Mahakumbh: ભારતની ભૂમિ હિન્દુઓની ભૂમિ છે એટલે હિન્દુ રાષ્ટ્ર બનવું જોઈએ: મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ
- મહાકુંભમાં સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું
- દેવકીનંદન ઠાકુરની અધ્યક્ષતામાં ધર્મ સંસદનું આયોજન
- આ ભારતભૂમિ છે આ સનાતનીઓની ભૂમિ છે: કૃષ્ણાનંદ સ્વામી
મહાકુંભનો આજે 15મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અધ્યાત્મગુરુ મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ નિરંજની આખાડા સાથે ગુજરાત ફર્સ્ટના આસિસ્ટન્ટ એડિટર ઉમંગ રાવલ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
‘મહારાજા ઈચ્છવાકુનું સમગ્ર પૃથ્વી પર રાજ હતું’
ધર્મ સંસદ વિશે પૂછતાં અધ્યાત્મગુરુ મહામંડલેશ્વર સ્વામી કૃષ્ણાનંદ નિરંજની આખાડા દ્વારા જણાવવામાં આવ્યું કે, અહીંયા જે સનાતન ધર્મ સંસદનું આયોજન કરવામાં આવ્યું છે. અને દેવકીનંદન ઠાકુરની અધ્યક્ષતામાં કરવામાં આવનાર છે. જે તમામ સનાતની ભારતીયોની માંગણી છે. કેમ કે આ ભારતભૂમિ છે આ સનાતનીઓની ભૂમિ છે. મહારાજા ઈચ્છવાકુના સમયથી જે ભગવાન મનુના પ્રથમ પુત્ર થયા, મહારાજા ઈચ્છવાકુનું સમગ્ર પૃથ્વી પર રાજ હતું. જેથી આ આપણા હિન્દુઓની ભૂમિ છે. વરા ભગવાને આ પૃથ્વીનું નિર્માણ કર્યું. જે સમયે વાલીના કબજામાં આ પૃથ્વી ગઈ એ સમયે ભગવાન વામનના રુપમાં આવીને આ પૃથ્વીનું સર્જન કર્યું. એટલે આ સનાતનીઓની ભૂમિ છે. કોઈ વકફ બોર્ડ જેવું દાનવ આવીને આ પચાવવા માગે છે તો તેના વિરોધમાં અમે દરેક સનાતની અહીંયા ભેગા થઈ રહ્યા છીએ. અને આ વકફ બોર્ડ જેવા વિધર્મીઓની અહીંયા કોઈ જરૂર નથી. સરકાર પાસે અમારો આગ્રહ છે કે, અહીંયા સનાતન બોર્ડ બનાવવામાં આવે, સનાતન બોર્ડનું ગઠન થાય. જો સનાતની સુરક્ષિત રહી શકશે તો જૈન સુરક્ષિત રહી શકશે, સનાતન સુરક્ષિત રહેશે તો બૌદ્ધ ધર્મ સુરક્ષિત રહેશે. સનાતન જો સુરક્ષિત રહેશે તો સંપૂર્ણ વિશ્વ સુરક્ષિત રહેશે. એટલા માટે સનાતન બોર્ડની આવશ્યકતા છે.
આ પણ વાંચો: Mahakumbh: સવાલાખ રુદ્રાક્ષ ધારણ કરનાર બાબાએ કહ્યું કે, ‘શિવજીની શક્તિ પ્રાપ્ત થાય છે’