Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh : ઈવેન્ટ, ક્રાઉડ, સિક્યુરિટી મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાકુંભ : ઋષિ ભારતી બાપુ

ઋષિ ભારતી બાપુનો પટ્ટાભિષેક થયો અને તેઓ મહામંડલેશ્વર બન્યા છે.
mahakumbh   ઈવેન્ટ  ક્રાઉડ  સિક્યુરિટી મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાકુંભ   ઋષિ ભારતી બાપુ
Advertisement
  1. પ્રયાગરાજમાં ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' (Mahakumbh 2025)
  2. ગુજરાત ફર્સ્ટની ઋષિ ભારતી બાપુ સાથે ખાસ વાતચીત
  3. ઋષિ ભારતી બાપુનો પટ્ટાભિષેક થયો અને મહામંડલેશ્વર બન્યા
  4. સનાતન માટે આ ગૌરવની ક્ષણ છે: ઋષિ ભારતી બાપુ

ઉત્તરપ્રદેશનાં (Uttar Pradesh) પ્રયાગરાજમાં યોજાઈ રહેલા મહાકુંભમાંથી ગુજરાત ફર્સ્ટનું 'મહાકુંભથી મહાકવરેજ' ચાલી રહ્યું છે. ગુજરાત ફર્સ્ટની (Gujarat First) વિવિધ ટીમો દર્શકો માટે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરી 'મહાકુંભ' થી (Mahakumbh 2025) લાઇવ કવરેજ કરી રહી છે. દરમિયાન, ઋષિ ભારતી બાપુ (Rushi Bharati Bapu) સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી હતી. જણાવી દઈએ કે, ઋષિ ભારતી બાપુનો પટ્ટાભિષેક થયો અને તેઓ મહામંડલેશ્વર બન્યા છે.

આ પણ વાંચો - Mahakumbh : મહાકુંભમાં લોકો મુખ્ય ઉદ્દેશથી ભટકી રહ્યાં છે : ધન્નાપીઠ મુનિશ્વર દાસ

Advertisement

Advertisement

વર્ષ 2025 માં પટ્ટાભિષેક થયો તે સૌભાગ્યની વાત છે : ઋષિ ભારતી બાપુ

ગુજરાત ફર્સ્ટ સાથે વાતચીત કરતા ઋષિ ભારતી બાપુએ (Rushi Bharati Bapu) જણાવ્યું કે, અવધેષાનંદ મહાગિરિના હસ્તે પટ્ટાભિષેક થયો. 5-6 રાજ્યોનાં મહામંડલેશ્વર સહિત 9 મંડલેશ્વરનો પટ્ટાભિષેક થયો. ઋષિ ભારતી બાપુએ કહ્યું કે, વર્ષ 2025 માં પટ્ટાભિષેક થયો તે સૌભાગ્યની વાત છે. 144 વર્ષ પછી આ સંયોગ રચાયો છે તેથી સૌભાગ્યની વાત છે. મહાકુંભ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, અત્યાર સુધીમાં દેશ-વિદેશમાંથી 10 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ મહાકુંભની મુલાકાત લઈ ધન્યતા અનુભવી છે. આખા મહાકુંભમાં 45 કરોડથી વધુ લોકો મુલાકાત લે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - Mahakumbh : ત્રિવેણી સંગમ પર પવિત્ર ગંગાજળનો અદભૂત સાક્ષાત્કાર! જુઓ Video

'ઈવેન્ટ, ક્રાઉડ અને સિક્યુરિટી મેનેજમેન્ટનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મહાકુંભ'

ઋષિ ભારતી બાપુએ આગળ કહ્યું કે, સનાતન ધર્મ માટે આ ગૌરવની ક્ષણ છે. પ્રથમ યજ્ઞનો પ્રારંભ પ્રયાગની ભૂમિ પર થયો છે. આ ત્રિવેણી સંગમનો નહીં, સામાજિક સમરસતાનો મેળો છે. કુંભનાં મેળામાં વસુધૈવ કુટુમ્બકમની ભાવના છે. તેમણે કહ્યું કે, મહાકુંભમાં આજીવિકાનું ઉપાર્જન પણ થઈ રહ્યું છે. આ મહાકુંભ ઈવેન્ટ મેનેજમેન્ટ, ક્રાઉડ મેનેજમેન્ટ અને સિક્યુરિટી મેનેજમેન્ટનું ઉત્તમ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે. સેવા, સુરતા અને સાધના, ભજન, ભોજન અને સમર્પણનો ત્રિવેણી સંગમ છે આ મહાકુંભ.

આ પણ વાંચો - Mahakumbh: સનાતનની સુરક્ષા જ ધર્મ સંસદનો મુખ્ય એજન્ડા છે: વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર

Tags :
Advertisement

.

×