Mahakumbh: સવાલાખ રુદ્રાક્ષ ધારણ કરનાર બાબાએ કહ્યું કે, ‘શિવજીની શક્તિ પ્રાપ્ત થાય છે’
- વશિષ્ઠગિરિ રુદ્રાક્ષવાળા બાબા સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- રુદ્રાક્ષવાળા બાબાએ શરીર પર સવાલાખ રુદ્રાક્ષ ધારણ કરેલ છે
- રુદ્રાક્ષવાળા બાબાએ સૌને ગંગામાં ડૂબકી લગાવવા આહ્વાન કર્યું
મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વશિષ્ઠગિરિ રુદ્રાક્ષવાળા બાબા સાથે ગુજરાત ફર્સ્ટના આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
‘રુદ્રાક્ષ પહેરવાથી શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે’
રુદ્રાક્ષવાળા બાબાએ જણાવ્યું કે, હું જુના અખાડામાં રહું છું અને શિવજીનું ભજન કરુ છું. સવાલાખ રૂદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરી છે. 2010થી આ રીતે સવાલાખ રૂદ્રાક્ષની માળા સમગ્ર શરીર પર ધારણ કરેલ છે. આ માળા પહેરવાથી શિવજીના આશીર્વાદ અને શક્તિ પ્રાપ્ત થાય છે. શરીર સ્વસ્થ રહે છે. આ શિવસાધના છે. મહાકુંભ મેળામાં સૌ લોકોએ આવવું જોઈએ અને આસ્થાની ડૂબકી લગાવવી જોઈએ. અને અહીંયા જેટલા પણ કુંભ લગાવવામાં આવ્યા છે ત્યાં ડૂબકી લગાવવી જોઈએ. સૌ લોકોએ અહીંયા આવવું જોઈએ, ગંગા સ્નાન કરવું જોઈએ જેથી મોક્ષ પ્રાપ્તિ થઈ શકે.
આ પણ વાંચો: Mahakumbh: સનાતનીઓની સુરક્ષા માટે ધર્મ સંસદનું આયોજન, સનાતન બોર્ડ માટે સાધુ-સંતોની માંગણી