Mahakumbh: આ 144મો મહાકુંભ દરેક સનાતનીઓ માટે મહત્ત્વપૂર્ણ સમય છે: રમેશભાઈ ઓઝા
- પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
- કથાકાર અને આધ્યાત્મિક ગુરુ રમેશભાઇ ઓઝાના મતે મહાકુંભ
- ‘વાસ્તવમાં બધા સનાતન ધર્મી માટે અક મહત્ત્વપૂર્ણ સમય’
મહાકુંભનો આજે 13મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. રમેશભાઈ ઓઝા સાથે ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
MahaKumbh। સનાતન ધર્મ અંગે શું બોલ્યા Bhaishri Rameshbhai Oza । Gujarat First@vishvek11 @PPBhaishri @MahaaKumbh @MahaKumbh_2025 @myogiadityanath @kpmaurya1 #Mahakumbh #MahaKumbhMela2025 #MahakumbhMela #KumbhMela2025 #KumbhMela #PrayagrajMahakumbh #Prayagraj pic.twitter.com/LldWIsh9YJ
— Gujarat First (@GujaratFirst) January 25, 2025
મહાકુંભ વિશે પૂછતા ભાગવત કથાકાર અને આધ્યાત્મિક ગુરુ રમેશભાઇ ઓઝાએ જણાવ્યું કે, 12 વર્ષના કુંભના 12 આવર્તન થાય છે, 144 વર્ષ, આ મહાપુરૂષોએ નક્કી કર્યું હશે, પરંતુ 12 કુંભના 12 આવર્તન જ્યારે થાય છે તો આ 144મો મહાકુંભ વાસ્તવમાં દરેક સનાતનીઓ માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અત્યારે આપણે જેટલા છીએ પૃથ્વી પર છીએ તેમના જીવનમાં તો આ ઘટના ફરીથી સર્જાશે નહીં. જેનો તાત્પર્ય એવો થાય છે કે, આનું મહત્ત્વ આપણે સમજવું જોઈએ. જોવા જઈએ તો આપણે અમૃતના પુત્રો છે. અમૃતસ્ય પુત્રા વયમ્ કહીને આપણાને સંબોધીત કરવામાં આવ્યા છે. આપણે ભગવાનના અંશ છીએ તો આપણે અમૃતના સંતાન છીએ. મૃત્યુ લોકમાં છીએ અને મરણ ધારણ કરનાર શરીરમાં રહીને શાશ્વતની શોધ કરવાની છે.
MahaKumbh માં સનાતન સંવાદમાં કથાકાર Ramesh Oza સાથે વાતચીત । Gujarat First@vishvek11 @PPBhaishri @MahaaKumbh @MahaKumbh_2025 @myogiadityanath @kpmaurya1 #Mahakumbh #MahaKumbhMela2025 #MahakumbhMela #KumbhMela2025 #KumbhMela #PrayagrajMahakumbh #Prayagraj pic.twitter.com/DB61dzOgQN
— Gujarat First (@GujaratFirst) January 25, 2025
આ મહાકુંભ શાશ્વતની શોધ માટે છે: રમેશભાઈ ઓઝા
આ અમૃતકુંભ શાશ્વતની શોધ માટેનો છે. સમયનું મહત્ત્વ હોય છે, રોજ સવારે બ્રહ્મમુહૂર્ત આ આપણા માટે અમૃત સમય છે. અને આ સમયનો આપણે પૂરેપુરો લાભ લઈ શકીએ તો નિશ્ચિતપણે, ન માત્ર આધ્યાત્મિક લાભ પણ ભૌતિક જગતમાં પણ પ્રગતિ થાય છે. પ્રાત: કાલ ઉઠીને ધ્યાન કરો, અથવા તમારા કામનું ચિંતન કરો, તો આ અમૃત સમયમાં આપણે જે પણ વિચારીએ છીએ અને જે કરીએ છીએ તેનું વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આનો અનુભવ જેને છે તેને છે જ. તેવી જ રીતે ગ્રહણ અને અન્ય પર્વ આપણી સાથે એ સમય ઉપસ્થિત થાય છે અને આ સમયમાં કરવામાં આવનાર જપ, દાન, જે કરવામાં આવે છે તેનો સૌથી વધારે લાભ આપણાને પ્રાપ્ત થાય છે.
સમય-સમયનો પ્રભાવ હોય છે: રમેશભાઈ ઓઝા
ગરમીના દિવસોમાં આપણાને ઓપરેશન કરાવવાની જરૂર પડે છે અને આપણે કરાવીએ છીએ, પણ તેની રિક્વરીમાં અને ઠંડીના દિવસોમાં કરાવવામાં આવતા ઓપરેશનની રિક્વરીમાં પણ ફરક લાગે છે. ચોમાસામાં વાવણી કરો અને ગરમીના દિવસોમાં તમારા જોડે પાણીની સુવિધા હોય અને વાવણી કરો પરંતુ બન્નેમાં ફર્ક સ્પષ્ટ જોવા મળે છે. બસ એવી રીતે અમૃત સમયને પણ આપણે સમજવો જોઈએ. તો 144 વર્ષ પછી 12 વર્ષ પછી આવનાર 12 કુંભના 12 આવર્તન પૂરા થઈ રહ્યા છે. એટલા માટે જ આ મહાકુંભનો વિશેષ મહિમા છે. જેને સમજીને અહીંયા આવીને ન માત્ર ડૂબકી લગાવવી જોઈએ, અહીંયા આવીને આપણે જોઈએ તો ગંગા અને યમુના સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે પ્રગટ છે તો ભક્તિની ગંગા અને કર્મની યમુના જે પ્રગટ છે પરંતુ જ્ઞાનની સરસ્વતી છે, પરંતુ અપ્રગટ છે. હવે આ દિવસોમાં આટલી આટલી શિબિરોમાં અનેક મહાપુરુષો દ્વારા જે ધર્મ ચર્ચા થઈ રહી છે, જે આધ્યાત્મિક ચર્ચા થઈ રહી છે અને શાસ્ત્ર પર ચિંતન થઈ રહ્યું છે તે પ્રગટ સરસ્વતી છે. એટલા માટે જ સ્નાન કરો, દાન પુણ્ય તો કરવું જ જોઈએ અને સાથે સત્સંગ પણ અવશ્ય કરવું જોઈએ, તો જ ત્રિવેણી સ્નાન સાર્થક થાય છે.
‘આ મહાકુંભ કેમ મહત્ત્વનું છે’
સમય – સમય પર આ પ્રકારના આયોજન, આ પ્રકારના અવસર, પર્વ, ઈત્યાદી આપણાને નૈમિત્તિક કર્મ કરવાની પ્રેરણા આપે છે. એક હોય છે નિત્યકર્મ, જે આપણે રોજ કરીએ છીએ પરંતુ આ પ્રકારના નિમિત્તને લઈને આપણે જે વિશેષ કરીએ છીએ, જેનાથી સનાતન પ્રત્યેની આપણી શ્રદ્ધા એ વધારે બળવાન થાય છે, વધારે મજબૂત થાય છે.
એક છોડ જે ભૂમિમાં પોતાને જમાવવા માટે પ્રયત્ન કરીને વૃક્ષ બનવાનો પ્રયાસ કરે છે. જમીનના દ્વારા તેને પોષણ મળે છે, સૂરજનો પ્રકાશ, આસપાસનું વાતાવરણ, પવન, ઈત્યાદીથી આ પોષણ પ્રાપ્ત કરે છે. પરંતુ સમય – સમય પર છોડને પાણી આપવું જરૂરી છે. આ આપણા શ્રદ્ધારૂપી છોડને પાણી આપવાનો અવસર છે. અને તેથી જ સનાતન વધારે મજબૂત થાય છે.
‘પ્રયાગ દરેક તિર્થનો રાજા છે એટલે જ આપણે પ્રયાગરાજ કહીએ છીએ’
સનાતન ધર્મની આપણી માન્યતા છે કે પુષ્કરરાજ, જે તિર્થોનો ગુરુ છે, અને પ્રયાગ તિર્થોનો રાજા છે. અહીંયા આવનાર વ્યક્તિએ યાત્રી બનીને નહીં સાધક બનીને આવવું જોઈએ. કેમ કે આ કલ્પવાસ સાધકો માટે છે. અહીંયા આવનાર વ્યક્તિએ આધ્યાત્મિક લાભ કમાવવા માટે આવવું જોઈએ.
આ પણ વાંચો: Mahakumbh 2025 : માત્ર 3 વર્ષની વયે બન્યા સન્યાસી, ગુજરાત સાથે છે ખાસ સંબંધ!