Mahakumbh : મહાકુંભમાં લોકો મુખ્ય ઉદ્દેશથી ભટકી રહ્યાં છે : ધન્નાપીઠ મુનિશ્વર દાસ
- Gujarat First નું 'મહાકુંભથી મહાકવરેજ'
- સંગમ સ્થાનથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- ધન્ના પીઠ મુનિશ્વર દાસ સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- ચતુ સંપ્રદાય વિશે મહારાજ ધન્ના પીઠ મુનિશ્વર દાસે કરી વાત
- હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ: ધન્ના પીઠ મુનિશ્વર દાસ
ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા દર્શકો માટે 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh to Mahakavrej) ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશનાં પ્રયાગરાજમાં (Prayagraj) ચાલી રહેલા 'મહાકુંભ' માં ગુજરાત ફર્સ્ટની વિવિધ ટીમો પહોંચી છે. દરમિયાન, ધન્નાપીઠ મુનિશ્વર દાસ (Dhannapith Munishwar Das) સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી હતી. ચતુ સંપ્રદાય વિશે મહારાજ ધન્નાપીઠ મુનિશ્વર દાસે વાત કરી હતી.
આ પણ વાંચો - Mahakumbh: સનાતનની સુરક્ષા જ ધર્મ સંસદનો મુખ્ય એજન્ડા છે: વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર
Mahakumbh 2025: ધન્ના પીઠ Munishwar Das સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત@MahaaKumbh @MahaKumbh_2025 @AnityaKr #Mahakumbh2025 #Prayagraj #AgniAkhada #Saint #Exclusive #Devotee #GujaratFirst pic.twitter.com/rdKL7ojiBM
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
મહાકુંભમાં લોકો મુખ્ય ઉદ્દેશથી ભટકી રહ્યા છે : ધન્નાપીઠ મુનિશ્વર દાસ
મહાકુંભ (Mahakumbh) પધારેલા ધન્નાપીઠ મુનિશ્વર દાસે ગુજરાત ફર્સ્ટ સાથે થયેલી ખાસ વાતચીતમાં જણાવ્યું કે, મહાકુંભમાં લોકો મુખ્ય ઉદ્દેશથી ભટકી રહ્યા છે. મહત્ત્વને દર્શાવવામાં નથી આવી રહ્યું. ધન્નાપીઠ મુનિશ્વર દાસે આગળ કહ્યું કે, વિવાદાસ્પદ લોકોનાં નામની જ ચર્ચા કરવામાં આવી રહી છે. જ્યારે, મહાકુંભમાં વિશિષ્ટ સંતો આવ્યા છે, જેમની કોઈ નોંધ લેવાતી નથી. આ સાથે હિન્દુ રાષ્ટ્ર અંગે વાત કરતા તેમણે કહ્યું કે, હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ.
આ પણ વાંચો - Mahakumbh : ત્રિવેણી સંગમ પર પવિત્ર ગંગાજળનો અદભૂત સાક્ષાત્કાર! જુઓ Video
'હિન્દુસ્તાનનું નામ જ સનાતની છે'
ધન્નાપીઠ મુનિશ્વર દાસે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સાથેની વાતચીતમાં કહ્યું કે, હિન્દુસ્તાનનું નામ જ સનાતની છે. આપણો દેશ સૌ કોઈને શરણ આપે છે. આપણા દેશને હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવામાં આવે અને તે માટે સરકાર જલદી નિર્ણય લે એવી આશા છે. મહાકુંભ અંગે વાત કરતા ધન્નાપીઠ મુનિશ્વર દાસે કહ્યું કે, આ વખતેનાં કુંભને લઈ દરેક વ્યક્તિ એવું જ કહે છે કે આવું દિવ્ય અને ભવ્ય કુંભ પહેલા ક્યારે જોઉં નથી.
આ પણ વાંચો - Mahakumbh: કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં હોય છે: મહંત સૌરવગીરી