Mahakumbh: આવતીકાલે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાનું સ્નાન થશે, કરોડો ભક્તો પહોંચ્યા
- મહાકુંભમાં ખોવાયેલા વ્યક્તિનો શોધવા સરકારની વ્યવસ્થા
- અમદાવાદથી બે યુવકો બાઈક લઈને મહાકુંભમાં પહોંચ્યા
- દરેક રાજ્યના લોકો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા
મહાકુંભનો આજે 16મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ગુજરાત ફર્સ્ટની ટીમ પ્રયાગરાજના અરેલઘાટ પર પહોંચી છે.
Mahakumbh 2025: ભારતના ખૂણે-ખૂણેથી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ભક્તો@MahaaKumbh @MahaKumbh_2025 @AnityaKr #Exclusive #mahakumbh2025vlog #ArpitMaharaj #Prayagraj #AgniAkhada #Saint #Exclusive #Devotee #GujaratFirst pic.twitter.com/lqytmLl1U4
— Gujarat First (@GujaratFirst) January 28, 2025
આવતીકાલે મૌની અમાવસ્યાનું સ્નાન થવાનું છે અને આ સ્નાનનો લાભ લેવા માટે કરોડો ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. મુંબઈથી આવેલા ગુજરાતી પરિવારે જણાવ્યું કે, તેઓ મુંબઈથી 30 કલાકની મુસાફરી કરીને આવ્યા છે ખાસ મૌની અમાવસ્યાનું સ્નાન કરવા માટે અને તેમના પરિવારના અમુક સભ્યો અલગ થઈ ગયા હતા પરંતુ સરકાર દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાને લઈને પરિવારના સભ્યો ફરી એક થયા હતા.
અમદાવાદથી બે યુવકો બાઈક પર ત્રણ દિવસે પહોંચ્યા પ્રયાગરાજ
મહાકુંભમાં મૌની અમાવસ્યાનું સ્નાન કરવા માટે અમદાવાદથી બે યુવકો બાઈક લઈને પ્રયાગરાજ ત્રણ દિવસે પહોંચ્યા હતા અને તેમણે જણાવ્યું કે, કોઈને બાઈક, ગાડી લઈને આવવું હોય તો આવી શકે છે કેમ કે, અમદાવાદથી પ્રયાગરાજ સુધીનો રસ્તો સારો છે અને રસ્તામાં તમામ પ્રકારની સુવિધાઓ છે.
મહાકુંભમાં દરેક વ્યક્તિ સમાન છે
મહાકુંભમાં કોઈ વીવીઆઈપી, વીઆઈપી હોય કે સામાન્ય માણસ હોય દરેક વ્યક્તિને સમાન સુવિધા છે. કુંભમેળામાં દરેક સમાન છે. ઘાટ સુધી આવવા માટે દરેક વ્યક્તિએ ચાલતા જ આવવું પડે છે. કોઈ સ્પેશિયલ સુવિધા મળતી નથી.
આ પણ વાંચો: Mahakumbh: રશિયાના વિષ્ણુદેવ નંદ ગિરિ સંસ્કૃતમાં શ્લોકો બોલે છે, પાયલોટ બાબાએ દિક્ષા આપી