Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mahakumbh: પ્રયાગરાજમાં ભાગદોડ બાદ કેવી છે પરિસ્થિતિ? 10 કરોડથી વધારે ભક્તો સ્નાન માટે ઉમટ્યા

પ્રયાગરાજ મહાકુંભમાં પ્રશાસન તદ્દન નિષ્ફળ ગયું છે. મહાકુંભમાં ભાગદોડ બાદ સેનાએ સુકાન સંભાળ્યું છે. મહાકુંભના સંગમઘાટ પર 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે. પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી રોકવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીએ ચાર વખત સીએમ યોગી આદિત્યનાથને ફોન કરીને મહાકુંભની સ્થિતિની જાણકારી મેળવી છે. તેમજ ગૃહમંત્રી અમિત શાહે તમામ મદદની ખાત્રી આપી છે. રાત્રે 1.30 વાગે સંગમઘાટ પર ભાગદોડ સર્જાઈ હતી.
mahakumbh  પ્રયાગરાજમાં ભાગદોડ બાદ કેવી છે પરિસ્થિતિ  10 કરોડથી વધારે ભક્તો સ્નાન માટે ઉમટ્યા
Advertisement
  • પ્રયાગરાજ મહાકુંભમાં પ્રશાસન તદ્દન નિષ્ફળ ગયું છે
  • મહાકુંભમાં ભાગદોડ બાદ સેનાએ સુકાન સંભાળ્યું છે
  • મહાકુંભના સંગમઘાટ પર 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે

પ્રયાગરાજ મહાકુંભમાં પ્રશાસન તદ્દન નિષ્ફળ ગયું છે. મહાકુંભમાં ભાગદોડ બાદ સેનાએ સુકાન સંભાળ્યું છે. મહાકુંભના સંગમઘાટ પર 14 લોકોના મૃત્યુ થઈ ગયા છે. પ્રયાગરાજમાં શ્રદ્ધાળુઓની એન્ટ્રી રોકવામાં આવી છે. PM નરેન્દ્ર મોદીએ ચાર વખત સીએમ યોગી આદિત્યનાથને ફોન કરીને મહાકુંભની સ્થિતિની જાણકારી મેળવી છે. તેમજ ગૃહમંત્રી અમિત શાહે તમામ મદદની ખાત્રી આપી છે. રાત્રે 1.30 વાગે સંગમઘાટ પર ભાગદોડ સર્જાઈ હતી.

ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ ડૉ. વિવેકકુમાર ભટ્ટ હાલમાં પ્રયાગરાજ સંગમઘાટ પરથી સમગ્ર પરિસ્થિતિથી વાકેફ કરાવી રહ્યા છે. વિવેક ભટ્ટે જણાવ્યું કે, હાલમાં પ્રયાગરાજમાં સ્થિતિ સામાન્ય છે. કોઈપણ પ્રકારની અફવાઓ પર ધ્યાન આપવાની બિલકુલ જરૂર નથી. તેમજ હવે સ્નાન માટે લોકોને અલગ-અલગ ઘાટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. લોકોને જાણકારી આપવામાં આવી છે કે, કોઈપણ ઘાટ અને કોઈપણ જગ્યાએ તમે સ્નાન કરો તમને એટલું જ પુણ્ય મળે છે જેટલું તમે ત્રિવેણ સંગમના ઘાટ પર સ્નાન કરો. એટલે હવે સ્થિતિ સામાન્ય છે. હવે પ્રયાગરાજમાં આર્મી તેમજ પેરામિલિટરીએ સુકાન સંભાળી લીધું છે એટલે સ્થિતિ નિયંત્રણમાં છે. હાલમાં પ્રયાગરાજમાં 10 કરોડથી વધારે લોકો હાજર છે.

Advertisement

ચાર કિલોમીટર સુધી સ્નાન કરવા માટે લાઈન લાગી

અરેલ ઘાટ પરથી લગભગ ચાર કિલોમીટર સુધી સ્નાન કરવા માટે ભક્તોની લાઈન લાગી છે. હાલમાં ભક્તોને અલગ-અલગ ઘાટ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે, આ વ્યવસ્થા પહેલા કરવાની જરૂર હતી જેથી આ પ્રકારની ઘટના બની ના હોત. આ બધા જ ઘાટ પહેલા જ ખોલી દેવાના હતા જેથી ભક્તો સ્નાન કરી શકે. હાલ જે વ્યવસ્થા કરવામાં આવી છે એ પ્રકારની સુવિધા કરવામાં પ્રશાસન નિષ્ફળ નિવડ્યું છે. જે ઘટના બની છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તમામ વ્યવસ્થાની જાણકારી પ્રાપ્ત કરી રહ્યા છે.

Advertisement

વીવીઆઈપી વ્યવસ્થા દૂર કરવી જોઈએ

પ્રશાસન દ્વારા વીવીઆઈપીને અલગ વ્યવસ્થા આપવામાં આવી રહી છે જેને લઈને સામાન્ય પ્રજા હેરાન થઈ રહી છે. પોલીસના કાફલા સાથે વીવીઆઈપીને અલગ વ્યવસ્થા આપવામાં આવી રહી છે. જેને લઈને અન્ય ભક્તોને હેરાન-પરેશાન થઈ રહ્યા છે. પોલીસ દ્વારા ઠેર-ઠેર પાર્ક કરવામાં આવેલા સાધનને લીધે લોકોને ચાલવા માટે રસ્તો મળી રહ્યો નથી.

આ પણ વાંચો: Mahakumbh 2025: જાગી જાઓ, ભાગદોડ થવાની શક્યતા છે... શું આ અધિકારીને મહાકુંભમાં પરિસ્થિતિનો ખ્યાલ હતો?

Tags :
Advertisement

.

×