Mahakumbh: કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં હોય છે: મહંત સૌરવગીરી
- મહંત સૌરવગીરી નાગા બાબા સાથે વિવેકકુમાર ભટ્ટની ખાસ વાતચીત
- નાગા બાબા જગતના ઉદ્ધાર માટે બનાય છે: મહંત સૌરવગીરી
- નાગા બાબા બનવા પીંડદાન આપવું પડે છે: મહંત સૌરવગીરી
- કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં: મહંત સૌરવગીરી
- ભોળાનાથની કૃપાથી નાગા બાબાને ઠંડી નથી લાગતી: મહંત સૌરવગીરી
- માતા-પિતાની અને ગુરુજનોની સેવા કરવાથી થશે ઉદ્ઘાર: મહંત સૌરવગીરી
મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સોનીપત હરિયાણાથી પધારેલા નાગા બાબા મહંત સૌરવગીરી સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Mahakumbh । મહંત સૌરવગીરી સાથે વિવેકકુમાર ભટ્ટની ખાસ વાતચીત । Gujarat First@vishvek11 @myogiadityanath @kpmaurya1 #mahakumbh2025 #mahakumbhmelaprayagraj #mahakumbhmela2025 #mahakumbh #kumbhmela #khumbhmela2025 #prayagrajkumbh #prayagrajkumbh pic.twitter.com/BFUcmac3M1
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
મહાકુંભ મેળામાં અનેક સાધુ-સંતો અને નાગા બાબાઓ પધાર્યા છે. તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભક્તો દૂર-દૂરથી પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. 12 વર્ષ યોજાતા કુંભમેળો વિશેષ મહત્ત્વ ધરાવે છે. અને આ કુંભમેળો તો 144 વર્ષ પછી આવ્યો છે. 12 આવર્તન પછી એટલે આ 12મી વખતના મહાકુંભનું આયોજન છે એટલે કે 144 વર્ષ પછી આ સંયોગ આવ્યો છે ત્યારે આ મહાકુંભનું વિશેષ મહત્ત્વ છે. શિયાળાની આવી ઠંડીમાં પણ નાગા બાબાઓ નિર્વસ્ત્ર તપ, સાધના કરતા હોય છે. ત્યારે તેમના તપ, સાધના અને નિર્વસ્ત્ર રહેવાથી તકલીફો વિશે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરતા બાબાએ જણાવ્યું કે, નાગા બાબા જગતના ઉદ્ધાર માટે બનવામાં આવે છે. નાગા બાબા બનવું હોય તો ગંગા માતાને પીંડદાન અર્પણ કરવું પડે છે. ગુરુથી દિક્ષા લેવી પડે છે. અને ત્યારબાદ ધર્મધજાની નીચે ઉભા રહીને ધર્મની રક્ષા માટે નાગા બાબા બનાવવામાં આવે છે. નાગા બાબા ધર્મની રક્ષા માટે હોય છે કોઈપણ સંકટ આવે તેનો સામનો કરવા માટે નાગા બાબા સક્ષમ હોય છે.
મહાકુંભના મહત્ત્વ વિશે નાગા બાબાએ શું કહ્યું?
મહાકુંભનું આયોજન હજારો વર્ષોથી થાય છે. 144 વર્ષ પછી આ મહાકુંભ આવ્યો છે. જે મહાકુંભના દર્શન કરે છે તે ધન્ય થઈ જાય છે. જગતના ઉદ્ધાર માટે મહાકુંભ બનાવવામાં આવે છે. સમૃદ્ધ મંથનથી અમૃત નીકળ્યું હતું. તો દેવતાઓને અમૃત પીવડાવવામાં આવ્યું હતું. રાક્ષસોને માસ, મદીરા અને દારૂ પીવડાવવામાં આવ્યો હતો. તે જ સમયે એક રાહુ હતો જે રૂપ બદલીને વચ્ચે લાઈનમાં આવી ગયો અને તેણે અમૃતનું પાન કર્યું અને તેણે કહ્યું કે હું અમર થઈ ગયો અને વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી તેનો વધ કર્યો અને તેનું માથું ધડથી અલગ કરી દીધું. તે સમયે અમૃત જ્યાં- જ્યાં પણ પડ્યું ત્યાં કુંભ મનાવવામાં આવે છે.
આ પણ વાંચો: Mahakumbh: પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્ર સેવા કરતા સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ખાસ વાતચીત