Mahakumbh: સનાતનની સુરક્ષા જ ધર્મ સંસદનો મુખ્ય એજન્ડા છે: વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર
- ‘સનાતન બોર્ડ બને તો મંદિરની જગ્યા કોઈ વેચી નહિ શકે’
- ‘મંદિરના ધનનો સાચો ઉપયોગ થઈ શકે તેમ છે’
- ‘મોર્ડન ગુરુકુળ, ગૌશાળા, હોસ્પિટલ પણ બનાવી શકાય તેમ છે’
- ‘સનાતનીઓના ધનનો દુરુપયોગ થાય છે તે રોકી શકાશે’
- ‘ભારત સરકાર પણ સહાયતા કરશે તેવી આશા’
મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
વિશ્વવિખ્યાત કથાકાર દેવકીનંદન ઠાકુરએ સનાતન બોર્ડ વિશે જણાવ્યુ કે, કૃષ્ણ ભૂમિ, સનાતન બોર્ડ, સનાતનીઓની રક્ષા, ગૌમાતાની રક્ષાનો એજન્ડા છે. અને અમને આશા છે કે, અહીંયા જેટલા પણ પ્રધાનાચાર્ય પધાર્યા છે તેઓ સનાતનીઓને માર્ગદર્શન આપશે.
સનાતન બોર્ડના ગઠનથી ભારતને શું ફાયદો થશે?
જો સનાતન બોર્ડ બનશે તો જેને સરકાર બનાવશે તો મંદિરની સંપત્તિ અને મંદિરની જગ્યાને કોઈ વેચી શકશે નહીં જેને વેચી શકાશે નહીં, મંદિરોની જગ્યાને લોકો કોઈપણને વેચાણ આપે છે તો તે અટકી જશે, મંદિરની સંપત્તિથી ગુરુકુળ બનશે જે મોર્ડન હશે, જે અંગ્રેજી મીડિયમની સાથે આપણા સંસ્કારનો પણ અભ્યાસ કરાવશે. તેમજ ગૌશાળા, હોસ્પિટલ તેમજ એવા લોકોની સુરક્ષા કરવામાં આવશે જે લોકો રૂપિયાના અભાવથી ધર્મ પરિવર્તન કરતા હોય છે તેમની પણ સુરક્ષા કરવામાં આવશે. હાલમાં સનાતનીઓની મિલકતનો દુરઉપયોગ થઈ રહ્યો છે. જેનો યોગ્ય ઉપયોગ થઈ શકે.
Mahakumbh 2025: ધર્મસંસદ પૂર્વે Devkinandan Thakur સાથે EXCLUSIVE સંવાદ@DN_Thakur_Ji @vishvek11 @MahaaKumbh @MahaKumbh_2025 @AnityaKr #Mahakumbh2025 #Prayagraj #AgniAkhada #Saint #Exclusive #Devotee #GujaratFirst pic.twitter.com/IkdjmTRnD7
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
સનાતન બોર્ડ બનાવવામાં સરકાર પર કેટલો વિશ્વાસ?
સનાતન બોર્ડ અંગે સરકાર મદદ કરશે કે કેમ? તે અંગે દેવકીનંદનએ જણાવ્યું કે, આ સરકાર ધર્મનો આદર કરનારી સરકાર છે. ધર્મને માનવાવાળી સરકાર પાસે અમારી આશા છે, યોગીજી કેટલા ધાર્મિક છે અને સંત પણ છે. મોદીજી તેઓ પણ સનાતનીઓને માને છે અને અમિત શાહ પણ વૈષ્ણવ છે અને તેઓ પ્રયાગરાજ આવી રહ્યા છે તો તેમની જોડે પણ અમને આશા છે કે સનાતન બોર્ડની રચના થશે.
આ પણ વાંચો: Mahakumbh: કોઈપણ સંકટને ટાળવાની ક્ષમતા નાગા બાબામાં હોય છે: મહંત સૌરવગીરી