શિવકથામાં ચંન્દ્રયાન-૩ ના સફળ લોન્ચિંગ માટે કરાયા મહામૃત્યુંજય મંત્ર
અહેવાલ---પ્રદીપ કચિયા, અમદાવાદ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધ્વારા અમદાવાદના ઘાટલોડીયા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય શિવકથાના ત્રીજા દિવસે ચંન્દ્રયાન-૩ (Chandrayaan-3 ) ના સફળ લોન્ચિગ માટે ૧૦ મિનિટ હજારો શ્રધ્ધાળુઓ ધ્વારા હનુમાન ચાલીસા સાથે મહામૃત્યુંજય મંત્રની સંગીતમય ધૂન કરી હતી.તે સાથે જ વિશાળ મંડપમાં...
Advertisement
અહેવાલ---પ્રદીપ કચિયા, અમદાવાદ
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ધ્વારા અમદાવાદના ઘાટલોડીયા ખાતે આયોજીત ભવ્યાતિભવ્ય શિવકથાના ત્રીજા દિવસે ચંન્દ્રયાન-૩ (Chandrayaan-3 ) ના સફળ લોન્ચિગ માટે ૧૦ મિનિટ હજારો શ્રધ્ધાળુઓ ધ્વારા હનુમાન ચાલીસા સાથે મહામૃત્યુંજય મંત્રની સંગીતમય ધૂન કરી હતી.તે સાથે જ વિશાળ મંડપમાં ધર્મ ભક્તિ સાથે રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા હતા.

ઈસરોના વૈજ્ઞાનિક પણ તપસ્વી જ છે
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ચેરમેન આર પી પટેલ અને પશ્ચિમ રીઝીયન ના ચેરમેન કેતન પટેલે(વિવાન્ટા ગ્રુપ) કહ્યું હતું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન માત્ર ધાર્મિક સંસ્થા નથી,વૈચારિક સંસ્થા છે. જે શ્રધ્ધાળુઓમાં અને નવી પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ ની પ્રેરણા માટે પણ પ્રયાસ કરે છે. ઈસરોના વૈજ્ઞાનિક પણ તપસ્વી જ છે.ચંન્દ્રયાન - ૩ શિવજીની જટામાં બીરાજમાન ચન્દ્ર દેવ નજીક પહોંચ્યું છે. ચંન્દ્રયાન-૩ નું લોન્ચિંગ માટે કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે. દેવાધિદેવ મહાદેવને આપણે સહું મળી પ્રાર્થના કરીએ કે હે મહાદેવ ચંન્દ્રયાન-૩ ને સફળ લોન્ચિંગ થાય તેવી ક્રુપા વરસાવજો. મહામૃત્યુંજય મંત્ર ચંન્દ્રયાન-૩ ના લોંન્ચીંગ ને સફળતા અપાવે તેવી હજારો શ્રદ્ધાળુઓ એ પ્રાર્થના કરી હતી.

વ્યસન છોડી દેવા શપથ લેવડાવ્યા
વ્યાસપીઠ પર બીરાજમાન પ્રખર જ્ઞાની પૂજ્ય રાજેન્દ્ર શાસ્ત્રીજીએ તેમની પ્રભાવી વાણીમાં સરપાન કરાવ્યું હતું. ભગવાન શિવજી કરુણાવતાર છે. પવિત્ર શ્રાવણ માસમાં શિવ સ્વરૂપનો પરિચય પામવાનો અવસર મળ્યો છે. જીવનમાં ઘણા અવસર આવે છે. શિવ સાથે જોડાવાની ક્ષણ ને સુઅવસર કહેવાય. શિવની ક્રુપા આશિર્વાદ હોય તો જ શિવકથામાં આવી શકાય. ૐ કારમાંથી જ સૃષ્ટીનું સર્જન થયું છે. શિવ જ શિવનો મહિમા ગાઈ શકે. શિવ જ સાધ્ય છે. નવ ભક્તિમાં શ્રવણ પ્રથમ સ્થાન પર છે. શિવના ઉત્સવઉજવીએ છીએ, પણ કમનશીબે ઉત્સવની આડમાં વ્યસન કરીએ છીએ. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વ્યસન મુક્ત અભિયાનથી શાસ્ત્રીજી પ્રભાવિત થયા હતા. વ્યાસપીઠ પરથી વ્યસનમુક્તિ માટે શ્રોતાઓ ને પ્રેરીત કર્યા હતા સાથે વ્યસન છોડી દેવા શપથ લેવડાવ્યા હતા. શિવકથામાં કર્ણપ્રિય સંગીત અને ભક્તિ ધુન સાથે શ્રધ્ધાળુઓ મન મૂકીને નાચગાન કરતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.

માત્ર ઉમાનું ઉચ્ચારણ કરો તો પણ શિવત્વ પ્રાપ્ત થાય
શિવકથામાં ૐ મંત્ર,ઓમકાર અને ઉમા ઉચ્ચારણ અને તેના પ્રભાવ દર્શાવ્યા હતા. રોગમુક્ત થવી માનસિક શારીરિક રોગ મુક્ત થવા ૐ એટલે કે પ્રણવ મંત્ર નું મહત્વ દર્શાવ્યું હતું. સંસારને તરી જવાનો મંત્ર છે ૐ કાર.પ્રણવ મંત્ર થઈ શિવત્વ ની પ્રાપ્તિ અને ચક્રોની જાગ્રુતિ ની સમજ આપી છે. ૐ કારમાં બીંન્દી છે તે મા ઉમા છે, મા ઉમિયા જગતજનની છે. ૐ નું ઉચ્ચારણ ન કરો અને માત્ર ઉમાનું ઉચ્ચારણ કરો તો પણ શિવત્વ પ્રાપ્ત થાય છે. જળ એ જીવન છે. શાસ્ત્રીજીએ વ્યાસપીઠ પરથી જળનો બગાડ ન કરે તેવો સંકલ્પ લેવડાવ્યા હતો. શિવજીની આરાધના, ઉપાસના અને સાધના કરવાની અત્યંત મહત્વપૂર્ણ શિવકથા માં ધર્મ ના મૂલ્યો સાથે માનવ જીવનને મૂલ્યવાન બનાવવા ઉપરાંત જીવશ્રષ્ટી ની રક્ષા માટે પ્રેરણાદાયી સંદેશાઆપવામાં આવ્યા હતા. ધર્મના પ્રચાર પ્રસાર સાથે રાષ્ટ્ર ભાવના જાગ્રુતી કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે. શિવકથામાં મોટી સંખ્યામાં ભક્તોએ વિવિધ પ્રકારના દાનનો ધોધ વહાવ્યો હતો. કથામાં ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત સન્માન કરાયા હતા.


