Mahakumbh: અમે ભારતીયો જોડેથી શાંતિ અને આનંદ કરવાનું શીખ્યા છીએ: વિદેશી મહિલા
- ઈટાલીના ભક્તો પ્રયાગરાજના સંગમ સ્થાનમાં સ્નાન માટે પહોંચ્યા
- ઈટાલીથી આવેલ એક મહિલા ભક્તે જણાવ્યું કે, સુવિધા સરસ છે
- ‘અમે ત્રણ દિવસથી અહીંયા છીએ બહુ જ મજા આવી રહી છે’
મહાકુંભનો આજે 16મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. ગુજરાત ફર્સ્ટના ચેનલહેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ દ્વારા ઈટાલીના ગૃપ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
Mahakumbh 2025: પ્રયાગરાજમાં ઈટાલીથી પણ પહોંચ્યા ભક્તો, ભારતમાં આવીને મહાકુંભને માણ્યો@MahaaKumbh @MahaKumbh_2025 @AnityaKr #Exclusive #mahakumbh2025vlog #ArpitMaharaj #Prayagraj #AgniAkhada #Saint #Exclusive #Devotee #GujaratFirst pic.twitter.com/VmKnNvMjbZ
— Gujarat First (@GujaratFirst) January 28, 2025
આવતીકાલે મૌની અમાવસ્યાનું સ્નાન થવાનું છે જેને લઈને દેશ-વિદેશથી ભક્તો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ઈટાલીથી આવેલ વિદેશી મહિલા ભક્તએ જણાવ્યું કે, મેં મહાકુંભ વિશે વાંચ્યું હતું અને મને આ કુંભના મહત્ત્વ વિશે જાણકારી હતી એટલે મારે અહીંયા આવવું હતું એટલે મેં ઈટાલીથી એક ગૃપ તૈયાર કર્યું અને અમે ગૃપમાં ઘણાં લોકો આવ્યા છીએ. ત્રણ-ચાર દિવસથી અમે અહીંયા છીએ અમને ખૂબ જ મજા આવી રહી છે અને અહીંયા વ્યવસ્થા પણ બહુ સરસ છે. અમે અહીં કેમ્પમાં રોકાણ કર્યું છે, જેમાં બહુ સારી વ્યવસ્થા છે. અમે આટલા દિવસમાં ભારતીયો જોડેથી ઘણું શીખ્યા છીએ. ભારતીયો જોડેથી શાંતિ અને આનંદ કરવાનું શિખ્યા છીએ. અહીંયા આવેલ દરેક વ્યક્તિ ખુશ જોવા મળી રહ્યા છે. અમે ભારતીયો જોડેથી આધ્યાત્મિકતા અને ધર્મ શીખ્યા છીએ. ભારત દેશ અને અહીંના લોકોને આભાર માનીએ છીએ.
આ પણ વાંચો: Mahakumbh: આવતીકાલે પ્રયાગરાજમાં મૌની અમાવસ્યાનું સ્નાન થશે, કરોડો ભક્તો પહોંચ્યા