ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

CM ભૂપેન્દ્ર પટેલે Mahakumbh ને ગણાવ્યું દુનિયાની આસ્થાનું કેન્દ્ર, મુખ્યમંત્રી યોગીના કર્યા વખાણ

સંગમમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી.
02:54 PM Feb 07, 2025 IST | Vipul Sen
સંગમમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી.
CMBhupendraPatel_Gujarat_first
  1. પ્રયાગરાજ Mahakumbh 2025 થી ગુજરાત ફર્સ્ટનું મહાકવરેજ
  2. છેક સંગમ સ્થાનથી Gujarat First નો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
  3. સતત 11 દિવસથી ગુજરાત ફર્સ્ટ સનાતન સંવાદ કરી રહ્યું છે.
  4. સંગમ ઘાટ પર CM ભૂપેન્દ્ર પટેલે લગાવી આસ્થાની ડૂબકી
  5. આસ્થાનાં મહાકુંભમાં CM ભૂપેન્દ્ર પટેલ સાથે EXCLUSIVE સંવાદ

આસ્થાનાં સૌથી અતુલ્ય કુંભ સમો મહાકુંભ (Mahakumbh 2025) તીર્થનગરી પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે. ત્યારે સનાતન સંસ્કૃતિનાં આ સૌથી મોટા ધર્મોત્સવમાં ગુજરાતી મીડિયાનાં ઈતિહાસમાં સૌપ્રથમવાર ગુજરાત ફર્સ્ટ (Gujarat First) 11 દિવસનો સનાતન કૉન્ક્લેવ કરી રહ્યું છે. મહાકુંભનાં મંચ પર સનાતન ધર્મ પર મહાસંવાદ ચાલી રહ્યો છે. તેવામાં આજે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) પણ પાવનનગરીમાં પહોંચ્યા છે. મુખ્યમંત્રી અરેલઘાટથી નૌકામાર્ગે ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા. જ્યાં તેમણે અતિપવિત્ર એવું સંગમ સ્નાન કર્યું.

આ પણ વાંચો - Gujarat Police ભરતીનાં ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, લેખિત પરીક્ષા અંગે થઈ જાહેરાત!

યોગી સરકારની કામગીરીના CM ભૂપેન્દ્ર પટેલે કર્યા વખાણ

આ પાવનયાત્રામાં ગુજરાત ફર્સ્ટ સતત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં કાફલા સાથે રહ્યું હતું. સંગમમાં આસ્થાની પવિત્ર ડૂબકી લગાવ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટ સાથે EXCLUSIVE વાતચીત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) માર્ગદર્શનમાં કુંભમાં કરાયેલી ઐતિહાસિક વ્યવસ્થા માટે ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની (CM Yogi Adityanath) પણ પ્રસંશા કરી. તેમણે સંગમ સ્નાન સાથે જ સહુ માટે મંગલ મનોકામના કરી.

આ પણ વાંચો - Patidar Andolan અંગે મોટા સમાચાર, રાજદ્રોહ સહિતનાં કેસ પાછા ખેચાયાં! જાણો આગેવાનોની પ્રતિક્રિયા

મુખ્યમંત્રીએ મહાકુંભને દુનિયાની આસ્થાનું કેન્દ્ર ગણાવ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ફર્સ્ટની વાતચીત દરમિયાન પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભને દુનિયાની આસ્થાનું કેન્દ્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મહાકુંભમાં સરક્ષા અને સ્વચ્છતાનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. મહાકુંભમાં યુપી સરકાર દ્વારા દરેક નાનીમાં નાની વસ્તુનું ધ્યાન રાખીને અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ખૂબ જ સારી રીતે ઊભી કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ત્રિવેણી સંગમમાં (Triveni Sangam) આસ્થાની ડૂબકી લગાવીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. આ સાથે તેમણે દેશ અને દુનિયા માટે શાંતિની મનોકામના કરી છે.

આ પણ વાંચો - BZ જેવું જ કૌભાંડ Anand માં! હરિધામ સોખડાનાં હરિભક્તે NRI યુવકને લગાવ્યો 1.30 કરોડનો ચૂનો!

Tags :
CM Bhupendra Patel in PrayagrajCM Bhupendra Patel with Gujarat FirstCM yogi adityanathCMOCMO GujaratGUJARAT FIRST NEWSGujarat First's exclusiveGujarat TourismGujarati NewsMahakumbh Mela 2025News In Gujaratipm narendra modiUttar Pradesh
Next Article