Mahakumbh: આગામી ત્રણ પેઢીઓ પછી આ મહાકુંભનો અવસર આપણને પ્રાપ્ત થશે: સાંવરિયા શેઠ
- ‘મહાકુંભ દિવ્ય અને ભવ્ય છે, 144 વર્ષ પછી આ યોગ બન્યો છે’
- ‘આ અવસર આપણાને પ્રાપ્ત થયો છે આ સૌથી મોટું ગૌરવ’
- ‘કુંભ પવિત્ર છે કેમ કે અહીંયા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ’
મહાકુંભનો આજે 14મો દિવસ છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજથી ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ. અખિલ ભારતીય ચતુર્થ સંપ્રદાયના વડા સાંવરિયા શેઠ મહારાજ સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સાંવરિયા શેઠએ જણાવ્યું કે, મહાકુંભ દિવ્ય અને ભવ્ય છે અને 144 વર્ષ પછી આ યોગ બની રહ્યો છે. આગામી ત્રણ પેઢી પછી આ અવસર આવશે. આ અવસર આપણાને પ્રાપ્ત થયો છે તો આનાથી મોટું કોઈ ગૌરવ ના હોઈ શકે. કુંભ પવિત્ર છે કેમ કે અહીંયા ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે. અહીંયા ત્રિવેણી સંગમમાં જે ભક્તો ડૂબકી લગાવી રહ્યા છે તે પોતાને પાવન બનાવી રહ્યા છે. પ્રયાગરાજ તિર્થોનો રાજા છે. અહીંયા ત્રણેય નદીઓનો સંગમ છે અને ભક્તિ અને વૈરાગ્યની આ જગ્યા છે.
પહેલાના મહાકુંભમાં આઝમ ખાન આયોજક હતા
પહેલાના મહાકુંભમાં જ્યારે આઝમ ખાન આયોજન કરતા હતા અને અત્યારે યોગીજી આ મહાકુંભનું આયોજન કરી રહ્યા છે તો એ આયોજન અને અત્યારના આયોજનમાં આકાશ અને ધરતી જેટલું અંતર છે. આ આયોજનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પાછળ તેમણે ઘણું પરિશ્રમ કર્યું છે.
સોશિયલ મીડિયાનું દૂષણ મહાકુંભમાં
મહાકુંભમાં સોશિયલ મીડિયા તેમજ અન્ય બાબાઓ જેઓ સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થવા માટે અહીંયા આવે છે તેમને મહાકુંભમાંથી બહાર નીકાળવા જોઈએ તેવી માગ સાંવરિયા શેઠ મહારાજ એ કરી છે તેમજ અહીંયા જે સાધુ, સંતો તપ કરી રહ્યા છે તેમના વિશે લોકો સુધી માહિતી પહોંચે તેવી સરકારને માગણી કરી છે.
આ પણ વાંચો: અભિનેત્રીએ હજુ સંન્યાસ પણ નથી લીધો અને મહામંડલેશ્વર કેવી રીતે બની શકે: શંકરાચાર્ય