ. ચિદાનંદ સરસ્વતી સ્વામી સાથે વિશેષ સંવાદ

ગ્રૂપ કોલકાતા, નોર્થ ઇસ્ટ, નેપાળ, ભૂતાન થઇને બિહાર અને પછી પ્રયાગરાજ પહોંચ્યું

મૂળ વારાણસીનાં પ્રોફેસર રૂપેશ ઝાએ આગળ જણાવ્યું કે, તેમનું ગ્રૂપ સાઇકલ પર કોલકાતા, નોર્થ ઇસ્ટ, નેપાળ, ભૂતાન થઇને બિહાર અને પછી પ્રયાગરાજ પહોંચ્યું છે. તેમણે કહ્યું કે, પર્યાવરણની ચેઇન જ્યાં સુધી બની છે, ત્યાં સુધી કોઇ આફત નથી. પરંતુ, પર્યાવરણની ત્રિકોણીય રચના હવે રહી નથી. જે ચિંતાનો વિષય છે. ગ્રૂપ અંગે વાત કરતા પ્રોફેસર રૂપેશ ઝાએ જણાવ્યું કે, અમારી ટીમ 25 થી વધુ લોકોની છે, જે પૈકી 6 એક્ટિવ સાઇક્લિસ્ટ છે. અમે, અત્યાર સુધી સાઇકલ પર 1 લાખથી વધુ કિમીની પરિક્રમા કરી છે. અમને રસ્તામાં ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કર્યો પડ્યો હતો પરંતુ, તેમ છતાં અમારી યાત્રા સતત ચાલુ રહી. તેમણે કહ્યું કે, પર્યાવરણનો મેસેજ અમારે ધર્મથી જોડવો છે, જેથી લોકો વધુ જાગૃત થઈ શકે.

આ પણ વાંચો - Maha Kumbh 2025: સરેરાશ 1.44 કરોડ શ્રદ્ધાળુઓએ દરરોજ સંગમમાં ડૂબકી લગાવી

Tags :
Advertisement

.

×