Mahakumbh: ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી ધન્યતા અનુભવી
- હર્ષભાઈ સંઘવીએ ત્રિવેણી સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
- ડૂબકી લગાવતાં પહેલાં જુના અખાડામાં અવધેષાનંદજીના આશિર્વાદ લીધા
- જાણીતા સંત સતુઆ બાબા સાથે કરી મુલાકાત
- ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અદભુત અનુભૂતિ થઈ: હર્ષ સંઘવી
રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ ખાતે પહોંચ્યા છે અને જ્યાં તેઓએ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી છે. હર્ષભાઈ સંઘવીએ ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરી હતી.
હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું કે, આસ્થાનો સૌથી મોટો મેળો છે કુંભમેળો, અને આ મહાકુંભમાં જ્યારે દેશના વડીલોથી લઈને બાળકો સુધી તમામ લોકો સહ કુટુંબ પરિવાર જોડે, મિત્રો જોડે, કુંભમાં આસ્થાની ડૂબકી લગાવવા આવી રહ્યા છે. આજે હું જોઈ રહ્યો છું, ખાસ કરીને હજારો ગુજરાતીઓ મળ્યા અને આજે સાંજે જે ભક્તો ગુજરાતની એસ.ટી. બસમાં આવે છે તેમને પણ મળવાનો છું. ગુજરાતીઓને મળવાનો અવસર અહીં પ્રાપ્ત થયો, અને આસ્થાની ડૂબકી લગાવવાનો અવસર અહીં પ્રાપ્ત થયો છે. આ મારું સૌભાગ્ય છે કે આ ઐતિહાસીક 144 વર્ષમાં આવતા આ મહાકુંભમાં મને અને મારી જનરેશનના લોકોને આ કુંભની અંદર ભાગ લેવાનો અને આસ્થાની ડૂબકી મારવાનો અવસર પ્રાપ્ત થયો છે.
મહાકુંભમાં આવીને મને અદભુત અનુભૂતિ થઈ છે: હર્ષ સંઘવી
મહાકુંભમાં અદભુત વ્યવસ્થાઓ છે, યુપી સરકારને અને સૌ મઠ જે આયોજનમાં જોડાયેલા છે તે સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપુ છું અને કેન્દ્ર સરકારને ખાસ કરીને માર્ગદર્શનમાં જે પ્રકારે યુપી સરકારે કામગીરી કરી છે તે અદભુત છે અને જ્યારે કરોડો લોકો આસ્થાની ડૂબકી મારવા આવતા હોય ત્યારે આટલી અદભુત વ્યવસ્થા કરવી તે પ્રશંસનીય છે અને હું અભિનંદન આપુ છું યુપી સરકારને.
સંગમમાં ડૂબકી લગાવીને હું મારા રાજ્ય અને દેશના પ્રત્યેક નાગરિકો ખૂશ રહે, સુખી રહે તેમની સૌ મનોકામનાઓ પૂરી થાય માઁ અંબા, ભોલેશંકરજી, માઁ ગંગા, માઁ યમુના, મારા રાજ્યના પ્રત્યેક નાગરિકો પર આશીર્વાદ વરસાવે તેવી મેં માંગણી કરી છે.
આ પણ વાંચો: Mahakumbh: આ નવું ઉત્તરપ્રદેશ છે, મહાકુંભમાં 50 કરોડ ભક્તોએ ડૂબકી લગાવી: યોગી આદિત્યનાથ