Mahakumbh: કિન્નરોને આ વખતે મહાકુંભમાં સ્થાન અને સુવિધા મળી છે: કનકેશ્વરીનંદગીરી દેવી
- કિન્નર અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરીનંદગીરી દેવી
- દેવીજી ગોરખનાથ શહેરથી મહાકુંભમાં પધાર્યા છે
- ‘કિન્નરોને આ વખતે મહાકુંભ મેળામાં સ્થાન મળ્યું છે’
મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ગોરખનાથથી મહાકુંભમાં પધારેલા કિન્નર અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરીનંદગીરી દેવી સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Mahakumbh 2025 । મહામંડલેશ્વર કનકેશ્વરીનંદગિરિ દેવી સાથે ખાસ વાતચીત । Gujarat First#MahaKumbh2025 #MahaKumbhMela2025 #Mahakumbh #mahakumbh2025prayagraj #PrayagrajMahakumbh2025 #Prayagraj #KumbhMela2025 pic.twitter.com/1d5Oz1Xi4o
— Gujarat First (@GujaratFirst) January 26, 2025
કિન્નર અખાડાના મહામંડલેશ્વર કનકેશ્વરીનંદગીરી દેવી, જેઓ ગોરખનાથ શહેરથી મહાકુંભમાં પધાર્યા છે. અને તેમણે જણાવ્યું કે, અમને આ વખતે મહાકુંભ મેળામાં સ્થાન મળ્યું છે તમામ પ્રકારની સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. આ તિર્થસ્થળ છે અને અહીંયા કરોડો શ્રદ્ધાળુઓ આવે છે તો અહીંયા કદાચ આયોજનમાં કચાશ રહી જાય તો કોઈ પ્રકારની ટીપ્પણી કરવી યોગ્ય નથી.
સનાતન ધર્મ વિશે કિન્નર અખાડાના મહામંડલેશ્વરે શું કહ્યું ?
સનાતન ધર્મના નામે અહીંયા જે શ્રદ્ધાળુઓ આવે છે તે ધર્મના નામે અહીંયા કોઈપણ જાતનું દૂષણ ના કરે તો એ જ સનાતન ધર્મ છે, તેના વિશે કોઈ ટીપ્પણી ના કરે, બદનામ ના કરે, ધર્મ વિશે કોઈ ખોટી માહિતી ના આપે.
‘પહેલા અમારી અવગણના થતી હતી’
અહીંયા ઘણા શ્રદ્ધાળુઓ આવે છે, અમુક શ્રદ્ધાળુ અમારા આશીર્વાદ લેવા આવે છે જ્યારે અમુક અમારી અવગણના કરે છે. અમને ભગવાને વરદાન આપ્યું છે કે તમે જેમને પણ દિલથી આશીર્વાદ આપશો તેમનું ભલું થશે તેમ છતાં લોકો અમારી અવગણના કરે છે. અમે અર્ધનારેશ્વરનું સ્વરૂપ છીએ, શાસ્ત્રોમાં અમારો ઉલ્લેખ છે.
આ પણ વાંચો: Mahakumbh: મહાકુંભમાં હનુમાનજી પધારશે એવી મારી શ્રદ્ધા છે, અને આ ત્રણ રૂપમાં આવશે: યુવા સેવક