ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ

Mahakumbh: પ્રભુ ભક્તિની સાથે રાષ્ટ્ર સેવા કરતા સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ખાસ વાતચીત

મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
04:07 PM Jan 26, 2025 IST | PIYUSHSINH SOLANKI

મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.

સંતશ્રી બાલક યોગેશ્વરદાસજી મહારાજ મહાકુંભમાં શહીદ પરિવારો માટે યજ્ઞ કરી રહ્યા છે અને તેમના આશ્રમમાં શહીદોના ફોટા લગાવવામાં આવ્યા છે અને શહીદ પરિવાર પણ તેમની સાથે યજ્ઞમાં હાજર છે. અને આજે 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ હોય મહાકુંભમાં પણ પ્રભુભક્તિની સાથે દેશભક્તિનો રંગ જોવા મળતા ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટે યોગેશ્વરદાસજી મહારાજ સાથે વાતચીત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે, દેશના શહીદો માટે યજ્ઞ કરવાનો વિચાર તેમને કેવી રીતે આવ્યો ત્યારે મહારાજજીએ જણાવ્યું કે, અમે જમ્મુ કાશ્મીરમાં યજ્ઞ કરી રહ્યા હતા ત્યારે અમે શહીદોના પરિવારને મળ્યા અને અમે તેમની વાતો સાંભળી કે તેમના પરિવારના વ્યક્તિઓ દેશ માટે શહીદ થયા છે તો અમને લાગ્યું કે દેશ માટે શહીદ થવું તે બહુ મોટી વાત છે તો મને એ સમયે પ્રેરણા મળી કે હવે હું યજ્ઞ કરીશ તો આ જવાનોના નામે જ યજ્ઞ કરીશ.

દેશ માટે જીવન સમર્પિત કરવું તે બહુ મોટી વાત છે

જીવનના સત્યને સમજવા ઘર, સંસાર છોડીને સંન્યાસી બનેલા સાધુ, સંતો, મહંતો પણ દેશ માટે અનોખી શ્રદ્ધા રાખે છે, આજે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે મહાકુંભમાં સાધુ-સંતો દેશ માટે શહીદ થયેલ જવાનોને યાદ કરી રહ્યા છે. દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર જવાનોના આત્માની શાંતિ માટે યજ્ઞ, પૂજા પાઠ કરી સાધુ-સંતો જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.

આ પણ વાંચો: Mahakumbh: મેં 12 વર્ષ સુધી કઠોર તપ કર્યું, બ્રહ્મચર્ય નિભાવ્યું છે: મહામંડલેશ્વર યમાઈ મમતાગિરિ

Tags :
144th Mahakumbh26th JanuaryDr. Vivekkumar BhattGujarat FirstGuruHinduMahakumbh-2025PrayagrajRepublic DaySadhuSANATAN DHARMASant Shri Balak Yogeshwar Dasji MaharajUttar PradeshVikram Batra Family
Next Article