Mahakumbh: પ્રયાગરાજમાં સાધુ-સંતોની એક જ માંગ સનાતન બોર્ડ બનવું જ જોઈએ
- ધર્મ સંસદમાં ઉપસ્થિત સંતો સાથે ગુજરાત ફર્સ્ટની ખાસ વાતચીત
- ધર્મ સંસદ શરૂ થતાં પહેલા સાધુ-સંતોએ પોતાની માંગણી જણાવી
- મહાકુંભમાં ચોથી ધર્મ સંસદ સભાનું આયોજન કરવામાં આવ્યું
કુંભનગરી પ્રયાગરાજની અંદર ધર્મ સંસદનું આયોજન થયું. જેમાં દરેક સાધુ-સંતોની એક જ માગ હતી કે, સનાતન બોર્ડ બનવું જ જોઈએ. જેને લઈને સાધુ-સંતો અને ભક્તો પણ પ્રયાગરાજમાં પહોંચ્યા છે.
સનાતનીઓની રક્ષા માટે સનાતન બોર્ડની માંગણી
ધર્મ સંસદમાં હાજર સાધુએ જણાવ્યું કે, સનાતન બોર્ડની જરૂર તો છે જ, અને સનાતન બોર્ડની જરૂર અત્યારે જ ઉપસ્થિત થઈ એવું નથી વર્ષ 1752માં વિશ્વનું સૌથી મોટું સંગઠન બન્યું હતું. ધ હિન્દુ મિશન, અને ધ હિન્દુ મિશન 1752થી સનાતન બોર્ડની માંગણી કરી રહ્યું છે. ત્યારબાદ 1857માં ઈન્ટરનેશનલ સનાતન બોર્ડની રચના થઈ. જેની મુખ્ય ઓફિસ કાલીઘાટમાં છે. તો આજે જે થઈ રહ્યું છે, એ તો સમયની માગ છે. સનાતન બોર્ડ એટલા માટે જરૂરી છે કેમ કે મુસ્લિમનું વકફ બોર્ડ છે, ક્રિશ્ચિયનનું ક્રિશ્ચિયન બોર્ડ છે તો સનાતન બોર્ડ કેમ ના હોઈ શકે. સનાતન ધર્મને ઉજાગર કરવા માટે સનાતન સમયની માગ છે. અને આ માંગણી આજની નથી આ 300 વર્ષ જુની માંગણી છે. આંતરરાષ્ટ્રીય સનાતન બોર્ડની રચના થઈ છે તો રાષ્ટ્રીય સનાતન બોર્ડની રચના કેમ ના થઈ શકે.
અન્ય એક સાધુએ જણાવ્યું કે, સનાતન બોર્ડની ગઠનથી હિન્દુઓની રક્ષા થશે. કેમ કે કાયદો બનશે તો સનાતનીઓની રક્ષા થશે. અન્ય ધર્મના લોકોને મળે છે તો સનાતનીઓને કેમ નહીં.
આ પણ વાંચો: Mahakumbh: પ્રયાગરાજમાં ઉપસ્થિત હિન્દુ, જૈન, શીખ ધર્મના સંતોએ સનાતન બોર્ડની માંગણી કરી