Mahakumbh: પ્રયાગરાજમાં ઉપસ્થિત હિન્દુ, જૈન, શીખ ધર્મના સંતોએ સનાતન બોર્ડની માંગણી કરી
- કુંભનગરી પ્રયાગરાજમાં ધર્મ સંસદનું આયોજન
- હિન્દુ, જૈન, શીખ ધર્મના ધર્માચાર્ય ઉપસ્થિત રહ્યા
- જૈન સંત વિવેકમુનીજી મહારાજ સાથે ખાસ વાતચીત
મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સનાતન બોર્ડના ગઠન માટે ઉપસ્થિત હિન્દુ, જૈન, શીખ ધર્મના સંતો દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરવા દરેક ધર્મના ધર્માચાર્ય ઉપસ્થિત થયા
કુંભનગરી પ્રયાગરાજમાં સનાતન બોર્ડની રચનાને લઈને ધર્મસંસદમાં ભાગ લેવા માટે અનેક સાધુ, સંતો મહાકુંભમાં પહોંચ્યા છે. મહાકુંભમાં હાજર જૈન સંત વિવેકમુનીજી મહારાજએ જણાવ્યું કે, પ્રયાગરાજની આ પાવન ધરા જ્યાં દિવ્ય કુંભ, ભવ્ય કુંભનું આયોજન થઈ રહ્યું છે. જ્યાં સનાતન સંસ્કૃતિનું રક્ષણ કરતા ધર્માચાર્ય અહીંયા એકત્રિત થયા છે. અને સનાતન ધર્મ સંસદના આજના સંમેલનનું આયોજન દેવકીનંદનજીએ કર્યું છે.
આજનો હિન્દુ ધર્મ અનેક જાતિઓ અને સંપ્રદાયોમાં વહેંચાયેલો છે. પ્રયાગરાજમાં આયોજિત કુંભમેળામાં સનાતનીઓ દરેક ભેદભાવોને ભુલીને એક થયા છે. હિન્દુ એકતા જ રાષ્ટ્રની સુરક્ષાની ગેરંટી છે.
શીખથી મોટો કોઈ સનાતની નથી: શીખ ધર્મના સંત
શીખ ધર્મના સંત દ્વારા જણાવવામાં આવ્યું કે, દરેક વ્યક્તિના વિચાર અલગ-અલગ જ હોય છે. કોઈ સહકાર કરે છે કે નથી કરતું પરંતુ આ દેશ માટે જેમણે પ્રાણની આહુતિ આપી છે આપણે તેમની વાત કરવી જોઈએ. જ્યારે આપણે નકારત્મકતાને પ્રોત્સાહન આપીશું ત્યારે લોકો પણ નકારાત્મક તરફ આકર્ષિત થશે. હાલમાં ભારતના જે લોકો છે ખાસ કરીને પંજાબના જે લોકો છે એ આગળ આવ્યા છે અને કહી રહ્યા છે કે અમે સનાતની છીએ. સનાતન એક રાષ્ટ્ર છે, સનાતન એક ગઠન છે. સનાતનમાં દરેક વ્યક્તિ આવી જાય છે. સાચો સનાતની જોવો હોય તો શીખથી મોટો કોઈ સનાતની નથી. અમે રામચંદ્ર મહારાજ અને કૃષ્ણભગવાનની પરંપરાને જાળવી રાખી છે. અમે દેશ માટે લડતા રહીશું. અને અમે સંવિધાન મુજબ જ સનાતન બોર્ડની માંગણી કરી રહ્યા છીએ.
આ પણ વાંચો: Mahakumbh: ભારતની ભૂમિ હિન્દુઓની ભૂમિ છે એટલે હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ: મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ