Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh: પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્ર સેવા કરતા સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ખાસ વાતચીત

મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
mahakumbh  પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્ર સેવા કરતા સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ખાસ વાતચીત
Advertisement
  • પ્રયાગરાજ મહાકુંભમાં જોવા મળ્યા રાષ્ટ્રભક્તિના રંગ
  • આસ્થાના મહાકુંભમાં પ્રભુભક્તિ સાથે થાય છે રાષ્ટ્રભક્તિ
  • એક બાબા એવા જે જવાનોની રક્ષા માટે કરી રહ્યા છે યજ્ઞ
  • સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ ચલાવે છે યજ્ઞશાળા
  • રાષ્ટ્રભક્તિના નામે મહારાજે મહાકુંભમાં બનાવી યજ્ઞશાળા
  • દેશના શહીદ સપૂતોના પરિવાર માટે કરી રહ્યા છે યજ્ઞ

મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

Advertisement

સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ મહાકુંભમાં શહીદ પરિવારો માટે યજ્ઞ કરી રહ્યા છે અને તેમના આશ્રમમાં શહીદોના ફોટા લગાવવામાં આવ્યા છે અને શહીદ પરિવાર પણ તેમની સાથે યજ્ઞમાં હાજર છે. અને આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ હોય મહાકુંભમાં પણ પ્રભુભક્તિની સાથે દેશભક્તિનો રંગ જોવા મળતા ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે યોગેશ્વરદાસજી મહારાજ સાથે વાતચીત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે, દેશના શહીદો માટે યજ્ઞ કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ત્યારે મહારાજજીએ જણાવ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે અમે શહીદોના પરિવારને મળ્યા અને અમે તેમની વાતો સાંભળી કે તેમના પરિવારના વ્યક્તિઓ દેશ માટે શહીદ થયા છે તો અમને લાગ્યું કે દેશ માટે શહીદ થવું તે બહુ મોટી વાત છે તો મને એ સમયે પ્રેરણા મળી કે હવે હું યજ્ઞ કરીશ તો આ જવાનોના નામે જ યજ્ઞ કરીશ.

Advertisement

દેશ માટે જીવન સમર્પિત કરવું તે બહુ મોટી વાત છે

જીવનના સત્યને સમજવા ઘર, સંસાર છોડીને સંન્યાસી બનેલા સાધુ, સંતો, મહંતો પણ દેશ માટે અનોખી શ્રદ્ધા રાખે છે, આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં સાધુ-સંતો દેશ માટે શહીદ થયેલ જવાનોને યાદ કરી રહ્યા છે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર જવાનોના આત્માની શાંતિ માટે યજ્ઞ, પૂજા પાઠ કરી સાધુ-સંતો જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ

Tags :
Advertisement

.

×