Mahakumbh: મહાકુંભમાં હનુમાનજી પધારશે એવી મારી શ્રદ્ધા છે, અને આ ત્રણ રૂપમાં આવશે: યુવા સેવક
- મધ્યપ્રદેશના ગ્વાલિયરથી પવન સેવા કરવા આવ્યા છે
- ત્રણ-ચાર દિવસમાં ચાર હજાર સંતોના પગ ધોયા છે
- ગંગાજળ અને ગુલાબની પાંદડીથી સંતોના પગ ધોવે છે
મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. મધ્યપ્રદેશના ગ્વાવિયરથી આવેલ પવન (સેવક) સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Mahakumbh 2025: સંગમનગરીમાં સેવાભાવિ યુવક સાથે સનાતન સંવાદ @MahaaKumbh @MahaKumbh_2025 @AnityaKr #Mahakumbh2025 #Prayagraj #AgniAkhada #Saint #Exclusive #Devotee #GujaratFirst pic.twitter.com/ScOVTAewGA
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
મહાકુંભની અંદર પવન છેલ્લા ત્રણ-ચાર દિવસથી સંતો, મહંતોના પગ ધોઈ રહ્યા છે અને તેઓ આ સેવાકાર્ય એટલા માટે કરી રહ્યા છે કેમ કે તેમની શ્રદ્ધા છે કે હનુમાનજી મહારાજ આ મહાકુંભમાં આવશે અને તેમને દર્શન આપશે. આ બાબતે પવને જણાવ્યું કે, મને શ્રદ્ધા છે કે હનુમાનજી મહારાજ આવશે અને મને તેમના પગ ધોવાનો અવસર મળશે. હનુમાનજી બાબા ત્રણ જ રૂપમાં આવશે એક તો વાનર, સાધુ-સંત અને બ્રાહ્મણના રૂપમાં આવશે. અને રોજના મેં 1000 જેટલા સંતોના ચરણ ધોયા છે અને હું ત્રણ-ચાર દિવસથી આવ્યો છું. અને આ પાણી ગંગાજળ હોય છે તેમાં ગુલાબની પાંદડી રાખેલી હોય છે અને આ પાણીને હું પીવું છું.
આ પણ વાંચો: Mahakumbh: આગામી ત્રણ પેઢીઓ પછી આ મહાકુંભનો અવસર આપણને પ્રાપ્ત થશે: સાંવરિયા શેઠ